મીણના પૂતળામાં સમાઈ ગઈ પ્રિયંકા ચોપડાની સુંદરતા, જૂઓ ફોટો...

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર તેના મીણના પૂતળાના ફોટો શેર કર્યા છે, જે મેડમ તુસાદના ન્યૂયોર્ક મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે, તેણે લખ્યું છે કે, મેડમ તુસાદના લંડન, સિડની અને એશિયા સહિતના દુનિયાના તમામ 6 અન્ય શહેરોમાં આવેલા મ્યુઝિયમમાં પણ તેનું પુતળું મૂકવામાં આવશે 

મીણના પૂતળામાં સમાઈ ગઈ પ્રિયંકા ચોપડાની સુંદરતા, જૂઓ ફોટો...

નવી દિલ્હીઃ બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપડાનું નામ એ ભારતીય હસ્તીઓની યાદીમાં સામેલ થઈ ગયું છે, જેમનું મીણનું પુતળું મેડમ તુસાદના મ્યુઝિયમમાં મૂકવામાં આવ્યું છે. પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર તેના મીણના પૂતળાના ફોટો શેર કર્યા છે, જે મેડમ તુસાદના ન્યૂયોર્ક મ્યુઝિયમમાં મુકવામાં આવ્યું છે.

(ફોટો સાભારઃ પ્રિયંકા ચોપડા)

પ્રિયંકા ચોપડાએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મેડમ તુસાદના લંડન, સિડની અને એશિયા સહિતના દુનિયાના તમામ 6 અન્ય શહેરોમાં આવેલા મ્યુઝિયમમાં પણ તેનું પુતળું મૂકવામાં આવશે.

પીસીએ ફેસબુક પર લખ્યું છે કે, "આખરે એ શક્ય બની ગયું છે. તમે હવે ન્યૂયોર્ક સિટીમાં મેડમ તુસાદમાં મારું મીણનું પુતળું જોઈ શકો છો (અને ટૂંક સમયમાં જ અન્ય સ્થળો પર પણ.)"

(ફોટો સાભારઃ ઈન્સ્ટાગ્રામ, પ્રિયંકા ચોપડા)
'ક્વાન્ટિકો'ની અભિનેત્રીએ એક નાનકડો વીડિયો પણ શેર કર્યો છે, જેમાં તે મેડમ તુસાદના કલાકારો સાથે કામ કરતી જોવા મળી રહી છે. પ્રિયંકાના મીણના પુતળાને જેસન વુનો લાલ રંગનો ડ્રેસ પહેરાવાયો છે, જે તેણે 2016ના એમી એવોર્ડ સમારોહમાં પહેર્યો હતો. આ પુતળામાં નિક જોનેસે પીસીને જે હીરાની વીંટી ભેટમાં આપી હતી, તેની ડુપ્લીકેટ પણ બનાવવામાં આવી છે.  

(ફોટો સાભારઃ ઈન્સ્ટાગ્રામ, પ્રિયંકા ચોપડા)
પ્રિયંકા અત્યારે હોલિવૂડની ફિલ્મ 'ઈઝન્ટ ઈટ રોમેન્ટિક?' રિલીઝ થવાની રાહ જોઈ રહી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news