યશરાજની નેકસ્ટ ફિલ્મમાં રણવીર ? આલિયા-દીપિકાને પછાડીને આ બનશે હિરોઇન 

પદ્માવત, સિમ્બા અને ગલી  બોય જેવી બ્લોકબસ્ટ ફિલ્મ આપ્યા પછી બોલિવૂડ એક્ટર રણવીર સિંહ નવી જનરેશનનો મોટો સ્ટાર બની ગયો છે. રણવીર 2018નો સૌથી વધારે કમાણી કરનાર હિરો બની ગયો છે. આજે દરેક મોટું પ્રોડક્શન હાઉસ પોતાની ફિલ્મમાં રણવીરને સાઇન કરવા ઇચ્છે છે

યશરાજની નેકસ્ટ ફિલ્મમાં રણવીર ? આલિયા-દીપિકાને પછાડીને આ બનશે હિરોઇન 

મુંબઈ : પદ્માવત, સિમ્બા અને ગલી  બોય જેવી બ્લોકબસ્ટ ફિલ્મ આપ્યા પછી બોલિવૂડ એક્ટર રણવીર સિંહ નવી જનરેશનનો મોટો સ્ટાર બની ગયો છે. રણવીર 2018નો સૌથી વધારે કમાણી કરનાર હિરો બની ગયો છે. આજે દરેક મોટું પ્રોડક્શન હાઉસ પોતાની ફિલ્મમાં રણવીરને સાઇન કરવા ઇચ્છે છે. 

બોલિવૂડની લેટેસ્ટ અપડેટ પ્રમાણે રણવીરે હાલમાં યશરાજ બેનરની નવી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મને બહુ મોટા બજેટમાં બનાવવાનું પ્લાનિંગ છે. માહિતી પ્રમાણે આ ફિલ્મમાં રણવીર સાથે કોઈ નવી હિરોઇનને સાઇન કરવામાં આવશે. એક મીડિયા પોર્ટલે આપેલી માહિતી પ્રમાણે મિસ વર્લ્ડ માનુષી છિલ્લરને આ ફિલ્મ માટે ફાઇનલ કરી દેવામાં આવી છે. આ ફિલ્મનું ડિરેક્શન મનીષ મલ્હોત્રા કરશે અને થોડા મહિનાઓ પછી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થશે.

માનુષી છિલ્લર કોરિયોગ્રાફર અને ડિરેક્ટર ફરાહ ખાનની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી લેશે. આ ફિલ્મને રોહિત શેટ્ટીના બેનર હેઠળ બનાવવામાં આવશે. આ પછી તે યશરાજ બેનરની ફિલ્મ શરૂ કરશે. રણવીરે પોતાની કરિયરની શરૂઆત યશરાજ ફિલ્મ્સની બેન્ડ બાજા બારાતથી કરી હતી અને પછી તેની કરિયર બોલિવૂડમાં પુરપાટ ગતિથી દોડવા લાગી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news