હાર્દિકના ઉપવાસનો 18મો દિવસ, ઉત્તરાખંડના પૂર્વ સી.એમ હરીશ રાવત કરશે મુલાકાત
ઉપવાસના 18માં દિવસે ઉત્તરાખંડના પૂર્વ સી.એમ હરીશ રાવત આજે હાર્દિક પટેલની ઉપવાસ છાવણીની મુલાકાત લેવા માટે પહોચશે
Trending Photos
અમદાવાદ: હાર્દિક પટેલના ઉપવાસ આંદોલન શરૂ થયે આજે 18મો દિવસ છે. મોટી સંખ્યામાં રાજકીય નેતાઓ હાર્દિક પટેલની મુલાકાત લઇ રહ્યા છે. હાર્દિક પટેલ ખેડૂતોની દેવા માફી અને પાટીદારોને અનામત આપવાની માંગ સાથે અલ્પેશ કથિરીયાની જેલ મુક્તી કરવા માટેની માંગ સાથે હાર્દિકે ઉપવાસ શરૂ કર્યા છે. ઉપવાસના 18માં દિવસે ઉત્તરાખંડના પૂર્વ સી.એમ હરીશ રાવત આજે હાર્દિક પટેલની ઉપવાસ છાવણીની મુલાકાત લેવા માટે પહોચશે. જ્યારે તેમની સાથે પ્રકાશ આંબેડકર પણ હાર્દિક સાથે મુલાકાત કરે તેવી શક્યાતાઓ છે.
પાટીદાર ધાર્મિક સંસ્થાઓની હાર્દિકના મુદ્દાઓ સાથે કરી શકે છે સરકાર સમક્ષ રજૂઆત
હાર્દિક પટેલના મુદ્દાઓ સાથે પાટીદારની ઉમિયાધામ અને ખોડલધામ જેવી ધાર્મિક સંસ્થાઓ સરકાર સમક્ષ આજે રજૂઆત કરે તેવી શક્યતાઓ છે. મહત્વનું છે, કે ખોડધામ નરેશ પટેલ થોડા દિવસ અગાઉ હાર્દિક સાથે મુલાકાત કરીને તેના મુદ્દા વિશે ચર્ચા કરી હતી. અને ત્યાર બાદ નરેશ પટેલે પણ પાટીદારોની મહત્વની સંસ્થાઓ અને પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરીને મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરીને સરકાર સમક્ષ રજૂ કરવા અંગેની વાત કરી હતી.
હાર્દિક પટેલ સાથે જિજ્ઞેશ મેવાણી સાથે કરી મુલાકાત
ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગ્રીનવુડ રિસોર્ટ ખાતે હાર્દિકના નિવાસ સ્થાને જઈ હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હતી. જિજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ વચ્ચે વાતચીત પણ થઈ હતી. જિગ્નેશે મીડિયા સાથે વાતચીતમાં સરકાર પર પ્રહાર કર્યા હતા. અને સરકાર હાર્દિકને મારી નાખવા ઈચ્છતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જિજ્ઞેશ મેવાણીએ ભાજપ સરકારને અંગ્રેજો કરતા પણ ખરાબ ગણાવી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે