Gujarat Corona Update: કોરોનાનાં નવા 1026 કેસ, 744 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા

ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે આજે તો રેકોર્ડ બ્રેક 1026 નવા દર્દીઓ આવ્યા હતા. જો કે આજે એક સાથે 1026 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 744 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,62,682 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

Gujarat Corona Update: કોરોનાનાં નવા 1026 કેસ, 744 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા

અમદાવાદ : ગુજરાતમાં દિવસેને દિવસે કોરોનાનો આંકડો સતત વધી રહ્યો છે. એક સમયે સરેરાશ 200-250 કેસ આવતા હતા તેની જગ્યાએ હવે છેલ્લા 15 દિવસથી સરેરાશ 900ની આસપાસ કેસ આવતા હતા. જો કે આજે તો રેકોર્ડ બ્રેક 1026 નવા દર્દીઓ આવ્યા હતા. જો કે આજે એક સાથે 1026 નવા કોરોનાના દર્દી નોંધાયા હતા. જો કે સામે પક્ષે 744 દર્દીઓ સાજા થઇને ઘરે પણ પરત ફર્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,62,682 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. 

રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજે કુલ 4,16,520 લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. જે પૈકી 4,13,819 લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે અને 2701 લોકોને ખાનગી અથવા સરકારી ફેસિલિટીમાં ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. આજનાં રાજ્યના એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો હાલ કુલ 11861 એક્ટિવ કેસ છે. જ્યારે 82 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 11779 સ્ટેબલ છે. 36403 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 2201 લોકોનાં મોત નિપજ્યાં છે. આ ઉપરાંત રાજ્યમાં આજના દિવસમાં 34 લોકોનાં મોત નિપજ્યાં છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 5, સુરત કોર્પોરેશન 14, સુરતમાં 7 વડોદરા કોર્પોરેશન 2, અમદાવાદમાં 1, ભાવનગર કોર્પોરેશન 1, ગીર સોમનાથ 1, જામનગર કોર્પોરેશન 1, કચ્છમાં 1 અને પાટણમાં 1 સહિત કુલ 34 લોકોનાં મોત નિપજ્યાં છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news