કચ્છ:BSFનું ક્રિકમાં સર્ચ ઓપરેશન, છેલ્લા 24 કલાકમાં 3 બોટ અને એક ઘૂસણખોર ઝડપાયા

બીએસએફ દ્વારા ક્રિકમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે જે હેઠળ પહેલા 2 બોટ અને એક ઘૂસણખોર ઝડપાયો હતો. ત્યારબાદ રાત્રીના રોજ વધુ એક બોટ ઝડપાઈ હતી.

કચ્છ:BSFનું ક્રિકમાં સર્ચ ઓપરેશન, છેલ્લા 24 કલાકમાં 3 બોટ અને એક ઘૂસણખોર ઝડપાયા

ભૂજ: ગુજરાતના સરહદને અડીને આવેલા જિલ્લા કચ્છમાં બોર્ડર સિક્યોરિટી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ સર્ચ ઓપરેશનમાં બીએસએફએ બે બોટ અને એક ઘૂસણખોરને ઝડપી લીધો છે. જો કે બોટમાં સવાર અન્ય પાંચ લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યાં. ઝડપાયેલા ઘૂસણખોરનું નામ અબ્દુલ માજીદ છે તથા તેની પાસેથી એક મોબાઇલ પણ મળી આવ્યો છે.

મળતી અન્ય માહિતી મુજબ આ બોટમાંથી એક ક્વિન્ટલ માછલી પણ મળી આવી છે. ઘૂસણખોરને નારાયણ સરોવર પોલીસને સોંપવામાં આવશે. બીએસએફ દ્વારા ક્રિકમાં સર્ચ ઓપરેશન યથાવત છે, અને 24 કલાકમાં 3 બોટ અને એક ઘૂસણખોરને ઝડપી લીધા છે. પહેલા 2 બોટ અને એક ઘૂસણખોર ઝડપાયો હતો. ત્યારબાદ રાત્રીના રોજ વધુ એક બોટ ઝડપાઈ હતી. પકડાયેલા ઘૂસણખોરની ઉંમર 17 વર્ષ છે.

બીએસફના 80થી વધુ જવાનોની ટુકડી દ્વારા કોમ્બિંગ હાથ ધરાતા વધુ એક બોટ બીએસફના હાથે લાગી હતી. બોટમાં સવાર પાંચ લોકો ભાગી છૂટવામાં સફળ રહ્યાં હતાં. બીએસએફની સાથે સ્થાનિક માછીમારો પણ ઓપરેશનમાં સામેલ થયા હતાં. લખપતવારી ક્રિકના માઉથ પાસે સરક્રિકથી માંડ 12 કિલોમીટર દૂર આ બોટ અને ઘૂસણખોર ઝડપાયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news