અમદાવાદના સ્માર્ટ રસ્તાના સ્માર્ટ દાવાની હાઇકોર્ટમાં પોલ ખુલી, શહેરમાં 50થી 80% રોડ ખરાબ

શહેરમાં તંત્રના પાપે શહેરની સ્માર્ટસિટીના દાવા સામે ખતરો ઉભો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરના અનેક રોડ રસ્તાઓ પર કતારબદ્ધ ખાડા તંત્રના પોકળ દાવાની ચાડી ખાઈ રહ્યા છે.

અમદાવાદના સ્માર્ટ રસ્તાના સ્માર્ટ દાવાની હાઇકોર્ટમાં પોલ ખુલી, શહેરમાં 50થી 80% રોડ ખરાબ

ઝી બ્યુરો/અમદાવાદ: અમદાવાદ સ્માર્ટ સિટી તરીકે ઓળખાય છે. પરંતુ આ વર્ષે શહેરમાં માત્ર પાંચ ઈંચ વરસાદમાં જ વિકાસની વ્યાખ્યા જ બદલાઈ ગઈ છે. શહેરમાં પડેલા વરસાદમાં વિકાસનો અસલી નજારો જોવા મળ્યો છે. ઠેર ઠેર રસ્તા પર પાણી ભરાઈ ગયાં, સોસાયટીઓમાં અને પોળના મકાનોમાં પાણી ભરાઈ ગયા છે. એટલું જ નહીં, વાહન ચાલકોના વાહનો પાણીમાં ફસાઈ જતાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. હવે આટલું ઓછું હતું તેવામાં અમદાવાદના રોડ રસ્તાઓની હાલત પણ ખુબ કફોડી બની છે, ત્યારે અમદાવાદના રોડ રસ્તાના સ્માર્ટ દાવા પર હાઇકોર્ટમાં મોટો ખુલાસો થયો છે.

શહેરમાં તંત્રના પાપે શહેરની સ્માર્ટસિટીના દાવા સામે ખતરો ઉભો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે. શહેરના અનેક રોડ રસ્તાઓ પર કતારબદ્ધ ખાડા તંત્રના પોકળ દાવાની ચાડી ખાઈ રહ્યા છે. ત્યારે હાઈકોર્ટમાં આજે એએમસીના દાવાઓની પોલ ખૂલી ગઈ છે. અમદાવાદ શહેરમાં બિસ્માર રોડ હોવાનો કોર્ટમાં રિપોર્ટ સોંપાયો છે. ત્યારે ગુજરાત સ્ટેટ લીગલ સર્વિસ ઓથોરિટીએ ગુજરાત હાઈકોર્ટમાં અમદાવાદના રસ્તાને લઈ રિપોર્ટ સોંપ્યો છે, જેમાં ખુલાસો થયો છે કે, અમદાવાદ શહેરમાં હજી પણ બિસ્માર હાલતમાં રોડ છે. 50 થી 80 ટકા રોડ ખરાબ છે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ઝોનમાં રસ્તાઓ પર ખાડાઓની ભરમાર છે. સ્માર્ટ શહેર અમદાવાદમાં ડ્રેનેઝની મોટી સમસ્યા છે, જેણા કારણે આ સમસ્યા સર્જાઈ છે.

દયનિય સ્માર્ટ શહેરની સ્થિતિનો કોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આજે અમદાવાદ શહેર ભુવા નગર બની રહ્યું છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી. તંત્ર ખાલી જ્યાં ભૂલો પડ્યો હોય ત્યાં સાવધાની માટે કોર્ડન કરેલું નજરે પડી રહ્યું છે.

નોંધનીય છે કે, શહેરમાં પડેલા ખાડાને કારણે શહેરીજનોનાં સ્વાસ્થયને જ અસર થાય છે, એવું નથી તેમને આર્થિક રીતે પણ નુકસાન જાય છે. ખરાબ રોડ રસ્તાઓના કારણે વાહનનું આયુષ્ય ઘટે છે. વારંવાર બ્રેક લગાવાથી પેટ્રોલ વધારે વપરાય છે. વારંવાર નાના- મોટા ખાડામાં વાહન પછડાતા તેને ઇન્ટર્નલ પાર્ટ્સને પણ નુકસાન થાય છે. વારંવાર વાહનને સર્વિસ કરાવવાને કારણે નાગરીકોને આર્થિક માર પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news