ગુજરાતમાં અહીં ડોગ શોમાં અલગ-અલગ બ્રિડના ડોગ બન્યા આકર્ષણનું કેન્દ્ર, તમે કહેશો 'SO CUTE'

ઘરે શ્વાન પાળવો નાના બાળકોથી લઈ મોટેરાંઓનો શોખ હોવા સાથે હવે સમાજમાં એક સ્ટેટસ સિમ્બોલ બની રહ્યો છે. ત્યારે દુનિયાના વિવિધ પ્રજાતિના શ્વાન પાળવામાં ઘણા લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે.

ગુજરાતમાં અહીં ડોગ શોમાં અલગ-અલગ બ્રિડના ડોગ બન્યા આકર્ષણનું કેન્દ્ર, તમે કહેશો 'SO CUTE'

ધવલ પારેખ/નવસારી: શ્વાનને માણસનો સૌથી પ્રિય અને પ્રમાણિક સાથી માનવામાં આવે છે. ત્યારે દુનિયાના અલગ અલગ પ્રજાતિના શ્વાન અને તેમને પાળવાનો લોકોમાં ક્રેઝ બની રહ્યો છે. ત્યારે શ્વાન પાલન તેમની ચિકિત્સાની તમામ માહિતી મળી શકે એવા ઉમદા ઉદ્દેશ્ય નવસારી પાલિકાના ગ્રાઉન્ડમાં યોજાયેલા ડોગ શોમાં વિભિન્ન પ્રકારની 32 જાતિના 150 થી વધુ શ્વાન જોવા મળ્યા હતા. જેમાંથી શ્રેષ્ઠ શ્વાનને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. 

ઘરે શ્વાન પાળવો નાના બાળકોથી લઈ મોટેરાંઓનો શોખ હોવા સાથે હવે સમાજમાં એક સ્ટેટસ સિમ્બોલ બની રહ્યો છે. ત્યારે દુનિયાના વિવિધ પ્રજાતિના શ્વાન પાળવામાં ઘણા લોકો હજારો રૂપિયાનો ખર્ચો કરતા હોય છે. જેની સાથે પોતાનો શ્વાન બીજાથી શ્રેષ્ઠ છે, એ બતાવવાના પ્રયાસ પણ લોકો કરે છે. નવસારી એનિમલ સેવીંગ ગ્રુપ દ્વારા આજે નવમાં ડોગ શોનું આયોજન કર્યુ હતું. જેમાં નવસારી, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, પુના, હરિયાણા, પંજાબ, ઉત્તરપ્રદેશથી શ્વાન પાળનારા લોકો પોતાના શ્વાન લઈને આવ્યા હતા. અલગ અલગ 32 પ્રજાતિના 150 થી વધુ શ્વાન સાથે તેના માલિકોએ ડોગ શોમાં ભાગ લીધો હતો. જેમાં જર્મન શેફર્ડ, કેન કોરસો, ગ્રેટ ડેન, શીત્ઝુ, પગ, ચાઉ-ચાઉ, ડોબરમેન, સાયબિરયન હસ્કી, પોમેરિયન, ફ્રેંચ બુલડોગ, બિગલ, ઈંગ્લીશ પોઈન્ટર વગેરે ડોગની પ્રજાતિનો સમાવેશ થાય છે.

નવસારી પાલિકાના ગ્રાઉન્ડમાં આયોજિત ડોગ શોમાં વેટરનરી ડોક્ટરોએ પણ શ્વાનને નિશુલ્ક તપાસ્યા હતા. સાથે જ શ્વાનને ઋતુ અનુસાર લેવી રીતે રાખવા, જેમકે ઉનાળામાં કેટલું ક્યારે પાણી પીવડાવવું, શું ખવડાવવું શું ધ્યાન રાખવું જેવી વાતો પણ સમજાવવામાં આવી હતી. 

આ સાથે જ શ્વાન કેવી રીતે રાખવા અને તેમને કેવી રીતે તાલીમ આપવી, ગૃમિંગ લઈ રીતે કરી શકાય, જેવી માહિતી આપી શ્વાન માલિકો તેમજ નવસારીની જનતાને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કારણ લોકો શ્વાન પાળી તો લે છે, પણ તેમનું ધ્યાન કેવી રીતે રાખવું એ શીખતા નથી. જેથી ડોગ શો દ્વારા પાલતુ પ્રાણીઓને કેવી રીતે રાખવા એની સમજ આપવામાં આવી હતી. શોમાં અલગ અલગ શ્વાન જોઈને લોકો અભિભૂત થયા હતા, તેમજ શ્વાન સાથે સેલ્ફી પણ લીધી હતી.

આજના ડોગ શોમાં શ્રેષ્ઠ શ્વાનને તેમની ઉંમર, સાઈઝ અને માલિક દ્વારા તેને આપેલ તાલીમ, શ્રેષ્ઠ હેન્ડલર તમામ પાસાઓ જોઈ, શ્રેષ્ઠ શ્વાન અને તેના માલિકને ટ્રોફી, મેડલ તેમજ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news