સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા


આજે સુરત શહેરમાં 48 અને ગ્રામ્યમાં 11 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
 

સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા 61 કેસ નોંધાયા

સુરતઃ રાજ્યસભરમાં કોરોના મહામારીએ મહા સંકટ ઉભુ કર્યું છે. દરરોજ કેસો સતત વધી રહ્યાં છે. સુરત ગુજરાતનું બીજા નંબરનું સૌથી વધુ સંક્રમિત શહેર છે. આજે સુરત જિલ્લામાં નવા 61 કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરમાં 55 અને જિલ્લામાં 11 કેસ સામે આવ્યા છે. તો આજે બે વ્યક્તિઓના મૃત્યુ પણ થયા છે. આજે સુરત શહેરમાં 48 અને ગ્રામ્યમાં 11 લોકોને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.

કોરોના મહામારીઃ એએમસીની માસ્ક ડ્રાઇવ, માસ્ક વગર ફરતા અનેક લોકોને ફટકાર્યો દંડ   

સુરત જિલ્લામાં કોરોના કેસની સંખ્યા 2500ને નજીક
નવા કેસની સાથે સુરત જિલ્લામાં કુલ કેસની સંખ્યા 2480 થઈ ગઈ છે. જેમાં સુરત શહેરમાં 2293 અને ગ્રામ્યમાં 187 કેસ નોંધાયા છે. જો મૃત્યુની વાત કરવામાં આવે તો શહેરમાં 89 અને જિલ્લામાં બે મોત થયા છે. આમ અત્યાર સુધી કોરોના મહામારીને કારણે અત્યાર સુધી 91 લોકોએ જીવ ગુમાવ્યા છે. અત્યાર સુધી કુલ 1578 લોકોએ કોરોનાને માત પણ આપી છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news