સુખ-શાંતિ ઇચ્છતા હોવ તો ઘર બનાવતી વખતે આ બાબતોનું રાખો ધ્યાન, શું શુભ? શું અશુભ?
vastu tips for home: વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખો....
Trending Photos
vastu for home: આપણા દેશમાં અનેક પ્રાચીન ઈમારતો વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંત મુજબ બનેલી છે તેથી આજે પણ સુરક્ષિત છે. વાસ્તુશાસ્ત્રના નિયમો પાળવાથી ત્યાં રહેતા લોકોના સ્વાસ્થ્ય, શાંતિ, સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે. ઘરની સુખ શાંતિમાં વધારો કરવા માટે મકાન બાંધતી વખતે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખો....
-દરેક ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય છે. પૂજાનું સ્થાન ઈશાન એટલે કે ઉત્તર પૂર્વ ખૂણામાં હોવું જોઈએ. આ ખૂણામાં પાણીની ટાંકી પણ બનાવી શકાય. તમારા ઘરના ડ્રોઈન્ગ રૂમના ઈશાન ખૂણામાં એક્વેરિયમ પણ મૂકી શકાય.
શું તમારા ઘરે પણ ખરાબ થઇ જાય છે? તો અપનાવો આ ટ્રિક અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
ભૂખ્યા પેટે કરશો આ કસરત તો ઓગળી જશે બેલી ફેટ, નોરા ફતેહી જેવું થઇ જશે ફિગર
Banana Benefits: દરરોજ સવારે ઉઠીને ખાવ એક કેળું, ફાયદા જાણીને ચોંકી જશો તમે!
-ઘરના દક્ષિણ-પૂર્વનો ભાગ અગ્નિ ખૂણા તરીકે ઓળખાય છે. આ ખૂણો રસોડુ બનાવવા માટે શુભ માનવામાં આવે છે. જો એક કે બે જ રૂમ હોય તો રસોડું આ જ દિશામાં બનાવવું યોગ્ય છે. કોઈ અગમ્ય કારણોસર જો રસોડું અગ્નિ ખૂણામાં ન બની શક્યુ હોય તો ઉત્તર-પશ્વિમ ખૂણામાં બનાવી શકાય. અગ્નિ ખૂણામાં પાણીની ટાંકી, નળ અથવા જળ સંબંધી કોઈપણ વસ્તુ મુકવી જોઈએ નહી. આ ખૂણો ઈલેક્ટ્રીક વસ્તુઓ માટે યોગ્ય છે, જેવુ કે સ્વીચબોર્ડ, ટીવી, વગેરે.
- ઘરના વાયવ્ય ખૂણામાં(ઉત્તર-પશ્ચિમ)બારી અને બાલ્કની હોવી એ શુભ ગણાય છે. ડ્રોઈંગરૂમ કે અન્ય રૂમના વાયવ્ય ખૂણામાં કૂલર-પંખા મુકી શકાય છે.
સંપત્તિના મામલે આ બિહારીની છે બોલબાલા, કોલેજ છોડી આ રીતે બન્યા સૌથી ધનવાન વ્યક્તિ
Raksha Bandhan 2023: રક્ષાબંધન પર ભાઇને રાશિ મુજબ બાંધો રાખડી, પ્રાપ્ત થશે દિર્ઘાયુ
-ઘરનું કેન્દ્ર જેને બ્રહ્મ સ્થાન કહેવાય છે અને દરેક ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ. બ્રહ્મ સ્થાન હંમેશા સ્વચ્છ હોવું જોઈએ, તેમજ ત્યાં કોઈ વજનદાર ટેબલ ન મુકવુ.
- મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ. બાળકોનો શયનખંડ બાળકોનો બેડરૂમ પૂર્વ દિશામાં અને તેમનો સ્ટડી રૂમ ઈશાન દિશામાં શુભ ગણાય છે. કુંવારી છોકરીઓનો બેડરૂમ વાયવ્ય દિશામાં શુભ ગણાય છે.
- પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનુ ચિત્ર લગાવવુ શુભ ગણાય છે. આ ચિત્ર સૂતી વખતે દેખાય તે રીતે મુકવુ જોઈએ. જેનાથી બંને વચ્ચે પ્રેમ જળવાય રહે છે.
ઘરમાં મંદિર બનાવતી વખતે ટાળો આ રંગોનો ઉપયોગ, ક્યારેય નહી સર્જાય આર્થિક તંગી
બિલાડી પાળતાં પહેલાં આટલી જાણી લેજો? ક્યાંક આફત કે અશુભ ઘટના ન બને
- દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ. જેમ કે બેડરૂમમાં આસમાની કે લીલો જે શીતળતા આપે છે પીળો અને નારંગી પણ લઈ શકાય કારણકે આ કલર ઉત્સાહ વધારનારો છે.
વાસ્તુશાસ્ત્ર પ્રમાણે હોવુ જોઈએ આપણું ઘર
ઘરમાં પૂજાસ્થાન હોવું અનિવાર્ય
ઈશાન ખૂણામાં એક્વેરિયમ મૂકી શકાય
અગ્નિ ખૂણામાં રસોડુ બનાવવું શુભ
વાયવ્ય ખૂણામાં બારી અને બાલ્કની હોવી શુભ
ઘરનું કેન્દ્ર બ્રહ્મ સ્થાન કહેવાય
ઓરડાનું કેન્દ્ર હંમેશા ખાલી હોવું જોઈએ
મુખ્ય બેડરૂમ નેઋત્ય દિશામાં હોવો જોઈએ
પતિ પત્નીના રૂમમાં હંસનુ જોડુ કે સારસના જોડાનું ચિત્ર લગાવવુ શુભ
દરેક રૂમમાં યોગ્ય કલર કરાવવો જોઈએ
(Disclaimer: અહીં આપવામાં આવેલી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી)
કેનેડાના વિઝા માટે આ 9 ડોક્યુમેન્ટ હશે તો ગેરંટીથી તમારા નહીં રિજેક્ટ થાય વિઝા
ઓસ્ટ્રેલિયામાં અડ્ડો જમાવવા માટે આ છે બેસ્ટ વીઝા, આટલા પ્રકારના હોય છે વીઝા
Australia: ભણવાના સપનાં હોય તો જાણી લો ખર્ચ, નોકરીના ઓપ્શન અને ફીના ધોરણો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે