ટ્વિટરે જમ્મૂ-કાશ્મીરને ગણાવ્યો ચીનનો ભાગ, ગુસ્સે થયેલા લોકોએ રવિશંકર પ્રસાદ પાસે કરી કાર્યવાહીની માગ
ઘણા લોકોએ પ્રસાદ અને સરકારને ટ્વિટર ઈન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું છે. એક વ્યક્તિએ કહ્યું- ટ્વિટર ઈન્ડિયા... તો તમારા અનુસાર લેહ પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ છે.
Trending Photos
નવી દિલ્હીઃ ટ્વિટર ઈન્ડિયાએ ટાઇમલાઇન પર જમ્મૂ તથા કાશ્મીરને પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ ગણાવી દીધો, ત્યારબાદ વિવાદ શરૂ થઈ ગયો છે. આ મામલાને ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના ફેલો કંચન ગુપ્તાએ ઉઠાવ્યો છે. તેમને ખ્યાલ આવ્યો કે ટ્વીટમાં જમ્મૂ-કાશ્મીરને ચીનનો ભાગ દર્શાવવામાં આવી રહ્યો છે.
ગુપ્તાએ ટેલિકમ્યુનિકેશન્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદને ટેગ કરતા લખ્યુ, તો ટ્વિટરે જમ્મૂ તથા કાશ્મીરના ભૂગોળને બદલવાનો નિર્ણય લીધો છે અને જમ્મૂ તથા કાશ્મીરને પીપુલ્સ રિપલ્બિક ઓફ ચાઇનાના ભાગના રૂપમાં દેખાડવાનો નિર્ણય કર્યો છે. શું આ ભારતના કાયદાનો ભંગ નથી? ભારતમાં તો લોકોને નાની-નાની વાત પર પરેશાન કરવામાં આવે છે. શું અમેરિકી બિગ ટેક કંપની કાયદાથી ઉપર છે?
ઘણા લોકોએ પ્રસાદ અને સરકારને ટ્વિટર ઈન્ડિયા વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કહ્યું છે. એક વ્યક્તિએ કહ્યું- ટ્વિટર ઈન્ડિયા... તો તમારા અનુસાર લેહ પીપુલ્સ રિપબ્લિક ઓફ ચાઇનાનો ભાગ છે. તો એક અન્યએ પ્રસાદને મામલામાં કાર્યવાહીનો આગ્રહ કરતા કહ્યું, મહેરબાની કરીને આ મામલાને જુઓ અને યોગ્ય કાર્યવાહી કરો. આ યોગ્ય સમય છે કે આ મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને તેની મૂર્ખતા માટે પાઠ ભણાવવામાં આવે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે