close

News Wrapએડિટરની પસંદગીના મુખ્ય સમાચાર મેળવો સીધા તમારા મેઇલબોક્સમાં

ગજબનો કિસ્સો....પત્ની પ્રેમી પાસે જવા ઈચ્છતી હતી, 71 ઘેટા લઈને પતિએ જવા દીધી 

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક અજીબોગરીબ પ્રેમ કહાની સામે આવી છે. જેમાં ચુકાદો આપતા બિરાદરીની પંચાયતે 71 ઘેંટા લઈને પત્નીને પ્રેમીના હવાલે કરી દેવાઈ. ઘેટાના બદલે પત્નીને પ્રેમીને સોંપવાનો પંચાયતનો આ અનોખો નિર્ણય વિસ્તારમાં ખુબ ચર્ચામાં છે. 

Viral Raval Viral Raval | Updated: Aug 19, 2019, 01:35 PM IST
ગજબનો કિસ્સો....પત્ની પ્રેમી પાસે જવા ઈચ્છતી હતી, 71 ઘેટા લઈને પતિએ જવા દીધી 

ગોરખપુર (પ્રદીપ તિવારી): ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક અજીબોગરીબ પ્રેમ કહાની સામે આવી છે. જેમાં ચુકાદો આપતા બિરાદરીની પંચાયતે 71 ઘેંટા લઈને પત્નીને પ્રેમીના હવાલે કરી દેવાઈ. ઘેટાના બદલે પત્નીને પ્રેમીને સોંપવાનો પંચાયતનો આ અનોખો નિર્ણય વિસ્તારમાં ખુબ ચર્ચામાં છે. 

ગોરખપુરના બેલીપાર વિસ્તારના એક ગામમાં એક મહિલાની કિંમત 71 ઘેટા લગાવવામાં આવી. આ મુદ્દે બંને પક્ષ રાજી પણ થઈ ગયાં. મહિલા પ્રેમી સાથે જતી રહી. ત્યારબાદ પ્રેમીના પિતાએ ઘેટાની વાપસી માટે મહિલાને પાછી મોકલવાની વાત કરી છે. જ્યારે મામલો પોલીસ સુધી  પહોંચ્યો તો પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ. 

પિપરાઈચ વિસ્તારના 22 વર્ષનો યુવક ઉમેશ 22 જુલાઈના રોજ ગામની એક મહિલાને લઈને ભાગી ગયો. બંને પક્ષના લોકોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યાં. ત્યારબાદ મહિલાએ પ્રેમીનો હાથ થામ્યો અને તેની સાથે જતી રહી. પાંચ દિવસ પહેલા બંને યુવક બેલીપાર વિસ્તારના એક ગામમાં ઘેટા ચરાવતા આમને સામને વિવાદમાં ઉતર્યાં. તે મહિલા પણ પ્રેમી સાથે હતી. 

બંને વચ્ચે વિવાદ બાદ જ્ઞાતિની પંચાયત બેઠી. પંચોએ પ્રેમીને મહિલાને રાખવા અંગે સવાલ કર્યો તો તેણે જવાબ હામાં આપ્યો. પંચાયતે તે બદલ યુવકને પોતાના અડધા ઘેટા મહિલાના પતિને આપી દેવાનું કહ્યું. જેના પર બંને પક્ષો રાજી થયાં. પ્રેમી પાસે કુલ 142 ઘેટા હતા જેમાંથી 71 ઘેટા મહિલાના પતિને આપી દેવાયા. જેના બદલે પંચાયતે મહિલાને પ્રેમી સાથે જવાની મંજૂરી આપી. 

શુક્રવારે પ્રેમીના પિતાએ ખોરાબાર મથકમાં જઈને કહ્યું કે તેના ઘેટા પાછા આપી દેવામાં આવે. જેના બદલે યુવક તેની પત્નીને લઈ જાય. તેણે મહિલાના પતિ પર ઘેટા ચોરીનો આરોપ લગાવ્યો છે. ખોરાબાર પોલીસે તેમને પિપરાઈચ મથકનો મામલો ગણાવીને ત્યાં મોકલી દીધો. પ્રેમી સાથે ગયેલી મહિલાએ પતિ સાથે જવાની ના પાડી દીધી છે. પ્રેમીએ પણ મહિલાને સ્વીકારી લીધી છે. મહિલાના પતિએ કહ્યું કે અમે કોઈના ઘેટા ચોર્યા નથી. મહિલાના પતિએ પણ 71 ઘેટાના બદલે પત્નીને પ્રેમીના હવાલે કરવાની વાત સ્વીકારી છે. 

આ બાજુ આ મામલે એસએસપી ડો.સુનિલ ગુપ્તાએ જણાવ્યું કે મહિલાને સાથે રાખનારા યુવકના પિતાના કહેવા પર ચોરીનો કેસ દાખલ કર્યો છે. આરોપી પાસેથી બે ઘેટા મેળવીને યુવકના પિતાને સોંપી દેવાયા છે. આ મામલામાં તથ્ય જણાતા આરોપી રાજેશ (મહિલાનો પતિ)ને પોલીસે પકડી લીધો છે. તેમણે જણાવ્યું કે મહિલા અને તેનો પ્રેમી એકસાથે રહેવા પર રાજી છે. આ મામલે કોઈ ફરિયાદ મળી નથી. જ્યારે ફરિયાદ મળશે ત્યારે આગળ કાર્યવાહી થશે. 

દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...