વિરાટે ચાહકોને તેની 11 વર્ષની વન-ડે સફરની કરાવી યાત્રા, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીંલકાની સામે પોતાને ડેબ્યૂ કરનાર ખેલાડી આજે દુનિયાના મહાન બેટ્સમેનમાં સામલે થયો છે. વિરાટે તેની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા

Updated By: Aug 19, 2019, 03:02 PM IST
વિરાટે ચાહકોને તેની 11 વર્ષની વન-ડે સફરની કરાવી યાત્રા, ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા ફોટા

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટના આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 11 વર્ષ પૂરા કર્યા છે. 2008માં શ્રીંલકાની સામે પોતાને ડેબ્યૂ કરનાર ખેલાડી આજે દુનિયાના મહાન બેટ્સમેનમાં સામલે થયો છે. વિરાટે તેની પહેલી ઇન્ટરનેશનલ મેચમાં માત્ર 12 રન બનાવ્યા હતા. વિરાટે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી જેમાં તેણે 2008થી લઇને 2019ની તેની 11 વર્ષની સફરને યાદ કરી છે. વિરાટ કોહલીએ 2008માં ભારતીય અંડર 19ની આગેવાની કરી ટીમને વર્લ્ડ કપ અપાવ્યો હતો. વિરાટ હાલમાં ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મેટની ટીમનો કેપ્ટન છે. વિરાટે પહેલી સેન્ચ્યુરી 2009માં મારી હતી. હવે વિરાટ વન-ડેમાં સદી ફટકારવાના મામલે બીજા સ્થાન પર છે. તે વન-ડેમાં 43 સદી ફટકારી ચુક્યો છે. વિરાટ વન-ડેમાં સૌથી વધુ સદી ફટકારનાર સચિન તેંદુલકર (49)ના રેકોર્ડથી માત્ર 6 સદી દુર છે.

આ પણ વાંચો:- વેસ્ટઇન્ડિઝ-એ સામે છવાયા ઈશાંત, ઉમેશ અને કુલદીપ, ટીમ ઇન્ડિયાની સ્થિતિ થઇ મજબૂત

વિરાટ થયો ભાવુક
વિરાટ કોહલીએ ઇન્સ્ટાગ્રામ પર તેની 2 તસવીરો શેર કરી છે. જેમાં પહેલી તસવીર 2008ની છે, જ્યારે બીજી તસવીર તેની 2019ની છે. વિરાટે ફોટાની સાથે લખ્યું. મારી શરૂઆત 11 વર્ષ પહેલા આજના દિવસે (18 ઓગસ્ટ) થઇ હતી. મેં ક્યારેય સપનામાં પણ આટલું બધુ માગ્યુ ન હતું, જેટલું ભગવાને આપ્યું. તમને બધાને પણ તમારા સપના પુરા કરવા માટે શક્તિ અને યોગ્ય દિશા મળે.

આ પણ વાંચો:- DDCAનો મોટો નિર્ણય, ફિરોઝશાહ કોટલામાં બનશે 'વિરાટ કોહલી સ્ટેન્ડ'

વિરાટની શાનદાર કરિયર
વિરાટ કોહલી વર્તમાનમાં ટેસ્ટ રેન્કિંગ અને વન-ડે ક્રિકેટમાં નંબર 1 છે. વિરાટે હાલમાં જ સમાપ્ત થયેલી વેસ્ટઇન્ડિઝની સામે સીરીઝમાં 20,000 આંતરરાષ્ટ્રીય રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બન્યો. ભારતીય કેપ્ટને અત્યાર સુધીમાં 239 વન-ડે મેચમાં 11520 બનાવ્યા છે. જ્યારે 77 ટેસ્ટમાં 53.76ની શાનદાર સરેરાશથી વિરાટે 6613 રન બનાવ્યા છે.

જુઓ Live TV;- 

સ્પોર્ટના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...