યુવકની ઘાતકી હત્યા! લાકડાના ફટકા મારી પતાવી દીધો, પરિવારને લોહીલુહાણ હાલતમાં મળ્યો

અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ છે. મકાઈ પુલ પાસે 26 વર્ષીય રવી બાટી નામના યુવકની હત્યા કરાઈ છે. અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી છે. ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા છે.

યુવકની ઘાતકી હત્યા! લાકડાના ફટકા મારી પતાવી દીધો, પરિવારને લોહીલુહાણ હાલતમાં મળ્યો

પ્રશાંત ઢીવરે/સુરત: સુરતનાં હત્યાની ઘટનાનો સિલસિલો યથાવત છે. અઠવા વિસ્તારમાં હત્યાનો બનાવ છે. મકાઈ પુલ પાસે 26 વર્ષીય રવી બાટી નામના યુવકની હત્યા કરાઈ છે. અજાણ્યા ઈસમોએ યુવક પર લાકડાના ફટકા વડે હુમલો કરી હત્યા કરી છે. ઘટનાને અંજામ આપી હત્યારા ફરાર થઈ ગયા છે. અઠવા પોલીસ ઘટના સ્થળે આવી પહોચી યુવકને મૃતદેહ પીએમ અર્થે મોકલી કાર્યવાહી હાથ ધરી છે. 

સુરત શહેરના અઠવા ખાતે આવેલ નાનપુરામાં રાહત 26 વર્ષીય રવી બાટી પરિવાર સાથે રહે છે. રવી મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. રાત્રિ દરમિયાન રવિની મકાઈ પુલ પાસે જાહેર રોડ પર હત્યા દેવામાં આવી છે. કોઈ અજાણ્યા ઈસમો દ્વારા રવિના માથાના ભાગે લાકડાના ફટકો વડે હુમલો કરી હત્યા કરી છે. લોહીલુહાણ હાલતમાં મળી આવતા પરિવારના લોકો દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાની પોલીસ જાણ કરાઇ હતી. 

હત્યાની ઘટનામાં મરણજનાર રવી બાટી નાનપુરામાં પરિવાર સાથે રહે છે. તેમને પરિવારમાં ત્રણ સંતાન છે. રવિ છેલ્લા છ મહિનાથી નવસારી ખાતે રહેતો હતો. જ્યારે છ મહિના બાદ ગત રોજ જ સુરત પરત ફર્યો હતો અને રાત્રી દરમિયાન અચાનક કોઈ અજાણ્યા ઇસમોએ રવિ ઉપર લાકડાના ફટકા વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો છે. 

સમગ્ર ઘટનાને લઈને પરિવાર શાકમાં ગરકાવ થઈ ગયો છે. બીજી બાજુ ઘટનાની જાણ થવાની સાથે અઠવા પોલીસ સ્થળે આવી પહોંચી હતી. યુવકના મૃતદેને પીએમ અર્થ મોકલી પરિવારનાં નિવેદન લઈ હત્યાના ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. આરોપીની ધરપકડ બાદ જ હત્યાનું કારણ બહાર આવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news