અમદાવાદઃ પલ્લવ ચાર રસ્તા પર પડ્યો ભૂવો, ભારે ટ્રાફિક વચ્ચે કાર ખાડામાં ખાબકી

તો બીજીતરફ માત્ર એક જ વરસાદમાં ક્યાંક રસ્તાઓ ધોવાઇ ગયા તો હાટકેશ્વર વિસ્તારમાં ભૂવાઓ પડ્યા છે. 

 અમદાવાદઃ પલ્લવ ચાર રસ્તા પર પડ્યો ભૂવો, ભારે ટ્રાફિક વચ્ચે કાર ખાડામાં ખાબકી

અમદાવાદઃ શહેરમાં ભારે વરસાદની સાથે જ કોર્પોરેશનના સબ સલામતના દાવાઓ પોકળ સાબિત થયા છે. ગઈકાલે જુહાપુરામાં ભૂવો પડવાને કારણે એક કાર ખાબકી હતો. તો આજે પલ્લવ ચાર રસ્તા પર ભારે ટ્રાફિક વચ્ચે એક કાર ખાડામાં ખાબકી છે. ત્યારે સવાલ થાય કે વરસાદ પહેલા અમદાવાદ કોર્પોરેશન પ્રી-મોનસૂન કામગીરી કરી હોવાના દાવાઓ કરે છે પરંતુ જ્યારે ભારે વરસાદ પડે તો શહેરમાં અનેક રસ્તાઓ પર ભૂવાઓ પડી છે. 

તો બીજીતરફ માત્ર એક જ વરસાદમાં ક્યાંક રસ્તાઓ ધોવાઇ ગયા તો હાટકેશ્વર વિસ્તારમાં ભૂવાઓ પડ્યા છે. એક બે નહિ પરંતુ 5 જેટલા નાના મોટા ભૂવાઓ હાટકેશ્વરના મોડેલ રોડ પર જોવા મળ્યા હતા જેને પગલે સ્થાનિકોમાં પારાવાર મુશ્કેલીઓ થઇ રહી છે. એટલું જ નહિ સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેક વર્ષોમાં આ વિસ્તારમાં ભૂવા પડવાની સમાસ્યાઓ થાય છે અને તે માટે રજૂઆત પણ કરવા આવે છે. તેમ છતાં કોર્પોરેશન સત્તાધીશો માત્ર કચરાનું પુરાણ કરી જતા રહે છે. જોકે આ ભૂવાઓનું યોગ્ય રીતે પુરાણ કરવામાં આવે તે જરૂરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વરસાદને પગલે શહેરમાં શ્યામલ ચાર રસ્તા સહીત ૯ જગ્યાઓ પર ભૂવાઓ પડ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news