ગુજરાતનો નવતર અભિગમ: રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લામાં જશે

મુખ્યમંત્રી (CM) ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણી (Vijay Rupani) એ આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરી- (આંબા)ને ફરી પૂન: સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે.

ગુજરાતનો નવતર અભિગમ: રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૦ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લામાં જશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ ગુજરાત (Gujarat) પર આવેલી તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) ની આફતથી અસર પામેલા ખાસ કરીને સૌરાષ્ટ્ર (Saurashtra) ના દરિયાકાંઠાના વિસ્તારોમાં ખેડૂતોના બાગાયતી પાકો-ખેતીને થયેલા વ્યાપક નુકશાનની જાત માહિતી આ વિસ્તારોની વિસ્તૃત મુલાકાત લઇને મેળવી છે. મુખ્યમંત્રી (CM) ની આ મુલાકાતો દરમ્યાન ધરતીપુત્રોએ પોતાના પુખ્ત વયના લાંબાગાળાના ફળાઉ આંબા, નાળિયેરી જેવા બાગાયતી પાક આપતાં વૃક્ષો આ તીવ્ર વાવાઝોડામાં પડી જઇ નાશ પામ્યાની વેદના અને વિતક વર્ણવી હતી. 

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) એ આ ખેડૂતો ધરતીપુત્રોની વેદના પ્રત્યે સંવેદના દર્શાવી રાજ્યમાં આવા બાગાયતી પાકોના વૃક્ષોને તે જ સ્થળે પૂન: સ્થાપિત કરવાનો એક નવતર અભિગમ અપનાવવા રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને પ્રેરિત કર્યો છે. 

કોરોનાથી સાજા થયેલા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ થયા સક્રિય, કહી આ વાત

મુખ્યમંત્રી (CM) ના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં વિજય રૂપાણી (Vijay Rupani) એ આ સંદર્ભમાં કૃષિ વિભાગને સૂચવ્યું હતું કે, આવા નાશ પામેલા બાગાયતી પાકો નાળિયેરી, કેરી- (આંબા)ને ફરી પૂન: સ્થાપિત રિસ્ટોરેશન માટેની સંભાવનાઓ ચકાસી તે અંગે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના તજજ્ઞ કૃષિ વૈજ્ઞાનિકો ખેડૂતોને તાંત્રિક માર્ગદર્શન પુરૂં પાડે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ના આ પ્રેરક દિશાસૂચન અનુસાર કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગે રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓના ૧૯૩ જેટલા કૃષિ વૈજ્ઞાનિકોને તાઉતે વાવાઝોડાથી વધુ અસરગ્રસ્ત અને જ્યાં બાગાયતી પાકોને સૌથી વધુ વ્યાપક નુકશાન થયું છે તે જિલ્લામાં તાત્કાલિક મોકલવાની વ્યવસ્થા ગોઠવી છે.

રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, ઉચ્ચશિક્ષણનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મેરિટ બેઇઝડ પ્રોગ્રેશન આપવાની કરી જાહેરાત

તદઅનુસાર, અમરેલી જિલ્લામાં દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના ૪૮, ભાવનગર જિલ્લામાં આણંદ કૃષિ યુનિવર્સિટીના ૪૩, ગીર-સોમનાથમાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ૭૮ તેમજ સુરત, વલસાડ અને નવસારી જિલ્લાઓમાં નવસારી કૃષિ યુનિવર્સિટીના ર૪ એમ કુલ ૧૯૩ કૃષિ વૈજ્ઞાનિકો અસરગ્રસ્ત જિલ્લાઓમાં તત્કાલ પહોચી જશે. 

આ વિસ્તારોમાં નુકશાન પામેલા બાગાયતી પાકોના સર્વે સાથે નાળિયેરી આંબા, કેળ, દાડમ અને લીંબુના ઝાડ-છોડના પૂન: વાવેતર-રિસ્ટોરેશન માટે આ કૃષિ વૈજ્ઞાનિકો તાંત્રિક માર્ગદર્શન ધરતીપુત્રોને આપશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શનમાં આ નવતર પ્રયોગની સફળતા આવનારા દિવસોમાં દેશમાં બાગાયતી પાકોના વૃક્ષો-ઝાડના વૈજ્ઞાનિક ઢબે પૂન: સ્થાપન માટે પ્રેરણારૂપ બનશે. 

તૌકતે વાવાઝોડું: ઓલપાડ તાલુકામાં યુધ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ, થયું આટલું નુકસાન

કોર કમિટીની આ બેઠકમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં તાઉતે વાવાઝોડાને પરિણામે સર્જાયેલી સ્થિતીમાં ખેતી-બાગાયતી પાકોના નુકશાનીના અંદાજો મેળવવાની પ્રક્રિયા સંદર્ભે પણ વિશદ ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. 

બેઠકમાં આ અંગેની ચર્ચાઓમાં જણાવવામાં આવ્યું કે, તાઉતે વાવાઝોડા (Tauktae Cyclone) થી અતિ પ્રભાવિત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ અને બોટાદ એમ પાંચ જિલ્લાના ૪૧ તાલુકાઓના રર૬૩ ગામોમાં ખેતી-બાગાયતી પાકોની નુકશાનીના પ્રારંભિક સર્વે માટે ૬૯૬ કૃષિ કર્મયોગીઓની ૩૩૯ ટીમ કાર્યરત કરી દેવામાં આવી છે.

કોર કમિટીની આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ઊર્જા મંત્રી સૌરભ પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે.કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવઓ પંકજકુમાર, એમ. કે. દાસ, આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવી તેમજ વરિષ્ઠ સચિવો પણ સહભાગી થયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

Trending news

Powered by Tomorrow.io