વડોદરા : IPLની હૈદરાબાદ-બેંગ્લોરની મેચમાં સટ્ટો રમતા 3 સટોડિયા પકડાયા

વડોદરામાં આઇપીએલ મેચ પર રમાતો સટ્ટો ઝડપાયો છે. પીસીબી પોલીસે સટ્ટો રમતા 3 સ્ટોડિયાની ધરપકડ કરી છે. આ ત્રણેય છાણીમાં આવેલ એટલાટીક્સ વિલાસ બંગ્લોઝમાં IPLની હૈદરાબાદ તેમજ રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા.  

વડોદરા : IPLની હૈદરાબાદ-બેંગ્લોરની મેચમાં સટ્ટો રમતા 3 સટોડિયા પકડાયા

રવિ અગ્રવાલ/વડોદરા :વડોદરામાં આઇપીએલ મેચ પર રમાતો સટ્ટો ઝડપાયો છે. પીસીબી પોલીસે સટ્ટો રમતા 3 સટોડિયાની ધરપકડ કરી છે. આ ત્રણેય છાણીમાં આવેલ એટલાટીક્સ વિલાસ બંગ્લોઝમાં IPLની હૈદરાબાદ તેમજ રોયલ ચેલેન્જ બેંગ્લોર વચ્ચે રમાતી ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યા હતા.  

આઈપીએલ રમાઈ રહી છે. જેને કારણે સટોડિયાઓની હલચલ પણ તેજ બની ગઈ છે. વડોદરાના છાણી રોડ પર આવેલ એટલાન્ટીસ વિલામાં રહેતો સટોડિયા ધ્રુવેશ પટેલ નામનો યુવક સટ્ટો રમે છે તેવી માહિતી પોલીસને મળી હતી. જેથી પીસીબીએ રવિવારે મોડી સાંજે બંગ્લોઝમાં રેડ પાડી હતી. જેમાં પોલીસને ધ્રુવેશ તથા તેના સાથીઓ સટ્ટો રમતા જોવા મળ્યા હતા. પીસીબીએ કૃણાલ શાહ, નિશીત અમીન, સટ્ટો રમનાર અને ધ્રુવેશ પટેલ નામના શખ્સોની ધરપકડ કરી છે. જેમની પાસેથી 2 લક્ઝુરિયસ કાર, મોબાઈલ, ટીવી અને રોકડ સાથે રૂપિયા 30.21 લાખનો મુદ્દામાલ કબજે કરાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news