પૂર્વ CM રૂપાણીના ઘરે હુમલાના કેસમાં આવ્યો ચુકાદો, જાણો ઇન્દ્રનીલ સહિત 7 આરોપીઓને સજા મળી કે રાહત?

કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પૂર્વ મુખ્યમંત્રીના ઘર નજીક પહોંચ્યા હતા. જ્યાં હુમલાનો પ્રયાસ કરાયો હતો. કોર્ટે મહેશભાઈ રાજપુત, જગદીશભાઈ રબારી, ઈન્દ્રિનલ રાજગુરુ, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ પટેલ, મિતુલભાઈ દોંગા, હેમતભાઈ વિરડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

પૂર્વ CM રૂપાણીના ઘરે હુમલાના કેસમાં આવ્યો ચુકાદો, જાણો ઇન્દ્રનીલ સહિત 7 આરોપીઓને સજા મળી કે રાહત?

ઝી બ્યુરો/રાજકોટ: વર્ષ 2017માં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર પર હુમલાના પ્રયાસનો કેસમાં કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છે. આ કેસમાં પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત સહિત 7 શખ્સોને ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે દ્વારા નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ચીફ જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટે આ ચુકાદો આપ્યો છે.

મહત્વનું છે કે, 2017માં ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ભાઇ પર હુમલો થયા બાદ કોંગ્રેસના કાર્યકરો વિરોધ કરવા પૂર્વ મુખ્યમંત્રીના ઘર નજીક પહોંચ્યા હતા. જ્યાં હુમલાનો પ્રયાસ કરાયો હતો. કોર્ટે મહેશભાઈ રાજપુત, જગદીશભાઈ રબારી, ઈન્દ્રિનલ રાજગુરુ, ભાવેશભાઈ બોરીચા, તુષારભાઈ પટેલ, મિતુલભાઈ દોંગા, હેમતભાઈ વિરડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે.

શું હતી સમગ્ર ઘટના?
વર્ષ 2017માં રાજકોટમાં મુખ્યમંત્રી સામે ચૂંટણી લડનાર કોંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુના ભાઈ દિવ્યનીલ ઉર્ફે દિપુ રાજ્યગુરૂ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ આખો મામલો બેનર લગાવવાની માથાકુટમાં બન્યો હતો. જેના પગલે કોંગ્રેસ ઉમેદવારોએ પોતાના સમર્થકોની સાથે તત્કાલીન સીએમ રૂપાણીના ઘરે પહોંચી ગયા હતાં. 

ઈન્દ્રનીલ કોંગ્રેસના ટોળા સાથે મુખ્યમંત્રી રૂપાણીના ઘરે ધસી જતાં ટોળાનું પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. અંતે પોલીસે ઈન્દ્રનીલ રાજ્યગુરૂ સહિત ચારની અટકાયત કરી હતી હતી અને કુલ 7 લોકો સામે રાયોટીંગનો ગુનો નોંધાયો હતો. જે બાદ આજરોજ કોર્ટે આ કેસના તમામ 7 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news