શાહરૂખ ખાનના ફેનની ધમકી, 1 જાન્યુઆરીના ફિલ્મ એનાઉન્સ કરો, નહીંતર સુસાઇડ કરી લઇશ

બોલીવુડના કિંગ શાહરૂખ ખાન (ShahRukh Khan) માટે એક સુપરહિટ ફિલ્મનો દુકાળ પુરો થતો જ નથી. 'ઝીરો' બાદ શાહરૂખ ખાને અત્યાર સુધી કોઇ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. લાંબા સમયથી શાહરૂખ ખાન પોતાની ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા જોવા મળી રહ્યા છે.

શાહરૂખ ખાનના ફેનની ધમકી, 1 જાન્યુઆરીના ફિલ્મ એનાઉન્સ કરો, નહીંતર સુસાઇડ કરી લઇશ

નવી દિલ્હી: બોલીવુડના કિંગ શાહરૂખ ખાન (ShahRukh Khan) માટે એક સુપરહિટ ફિલ્મનો દુકાળ પુરો થતો જ નથી. 'ઝીરો' બાદ શાહરૂખ ખાને અત્યાર સુધી કોઇ નવી ફિલ્મની જાહેરાત કરી નથી. લાંબા સમયથી શાહરૂખ ખાન પોતાની ફેમિલી સાથે ક્વોલિટી ટાઇમ વિતાવતા જોવા મળી રહ્યા છે. 2019માં શાહરૂખ ખાનની એક પણ ફિલ્મ રિલીઝ થઇ નથી. હવે તેમના ફેન્સનું ધૈર્ય તૂટી રહ્યું છે. સોશિયલ મીડિયા પર તે ઘણીવાર #WeWantAnnouncementSRK ટ્રેન્ડ કરી ચૂક્યા છે. 

સોશિયલ મીડિયા ટ્રેંડ સુધી તો ઠીક હતો, પરંતુ હવે શાહરૂખ ખાનના ફેન્સ તેમની વાપસી ન કરતાં સુસાઇડની ધમકી આપી રહ્યા છે. એક યૂઝરે લખ્યું કે જો તમે 1 જાન્યુઆરી સુધી પોતાની ફિલ્મની જાહેરાત ન કરી તો હું મારો જીવ આપી દઇશ. ફરી એકવાર બોલી રહ્યો છું જીવ આપી દઇશ. 
if you don't announce your next on 1st January I will sucide

I repeat I will sucide..#ShahRukhKhan

— AniketSRK⚡ (@____SRKFAN____) December 29, 2019

એક યૂઝર બનીએ લખ્યું કે 1 વર્ષથી અમે તમને સ્ક્રીન પર જોયા નથી, પ્લીઝ તમે જાહેરાત કરો. બીજા યૂઝરે લખ્યું કે આશા વિના આદમી જીવિત ન રહી શકે. હું તમારી ફિલ્મો ફક્ત થિયેટરમાં જ જોવું છું. હું તમારા વિના જીંદગીની કલ્પના પણ ન કરી શકું. મેં 1 વર્ષથી તમારી કોઇ ફિલ્મ જોઇ નથી. અમે ઇચ્છીએ છીએ કે તમારી ધમકા સાથે વાપસી થાય. એક યૂઝરે તો એ પણ લખ્યું કે હું મારા અંતિમ શ્વાસ સુધી તમને પ્રેમ કરીશ. 

— VEER PRATAP SINGH 🚩 (@SRKVEERSINGH) December 28, 2019

યૂઝર નિકુંજ શર્માએ લખ્યું કે તમે તમારા માટે ફક્ત સ્ટાર નથી. તમે અમારા બાળપણને સુંદર બનાવ્યું છે. તમારામાંથી પ્રેરણા મળી છે. તો બીજી તરફ જુનૈદ ખાને લખ્યું કે શાહરૂખ તમે તમારો સમય લો. અમે જાણીએ છીએ કે તમે બેસ્ટ છો.  

તમને જણાવી દઇએ કે શાહરૂખ ખાન 2018માં 'ઝીરો'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં તેમની સાથે કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા હતા. ફિલ્મની કહાની લઇને મોટાભાગના લોકોનો નેગેટિવ રિસ્પોન્સ મળ્યો હતો, જોકે ફિલ્મમાં શાહરૂખ, અનુષ્કા અને કેટરીનાની એક્ટિંગની પ્રશંસા કરી હતી. હવે જોવાનું એ પણ છે કે શાહરૂખ ખાન પોતાની આગામી ફિલ્મની જાહેરાત ક્યારે કરે છે. સાંભળવા મળ્યું છે કે યશ રાજ બેનરની 'ધૂમ 4'થી વાપસી કરી શકે છે, જોકે આ સમાચાર હજુ સુધી કંફોર્મ નથી. 

— Nilesh Kumar (@NileshK87837688) December 31, 2019

ચોકસ, આજે શાહરૂખ ખાન એક હિટ માટે તરસી રહ્યા હોય, પરંતુ એ ભૂલવું ન જોઇએ કે તેમણે ઇંન્ડસ્ટ્રી પર એકહથ્થું રાજ કર્યું છે. દીવાના, દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં, ડર, દિલ તો પાગલ હૈ, ડોન, કુછ કુછ હોતા હૈ, દિલવાલે, રઇસ, દેવદાસ, કરણ અર્જુન, માઇ નેમ ઇઝ ખાન, કભી ખુશી કભી ગમ, બાજીગર, ઓમ શાંતિ ઓમ, પરદેશ અને ચક દે ઇન્ડીયા જેવી સુપરહિટ ફિલ્મો આપી છે.

— AMAN (@Aman__Srk4life_) December 28, 2019

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news