rjd mla climbs buffalo during bihar bandh protest gets thrown off watch video
Cow Milk Vs Buffalo Milk: નાના બાળકને નિયમિત દૂધ પીવડાવવામાં આવે છે. ઘણા લોકો બાળકને ગાયનું દૂધ આપતા હોય છે તો કેટલાક લોકો બાળકને ભેંસનું દૂધ આપે છે. પરંતુ વધતી ઉંમર અને બુદ્ધિના વિકાસ માટે કયું દૂધ વધારે ફાયદો કરે છે તે ઓછા લોકો જાણે છે.
Desi Tips to Increase Milk Production : જો તમારી ગાય કે ભેંસ ઓછું દૂધ આપી રહી છે, તો આ લેખમાં અમે તમને એક સ્વદેશી ઉપાય જણાવીશું, જેનાથી તમારી ગાય કે ભેંસના દૂધ ઉત્પાદનમાં માત્ર 7 દિવસમાં જ વધારો થશે.
Banaskantha News અલકેશ રાવ/બનાસકાંઠા : સામાન્ય રીતે ભેંસ જ્યારે બચ્ચાને જન્મ આપે અને તે પાડું નીકળે ત્યારે એને મહાજન પાંજરાપોળ અથવા તો ગૌશાળામાં મોકલી દેવાતો હોય છે. પરંતુ વડગામ તાલુકાના ધોતા લક્ષ્મીપુરા ગામના ખેડૂતે ભેસના બચ્ચાનો એવી રીતે ઉછેર કર્યો કે તેની કિંમત આજે સવા કરોડ થઈ ગઈ છે. તાજેતરમાં પુષ્કરના મેળામાં ગુજરાતમાં ભેંસના બચ્ચા એટલે કે પાડાનો પ્રથમ નંબર છે અને ભારતમાં તેનો બીજો નંબર આવ્યો છે.
Porbandar: A buffalo is strangled amid rushing water in Ramnagar, Kutiana.
Agriculture News: પશુપાલન કરતા પશુપાલકો મોટેભાગે દૂધના ઉદ્યોગ માટે ગાય-ભેંસ પાળતા હોય છે. ગુજરાતમાં આવા અનેક પશુપાલકો છે. આ વ્યવસાય માટે સરકાર સબસીડી પણ આપતી હોય છે. ત્યારે ગુજરાતનો આવો જ એક પશુપાલક અને તેની ભેંસ હાલ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગઈ છે. એક એવી ભેંસ જેને જોવા લોકો દૂર દૂરથી આવી રહ્યાં છે.
પહેલાંના જમાનામાં એવી કહેવત હતી કે, દેવું કરીને ઘી ના પીવાય....જોકે, છતાં લોકો ખાવા પીવાની બાબતમાં સૌથી વધુ પહેલાં ઘી પર વધારે ધ્યાન આપતા હતા. કારણકે, લોકો એવું માનતા કે ચોખ્ખુ ઘી ખાધુ હશે તો શરીર લાંબુ ચાલશે. જોકે, ત્યારે સ્થિતિ અલગ છે. કયું ઘી ખાવું અને કયું નહીં તે મોટો સવાલ છે...જાણો વિગતવાર
તારાપુર તાલુકાના પાદરા ગામે ખેતરમાં ભેંસ પડતા એક જ કોમના બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. જેમાં એક શખ્સનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે ત્રણ લોકોને ઈજાઓ પહોંચી છે.
તમને નવાઈ લાગે એવો એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના વાશિમમાં એક રસપ્રદ કિસ્સો સામે આવ્યો છે. અહીંના મંગરુલપીર તાલુકાના સરસી ગામમાં એક ભેંસ 3.5 તોલા સોનાનું મંગળસૂત્ર ગળી ગઈ હતી. આ સોનાની ચેઈન ભેંસ ચારા સાથે ખાઈ ગઈ હતી.
Lion Attack On Buffalo Video: કોઈપણ માતા પોતાના બાળકને બચાવવા માટે પોતાનો જીવ પણ આપી શકે છે. જંગલમાં આવી ઘણી કહાનીઓ છે જેના વિશે લોકો અજાણ છે. આવો આજે અમે તમને એવી જ કેટલીક તસવીરો બતાવીએ જેને જોઈને તમે દંગ રહી જશો.
Buffalo Fight With Lion: આજ સુધી તમે એવું જ સાંભળ્યું હશે કે કુતરા સૌથી વફાદાર પ્રાણી હોય છે. પરંતુ આ ઘટનામાં ભેંસએ વફાદારીનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આજ સુધી વફાદાર પ્રાણીઓની લિસ્ટમાં તમે ભેંસનું નામ નહીં સાંભળ્યું હોય પરંતુ ગીરની આ ઘટનાએ ભેંસને પણ વફાદાર પ્રાણી સાબિત કરી છે. કારણ કે આ ઘટનામાં પોતાના 15 વર્ષના માલિક ઉપર જ્યારે સિંહે હુમલો કર્યો ત્યારે ભેંસ જંગલના રાજા પર તૂટી પડી.
Crocodile Buffalo Fight: આપણે બધા જાણીએ છીએ કે પાણીની અંદર મગરનું રાજ ચાલે છે. મગર આંખના પલકારામાં મોટા પ્રાણીઓને ધૂળ ચટાવી લે છે. જો કે, કેટલાક પ્રાણીઓ પણ મગર સામે જોરદાર લડે છે. આ વાયરલ વીડિયોમાં તમને ચોંકાવનારા નજારા જોવા મળશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ભેંસ મગરની જાળમાં ફસાઈ ગઈ છે. મગર તેને પકડવાનો સખત પ્રયાસ કરી રહ્યો છે.
ભારતમાં હવે ખેડૂત અને પશુપાલકના અચ્છે દિન આવવાના છે. આજે પણ ભારતની ઈકોનોમીને વધારવામાં ગ્રામીણ ઈકોનોમીની મુખ્ય ભૂમિકા છે. તેમાં પણ પશુપાલનનું મોટું યોગદાન છે. ગાય અને ભેંસ રાખનારા પશુપાલકો સારી એવી આવક મેળવી રહ્યા છે. પરંતુ હવે તેમને વધુ આવક મળે તે માટે સરકાર પ્રયાસ કરી રહી છે.
Viral Video: બધા જાણે છે કે વાંદરાઓ બહુ તોફાની હોય છે. તેઓ ગમે ત્યારે ગમે તેને ચિડવીને ભાગી જાય છે. જેવા વાંદરાઓ દેખાય તો લોકો પણ પોતાનો સામાન સંતાડી દેતા હોય છે. અને જો વાંદરાઓનું ટોળું આવી જાય તો લોકો ડરવા પણ માંડે છે. પરંતુ આજે તમે વાંદરાઓનો જે વીડિયો જોવાના છો તે જોઈને તમે ખુશ થઈ જશો.
buffalo of 10 crore became the center of attraction
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ભેંસ ઊભી છે અને ચારો ખાઈ રહી છે. ત્યારે અચાનક તેની સામે ઊભેલી મહિલા ડાન્સ કરવા લાગે છે. ભેંસ તેને જોઈને તેની નકલ ઉતારવા લાગે છે. ભેંસ કૂદકા મારીને ઝૂમી રહી છે. જોઈને લાગે છે કે ભેંસ જાણે મહિલાને જોઈને તેની નકલ ઉતારી રહી છે અને તેની જેમ જ ડાન્સ કરવાની કોશિશ કરી રહી છે. જુઓ ભેંસના ડાન્સનો આ મજેદાર વાયરલ વીડિયો...
આ જાતિની ભેંસોને તમે દૂરથી ઓળખી શકો છો. તેમનો રંગ ઘેરો કાળો અને માથાનું કદ નાનું હોય છે. શરીરનો બાંધો સારો હોય છે અને શિંગડા વીંટી જેવા છે. તેમની પૂંછડી પણ અન્ય જાતિની ભેંસ કરતાં લાંબી હોય છે.
આજે અમે તમારા માટે ઘી ના ફાયદા લઈને આવ્યા છીએ. જો તમે ઘી ખાવાના શોખીન છો તો તમારા મનમાં એક પ્રશ્ન તો આવ્યો જ હશે કે 'આખરે સૌથી વધુ ફાયદાકારક ઘી ગાયનું છે કે ભેંસનું'? તમારા આ સવાલનો જવાબ તમે આ સમાચારમાં લઈને આવ્યા છીએ. ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય બંને માટે વધુ સારું માનવામાં આવે છે.
આ છે દુનિયાનો સૌથી મોટો અને સૌથી કિંમતી પાડો. તેની કિંમત સાંભળીને તમને પણ અચરજ થશે.શું તમે 24 કરોડનો પાડો જોયો છે? રોજ કાજુ-બદામ ગાય છે આ પાડો. અને તેનું નામ છે ભીમ.ભીમની સુંદરતા કોઈ અમીર વ્યક્તિથી ઓછી નથી. સામાન્ય ભેંસ કે પાડાની જેમ તે બાજરી કે કુટ્ટી ખાતોનથી, પરંતુ દરરોજ 1 કિલો ઘી, અડધો કિલો માખણ, 200 ગ્રામ મધ, 25 લિટર દૂધ, 1 કિલો કાજુ-બદામ ખાય છે.
ધારીમાં દહીડામાં વહેલી સવારે સિંહ આવ્યો હતો અને રહેણાંક મકાનમાં ઘુસી શિકાર કરવા ભેંસો પર ત્રાટક્યો હતો. સિંહને ભેંસનો શિકાર કરતા જોઇને ઘર માલિકે સિંહને ભગાડવા પ્રયાસ કર્યો હતો. તે સમયે ઉશ્કેરાયેલા સિંહે ઘર માલિક જોરુભાઇ જેબલિયા પર હૂમલો કર્યો હતો. બનાવ અંગે માહિતી મળતા જ નાના ભાઇ અને આસપાસનાં લોકો એકત્ર થઇ ગયા હતા અને સિંહને ભગાડ્યા હતા. જોરુભાઇને ઇજાઓ થતા તેમને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ અંગે માહિતી મળતા વન વિભાગે પણ તપાસ આદરી છે અને હુમલો કરી ભાગેલા સિંહની શોધખોળ હાથ ધરી હતી.
વિજળી કંપનીના કર્મચારી જ્યારે મીટરનું રીડિંગ કરવા પહોંચ્યા ત્યારે પણ ભેંશ ખૂંટે બાંધેલી હતી. કર્મચારી જેવા મીટરની નજીક જતા ત્યારે ભેંશ ઘેંટી મારવા કર્મચારીની પાછળ દોડતી હતી. કર્મચારીઓ ઘણો પ્રયાસ કર્યો પણ ભેંશે તેમને મીટરનું રીડિંગ કરવા દીધા નહીં. આથી, કર્મચારી આ ભેંશનો વીડિયો ઉતારીને જતા રહ્યા હતા.