ગાંધીનગર મહાનગર પાલિકામાં 512 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

આ વર્ષે ગાંધીનગર મહાનગર પાલિકાના બજેટના કદમાં મોટો વધારો થયો છે. મનપા કમિશનરે આજે ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. 

ગાંધીનગર મહાનગર પાલિકામાં 512 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ

બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ ગાંધીનગર મહાનગર પાલિકાનું ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરવામાં આવ્યું છે. ગાંધીનગર કોર્પોરેશનના કમિશનર ધવલ પટેલે આ ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ છે. વર્ષ 2022-2023 માટે 512 કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યુ છે. સ્ટેન્ડિંગ કમિટી હવે આ બજેટમાં સુધારા વધારા કરી મંજૂરી આપશે. 

બજેટનું કદ વધ્યું
ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા વર્ષ 2022-23 માટે જે ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આ વખતે તેના કદમાં વધારો થયો છે. પાછલા નાણાકીય વર્ષ કરતા આ વર્ષના બજેટમાં 100 કરોડ રૂપિયા જેટલો વધારો થયો છે. પાછલા વર્ષે 360.94 કરોડનું બજેટ સ્થાયી સમિતિએ મંજૂર કર્યું હતું. પરંતુ આ વર્ષે બજેટનું કદ 512 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news