‘300 કરોડનો હાર પહેરી’ ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળી બાલા બહુચરની પાલખી યાત્રા

દશેરાના દિવસે બહુચરાજી મંદિરેથી માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયતએ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે. જેની અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

Updated By: Oct 8, 2019, 11:21 PM IST
‘300 કરોડનો હાર પહેરી’ ગાર્ડ ઓફ ઓનર સાથે નિકળી બાલા બહુચરની પાલખી યાત્રા

તેજસ દવે/મહેસાણા: દશેરાના દિવસે બહુચરાજી મંદિરેથી માઁ બાલા બહુચરની અનોખી પાલખી યાત્રા નીકળી હતી. અને આ પાલખી યાત્રાની ખાસિયતએ હોય છે કે, માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે. એટલું જ નહિ વર્ષમાં આજના દિવસે જ માતાજીને ગાયકવાડ સમયનો નવલખો હાર પહેરાવવામાં આવે છે. જેની અંદાજીત કિંમત ૩૦૦ કરોડથી વધુ આંકવામાં આવી રહી છે.

બાલા ત્રિપુરા સુંદરી માઁ બહુચરનું મંદિર છેલ્લા ત્રણસો વર્ષથી લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર રહ્યુ છે. આ મંદિરમાં માતાજીને નીતનવીન આભૂષણ પહેરાવાની ગાયકવાડ સમયથી પ્રલાણી ચાલી આવે છે. પરંતુ આ તમામ આભૂષણોમાં જો કોઇ સૌથી ઉપર હોય તો તે નવલખો હાર છે. આ હાર માતાજીને વર્ષો પૂર્વે માનાજીરાવ ગાયકવાડ દ્વારા ભેટ અપાયેલો છે. ત્યારથી આ મંદિરમાં દર દશેરાએ માતાજીને આ હાર પહેરાવાની પરંપરા ચાલી આવે છે.

વિસનગર: અશ્વદોડ સ્પર્ધાની 200 વર્ષ જૂની પરંપરા, વાયુ વેગે દોડ્યા ઘોડા

પાંચેક વર્ષ અગાઉ ઝવેરીઓએ આંકેલી અંદાજીત કિંમત મુજબ આ હાર રૂપિયા ૩૦૦ કરોડથી વધુનું બજાર મૂલ્ય ધરાવે છે. આ હાર સલામતીના કારણોસર વર્ષ દરમિયાન માતાજીના અલંકારોમાંથી બાકાત રહે છે. પરંતુ દશેરાના દિવસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ હાર માતાજીને પહેરાવાની વર્ષોથી ચાલી આવતી પરંપરાને આજે પણ મંદિર યથાવત રાખી છે.

રાજસ્થાનના સીએમ ગેહલોતે દારૂ પીધેલી હાલતમાં નિવેદન આપ્યું: પ્રદિપસિંહ જાડેજા

300 વર્ષ પૂર્વે માનાજીરાવ ગાયકવાડે પાઠાનો રોગ મટી જતાં માતાજીને નવલખો હાર ભેટ આપ્યો હતો. આ હારનું તે વખતે મૂલ્ય નવ લાખ રૂપિયા હતુ. આ કારણોસર તે હારને નવલખો હાર નામ અપાયુ હતુ. પણ સમય જતાં આ હારનું મૂલ્ય વધતુ ચાલ્યુ અને આજે તેની બજાર કિંમત રૂપિયા ૩૦૦ કરોડને આંબી ગઇ છે. આ હારની વિશેષતા એ છે કે, પ્રથમ નજરે જોવામાં આવે તો હાર સામાન્ય લાગે છે. પરંતુ લીલા, વાદળી અને સફેદ રંગના નીલમથી તૈયાર થયેલો આ હાર જ્યારે નજીક જઇને જોવામાં આવે ત્યારે તે કઇક અલગ જ લાગે છે.

વાયુસેના દિવસની ઉજવણી, પાયલોટે સાયકલ ચલાવી આપ્યો ફિટ ઇન્ડિયાનો સંદેશ

હારમાં જડાયેલા નીલમ પૈકી પ્રત્યેક નીલમનું મૂલ્ય કરોડોમાં છે. આ કારણે આ હારને આખુ વર્ષ મંદિર સલામત સ્થળે રાખે છે. અને દશેરાના દિવસે જ મંદિરના ત્રણ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ હારને માતાજીના શણગારમાં લેવાય છે. જો કે, આવનાર લોકો આ હાર જોઇને અચંબિત થઇ જાય છે. અને જયારે માતાજીની પાલખી યાત્રા નીકળે છે ત્યારે  માતાજીને અપાતું ગાર્ડ ઓફ ઓનરનો સમય એ અનોખી ક્ષણ બની જાય છે. આમ તો દેવ દેવીના ચરણે ભેટ ધરાવવાની પ્રલાણી વર્ષોથી ચાલી આવે છે. પરંતુ સમગ્ર ગુજરાતના મંદિરોમાં સૌથી મોંઘી ભેટ પ્રાપ્ત કરનાર આ એક માત્ર મંદિર છે. અને આ જ કારણે બેચરાજી મંદિરની કુલ સંપત્તિ કરોડોને આંબી ગઇ છે.

જુઓ LIVE TV