કોને પરણશે શ્રદ્ધા કપૂર? પિતા શક્તિ કપૂરે કરી નાખ્યો જોરદાર ખુલાસો
શ્રદ્ધાના લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો શક્તિએ કહ્યું કે દરેક પિતા ઈચ્છે છે કે તેની પુત્રીના લગ્ન સારા અને સન્માનિત પરિવારમાં થાય.
Trending Photos
નવી દિલ્હી: બોલિવૂડ અભિનેતા શક્તિ કપૂરનુ કહેવું છે કે તેની પુત્રી અને અભિનેત્રી શ્રદ્ધા કપૂર પોતાની પસંદના વ્યક્તિ સાથે લગ્ન કરશે. શક્તિ કપૂર પોતાની આગામી ફિલ્મ ધ જર્ની ઓફ કર્માના પોસ્ટર અને ટીઝરના રિલીઝ સમયે પત્રકારો સાથે વાત કરી રહ્યો હતો. શ્રદ્ધાના લગ્ન અંગે પૂછવામાં આવ્યું તો શક્તિએ કહ્યું કે દરેક પિતા ઈચ્છે છે કે તેની પુત્રીના લગ્ન સારા અને સન્માનિત પરિવારમાં થાય. મારી દુઆ છે કે તે પર્સનલ અને વ્યવસાયિક જીવનમાં આગળ વધે. એક પિતા તરીકે હું વિચારું છું કે તમારે તમારા બાળકને થોડીક આઝાદી આપવી પડશે કારણ કે હવે તે સમય જતો રહ્યો કે માતા પિતા પોતાના બાળકોના લગ્ન પોતાની મરજી મુજબ કરાવતા હતાં.
પુત્રીની અપાર મહેનતથી ખુશ છે શક્તિ
શક્તિ કપૂરે કહ્યું કે આપણે હવે તેમના જીવનસાથી સહિત દરેક મામલામાં તેમની પસંદ પૂછવી પડે છે. હાલ તે પોતાની કેરિયરમાં ખુબ વ્યસ્ત છે. પરંતુ તે પોતાની વૈવાહિક યોજનાઓ અંગે જ્યારે પણ જણાવશે કે તે પોતાની પસંદની વ્યક્તિ સાથે લગ્ન કરવાની છે, તો અમને તેના ઉપર કોઈ આપત્તિ નહીં હોય. શ્રદ્ધા ભારતીય બેડમિન્ટન સ્ટાર સાઈના નહેવાલના જીવન પર આધારિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે. શક્તિ કપૂરે કહ્યું કે તેને ખુશી છે કે તેની પુત્રી પડકારવાળી ભૂમિકાઓ પર ખુબ મહેનત કરી રહી છે.
શક્તિ કપૂરનું અસલ નામ સુનિલ કપૂર હતુ
શક્તિ કપૂરે પોતાની ફિલ્મી કારકિર્દી વિશે કહ્યું કે મારી ફિલ્મી સફર ખુબ જ સારી રહી અને મારા બાળકો પણ પોતાના જીવનમાં સારુ કરી રહ્યાં છે. આ બધી ભગવાનની કૃપા છે અને દર્શકોના આશીર્વાદ છે. દત્ત પરિવારના નજીકના શક્તિ કપૂર, રાજકુમાર હિરાનીની રણવીર કપૂર અભિનિત ફિલ્મ સંજૂનું ટીઝર જોઈને ખુબ ખુશ થયો. આ ફિલ્મ સંજય દત્તના જીવન પર આધારિત છે. તેણે કહ્યું કે મને લાગે છે કે સંજૂનું ટીઝર લાજવાબ છે. અને અત્યાર સુધી મે જોયેલા સૌથી સારા ટીઝરોમાંનુ એક છે. શક્તિ કપૂરે એમ પણ કહ્યું કે તેનું સાચુ નામ સુનિલ કપૂર છે. પરંતુ દિવંગત સુનિલ દત્તે તેનું નામ શક્તિ કપૂર કર્યુ હતું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે