ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઇવે પર ચક્કાજામ, 5 કિ.મીનો સર્જાયો ટ્રાફિક જામ

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં શામળાજી નજીક આવેલા રંગપુર ગામે ધોરણ 1થી 8 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં રંગપુર ગામના 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આ બાળકોને રોજ પોતાના જીવના જોખમે હાઈવે રોડ ક્રોસ કરીને શાળામાં જવું પડી રહ્યું છે

ઉદેપુર-અમદાવાદ નેશનલ હાઇવે પર ચક્કાજામ, 5 કિ.મીનો સર્જાયો ટ્રાફિક જામ

સમીર બલોચ, અરવલ્લી: અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં શામળાજી નજીક આવેલા રંગપુર ગામના ગ્રામજનો દ્વરા નેશનલ હાઈવે રોડમાં ઓવર બ્રીજ બનાવવાની માંગણી નહિ સંતોષાતા હાઈવે ચક્કા જામ કર્યો હતો. જેના કારણે વાહનોની પાંચ કિલોમીટર લાંબી લાઈનો લાગી હતી.

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં શામળાજી નજીક આવેલા રંગપુર ગામે ધોરણ 1થી 8 સુધીની પ્રાથમિક શાળા આવેલી છે. જેમાં રંગપુર ગામના 100થી વધુ બાળકો અભ્યાસ કરે છે. ત્યારે આ બાળકોને રોજ પોતાના જીવના જોખમે હાઈવે રોડ ક્રોસ કરીને શાળામાં જવું પડી રહ્યું છે. ગ્રામજનો દ્વારા આ હાઈવે રોડની સામેની બાજુ આવેલી પ્રાથમિક શાળામાં બાળકોને જવા માટે ઓવર બ્રીજ બનાવી આપવામાં આવે તેવી માંગ વર્ષોથી કરી રહ્યા છે.

પરંતુ હાઈવે ઓથોરીટી દ્વારા તેઓની માગણી આજદિન સુધી સંતોષવામાં આવી નથી. જેના કારણે અત્યાર સુધીમાં આ સ્થળ ઉપર હાઈવે રોડ ક્રોસ કરતા પાંચથી વધુ બાળકોના મોત નીપજ્યા છે. તેવામાં હાલ આ નેશનલ હાઈવે રોડને છ માર્ગીય બનાવવાનું કામ ચાલી રહ્યું છે. ત્યારે ગ્રામજનો દ્વારા તેઓની ઓવરબ્રિજ બનાવવાની માગણીને લઇ આજે હાઈવે રોડ ચક્કા જામ કર્યો હતો. જેના પગલે હાઈવે રોડમાં પાંચ કિલોમીટર વાહનોની લાઈનો લાગી હતી. જોકે આ અંગે ગ્રામજનો દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પણ આપ્યું હતું.

સમગ્ર મામલે જીલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે રંગપુર ગામના લોકોની આ ઓવર બ્રીજ બનાવવાની માંગણી અંગે આવેદન પત્ર મળ્યું છે. જે અંગે આવતી કાલે ઉદેપુરથી નેશનલ હાઈવે ઓથોરીટીનાં આધિકારીઓને બોલાવવામાં આવ્યા છે અને તેઓની સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમસ્યાનું નિરાકરણ થાય તે માટે પ્રયત્નો હાથ ધરવામાં આવનાર છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news