સુરતના 70 હજાર જેટલા કારીગરોમાં દહેશતનો માહોલ, પરિવારોએ સામૂહિક ગુજરાત છોડ્યું!

Surat News: સુરતમાં પણ 70 હજાર જેટલા બંગાળી વસે છે. એક વિવાદિત વીડિયોને લઇ તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળીયું છે. આ ઘટનાને લઇ કેટલાંક લોકો હિજરત કરી રહ્યા છે તો કેટલાંક લોકો હિજરત કરવાનું વિચારી રહ્યા છે.

સુરતના 70 હજાર જેટલા કારીગરોમાં દહેશતનો માહોલ, પરિવારોએ સામૂહિક ગુજરાત છોડ્યું!

ચેતન પટેલ/સુરત: રાજકોટમાં બંગાળી સમાજ માટે વિવાદિત ટિપ્પણી અને વીડિયો વાયરલથી ગુજરાતમાં રહેતા બંગાળીમાં ભયનો માહોલ છવાયો છે, ત્યારે સુરતમાં પણ 70 હજાર જેટલા બંગાળી વસે છે. વીડિયોને લઇ તેમના પરિવારમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. ઘટનાને લઇ સુરતમાં રહેતા અને જ્વેલર્સ મેકિંગનું કામ કરતા બંગાળીઓએ આજે સુરત GJEPC ખાતે બેઠક બોલાવી હતી અને ત્યાં ઘટનાને લઇ ચર્ચા કરવામાં આવી હતી. હવે બંગાળી સમાજ દ્વારા પોલીસને પણ રજુઆત કરવામાં આવશે. 

રાજકોટમાં હાલ ATS એ બંગાળ કેટલાક આંતકવાદીને ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ મામલો ગરમાયો હતો. આ ઘટનાનો લાભ લઈ કેટલાક ટીખરખોરોએ સમાજમાં અરાજકતા ફેલાવવા એક વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. જેમાં બંગાળી લોકો માટે કેટલાક આપત્તિજનક ટિપ્પણી કરી હતી અને વિવાદ છેડાઇ તેવા શબ્દોનો પ્રયોગઃ પણ કર્યો હતો. 

વીડિયો વાયરલ થતા ગુજરાતમાં રહેતા કેટલાંક બંગાળી લોકોમાં ભયનો માહોલ છવાયો છે તો સુરતમાં રહેતા 70 હજાર બંગાળી સમાજના લોકોમાં પણ ભય જોવા મળ્યો હતો. ઘટનાને લઇ બંગાળી સમાજના લોકોએ આજે સુરક્ષાને લઇ GJEPC ખાતે ભેગાં થઇ મિટિંગ બોલાવી હતી અને જણાવ્યું હતું કે વીડિયો વાયરલ થતા ગુજરાતમાં રહેતા તેમના અને તેમના પરિવારમાં ભયનું મોજુ ફરી વળ્યું છે. 

ઘટનાને લઇ કેટલાંક લોકો હિજરત કરી રહ્યા છે તો કેટલાંક લોકો હિજરત કરવાનું વિચારી રહ્યા છે. આ તમામ બાબતે સુરક્ષાને લઇ આજે બંગાળી સમાજના પ્રતિનિધિએ રજુઆત કરી હતી. સાથે જ આવનાર દિવસમાં આ બાબતે પોલીસને પણ રજુઆત કરશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news