કોળીયાકના દરિયામાં અસ્થિ વિસર્જન માટે આવેલા પરિવારનાં 3 લોકો તણાતા મોત
Trending Photos
નવનીત દલવાડી/ ભાવનગર : નજીકનું કોળિયાક એટલે કે નિષ્કલંક મહાદેવ મંદિર આવેલું છે. આ દરિયામાં અસ્થિ વિસર્જન માટે બાવળાનો પરિવાર આજે કોળિયાક આવ્યો હતો. જેમાં બાવળાના લાભુભાઈ રમતુંભાઈ નાયક પોતાની પત્ની,પુત્ર અને પુત્રી અસ્થિ વિસર્જન માટે આવ્યા બાદ લાભુભાઈ પોતાના 13 વર્ષના પુત્ર જયેશ અને 17 વર્ષીય પુત્રી સરોજ સાથે દરિયામાં નહવા પડ્યા હતા.
જો કે હાલ હવામાન વિભાગ દ્વારા દરિયામાં કરંટ હોવાના કારણે કોઇ પણ પ્રવૃતિની મનાઇ કરવામાં આવી છે. એટલે સુધી કે માછીમારોને દરિયો નહી ખેડવા માટે પણ સુચના આપવામાં આવી છે. હાલ દરિયો ખુબ જ તોફાની હોવાથી સહેલાણીઓને પણ દરિયાથી દુર રાખવા માટે જણાવાયું છે. તેવામાં કોળિયાકનાં દરિયો સામાન્ય દિવસોમાં પણ ભારે કરંટ ધરાવતો હોય છે. હાલ સિઝનના કારણે વધારે ઉંચા મોજા ઉચલી રહ્યા છે. તેમ છતા પણ નહાવા માટે પડેલાત્રણ લોકો પ્રાથમિક તબક્કે દરિયામાં તણાયા હતા.
આ ત્રણેય દરિયાના ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા લાભુભાઈની પત્નીએ બુમાબુમ મચાવી હતી. લોકોના ટોળા દરિયા કિનારે ઉમટી પડ્યા હતા. થોડા કલાકો બાદ ત્રણેયના મૃતદેહ જ હાથ લાગ્યા હતા. ઘટના અંગે જાણ થતા સ્થાનિક પોલીસ પણ તાબડતોબ ત્યાં પહોંચી ગઇ હતી. હાલ આ પિતા, પુત્ર અને પુત્રીની લાશ ને પીએમ માટે કોળિયાક સરકારી દવાખાને લઈ જવાયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે