હાર્દિક કોંગ્રેસ માટે ભાગતું ભુત? કાર્યકરથી માંડી મોટા મોટા નેતાઓ તેમનાથી દુર ભાગે છે!
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાલ કોંગ્રેસથી નારાજ હોય અને ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે, એવા સમયમાં હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસના કાર્યક્રમોથી અંતર જાળવવામાં આવી રહ્યું છે. જામનગરમાં જ્યારે ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ અને લોકડાયરા જેવા કાર્યક્રમોમાં સતત બે દિવસથી ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે હાર્દિક પટેલ હાજરી આપવા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જ્યારે ભાજપના નેતાઓ સાથે હાર્દિક પટેલની સતત હાજરીને લઈને ગુજરાતની રાજનીતિમાં નવા સંકેતો વહેતા થયા છે.
Trending Photos
ગાંધીનગર : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ હાલ કોંગ્રેસથી નારાજ હોય અને ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઈ છે, એવા સમયમાં હાર્દિક પટેલ દ્વારા કોંગ્રેસના કાર્યક્રમોથી અંતર જાળવવામાં આવી રહ્યું છે. જામનગરમાં જ્યારે ભાજપના ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહ અને લોકડાયરા જેવા કાર્યક્રમોમાં સતત બે દિવસથી ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે હાર્દિક પટેલ હાજરી આપવા રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે. જ્યારે ભાજપના નેતાઓ સાથે હાર્દિક પટેલની સતત હાજરીને લઈને ગુજરાતની રાજનીતિમાં નવા સંકેતો વહેતા થયા છે.
જામનગરમાં ભાજપ ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત ભાગવત સપ્તાહમાં છેલ્લા 2 દિવસથી કોંગ્રેસ નેતા હાર્દિક પટેલની ઉપસ્થિતિ જોતા ભાજપમાં જોડાઈ તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. ગઈકાલે રાત્રે પણ ભાજપના નેતાઓ સાથે હાર્દિક પટેલે લોકડાયરામાં હાજરી આપી અને ભાજપ ધારાસભ્ય હકુભા જાડેજા પર નોટોનો વરસાદ કર્યો હતો જ્યારે આજે સતત બીજા દિવસે પણ ભાગવત સપ્તાહ દરમિયાન હાર્દિક પટેલે હાજરી આપી હતી. જામનગરમાં ભાજપ ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી હકુભા જાડેજા આયોજિત ધાર્મિક કાર્યક્રમોમાં હાર્દિક પટેલ ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા, ભાજપના સાંસદ રમેશ ધડુક અને શહેર ભાજપ ધારાસભ્ય હકુભા જાડેજા સહિતના મહાનુભાવો સાથે એક મંચ પર જોવા મળ્યા.
જામનગરના BJP ધારાસભ્ય હકુભા જાડેજા આયોજિત સપ્તાહમાં આજે સતત બીજા દિવસે પણ હાર્દિક પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ તકે કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે કોંગ્રેસમાં નારાજગીનું નિરાકરણ નહીં આવે તો પણ આગળ વધશે તેવું જણાવ્યું હતું. ગુજરાતના વિકાસ માટે આવનારા દિવસોમાં જે કંઈ કરવું પડે તે હાર્દિક પટેલ કરશે અને જો મીડિયા કહેશે તો ભાજપના નેતાઓ સાથે ચર્ચા હાર્દિક પટેલ કરશે તેવી રમૂજી પ્રતિક્રિયા પણ આપી હતી. હાર્દિક પટેલની પ્રતિક્રિયા પરથી તેવું ચોક્કસ જણાઈ આવે કે હાર્દિક પટેલ ભાજપમાં જોડાઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે