સુરતમાં ધોળા દિવસે બેંકમાં ત્રાટક્યા લૂંટારું! 5 લૂંટારૂઓ બંદૂકના નાળચે 14 લાખની લૂંટ ચલાવી ફરાર

બેંકના કર્મચારીને બંધક બનાવી રોકડા રૂપિયા 14,00,000થી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે. જેને લઈને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમ ઉચ્ચ અધિકારીઓ સચિન વિસ્તારની બેંક પર ઘસી ગયા હતા.

સુરતમાં ધોળા દિવસે બેંકમાં ત્રાટક્યા લૂંટારું! 5 લૂંટારૂઓ બંદૂકના નાળચે 14 લાખની લૂંટ ચલાવી ફરાર

ચેતન પટેલ/સુરત: સચિન પાસે આવેલા વાંઝ ગામમાં સવારે બેંક ઓફ મહારાષ્ટ્ર ખુલતાની સાથે જ પાંચ લૂંટારો પિસ્તોલની સાથે ઘૂસી ગયા હતા. બેંકના કર્મચારીને બંધક બનાવી રોકડા રૂપિયા 14,00,000થી વધુની લૂંટ ચલાવી ફરાર થઈ જવાની ઘટના બનવા પામી છે. જેને લઈને સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ તેમ ઉચ્ચ અધિકારીઓ સચિન વિસ્તારની બેંક પર ઘસી ગયા હતા. આ ઉપરાંત સમગ્ર શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું. 

સચિનના વાંઝ ગામમાં આવેલી બેંકમાં લૂંટની ઘટના સામે આવી છે. જેમાં બે મોટરસાયકલ પર આવેલા પાંચ જેટલા ઈસમોએ ધોળા દિવસે માથા પર હેલ્મેટ પહેરી આવેલા શખ્સોએ લૂંટની ઘટનાને આપ્યો અંજામ આપ્યો છે. લૂંટારૂઓ બેંકમાં પ્રવેશતા હોવાના સીસીટીવી સામે આવ્યાં છે. જેમાં બે બાઈક પર આવેલા પાંચ જેટલા લૂંટારૂઓ માથે હેલ્મેટ પહેરીને બેંકમાં પ્રવેશીને લૂંટ ચલાવે છે.

ધોળા દિવસે બનેલી લૂંટની ઘટનાના પગલે સ્થાનિક પોલીસ સહિત ક્રાઈમ બ્રાન્ચની ટીમ દોડતી થઈ હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. લૂંટ માટે આવેલા લુટારુઓ સીસીટીવીમાં થયા કેદ હતાં. જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર લૂંટની તપાસમાં એસઓજી, પીસીબી, ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. 

સમગ્ર લૂંટ બંદૂકની અણીએ લૂંટની ઘટના સર્જાઈ હતી. પોલીસ તપાસમાં રૂ 14 લાખની રોકડની લૂંટ ચલાવાય હોવાનું બહાર આવ્યું હતું.જેથી આખા સુરત શહેરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું હતું , આ સાથોસાથ આખા શહેર માં પોલીસે કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી મહત્વપૂર્ણ છે કે, થોડા સમય પહેલાં સુરત જિલ્લામાં પણ ડિસ્ટ્રીક કો-ઓપરેટીવ બેંકમાં આજ મોડસ ઓપરેન્ડીથા લૂંટ થઈ હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news