Vadodara: સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 3 દર્દીઓ થયા સાજા, દોઢ મહિનાથી હતા સારવાર હેઠળ

વડોદરામાં (Vadodara) મ્યુકોરમાઈકોસિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે

Vadodara: સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના 3 દર્દીઓ થયા સાજા, દોઢ મહિનાથી હતા સારવાર હેઠળ

રવિ અગ્રવાલ/ વડોદરા: વડોદરામાં (Vadodara) મ્યુકોરમાઈકોસિસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સયાજી હોસ્પિટલમાં (Sayaji Hospital) મ્યુકોરમાઇકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા દોઢ મહિનાથી દર્દીઓ સારવાર હેઠળ હતા. દર્દીઓએ કોરોના બાદ મ્યુકોરમાઇકોસિસને (Mucormycosis) હરાવ્યો છે.

વડોદરાની સયાજી હોસ્પિટલમાં (Vadodara Sayaji Hospital) મ્યુકોરમાઈકોસિસના 3 દર્દીઓ સાજા થયા છે. ભરૂચ, અંકલેશ્વર અને વડોદરાના 3 મહિલા દર્દીઓએ મ્યુકોરમાઈકોસિસસને (Mucormycosis) હરાવ્યો છે. નઝમા પટેલ, રજનીબેન વાડેકર અને દર્શના પટેલે મ્યુકોરમાઈકોસિસને માત આપી છે. છેલ્લા એક દોઢ મહિનાથી દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા.

કોરોના થયા બાદ મ્યુકોરમાઈકોસિસસનો (Mucormycosis) રોગ થયો હતો. 57 વર્ષીય રજનીબેન પટેલની તો આંખ પણ કાઢવી પડી છતાં મ્યુકોરમાઈકોસિસસને હરાવ્યો છે. રજનીબેન પટેલે જણાવ્યું હતું કે, મ્યુકોરમાઈકોસિસસથી ડરવું નહિ પણ સમયસર સારવાર કરાવો તે જરૂરી છે.

ઉલ્લેખનીય છે કે, આ અગાઉ વડોદરાની સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસિસના વધુ 12 દર્દીઓ દાખલ થયા હતા. ત્યારે સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસના કુલ 107 દર્દી સારવાર હેઠળ હતા. જેમા વધુ 3 દર્દીના મોત થયા છે. સયાજી હોસ્પિટલમાં મ્યુકોરમાઈકોસીસ માટે વધુ એક નવો વોર્ડ શરૂ કરાયો હતો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news