આઈપીએલ પુરી થયા બાદ ટીમ ઈન્ડિયામાં સામેલ થશે આ ઘાતક બોલર! બનશે બુમરાહનો બોલિંગ પાર્ટનર

T Natarajan In IPL Team India: ટી નટરાજન આઈપીએલમાં શાનદાર ફોર્મમાં છે, તેના બોલ રમવા કોઈ ખેલાડી માટે સરળ નથી. જ્યારે તે પોતાની લયમાં હોય ત્યારે કોઈ પણ બેટિંગક્રમને ધ્વસ્ત કરી શકે છે. તેની પાસે તે કલા છે કે કોઈ પણ પીચ પર વિકેટ ઝડપી શકે છે.

આઈપીએલ પુરી થયા બાદ ટીમ ઈન્ડિયામાં સામેલ થશે આ ઘાતક બોલર! બનશે બુમરાહનો બોલિંગ પાર્ટનર

T Natarajan In IPL Team India: આઈપીએલ 2022 હાલ રોમાચંક તબક્કામાં આવી ગઈ છે. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે એક ખેલાડી ખુબ જ વિસ્ફોટક બોલિંગ કરી રહ્યો છે. એવામાં આ ખેલાડી ટીમ ઈન્ડિયામાં વાપસી કરે તેવા અણસાર મળી રહ્યા છે. આ ખેલાડી પોતાની ખતરનાક બોલિંગ માટે જાણીતો બન્યો છે. અમે તમને બીજો કોઈ નહીં પણ સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમવતી રમતો ટી નટરાજનની વાત કરીએ છીએ. તે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયામાં એન્ટ્રી મારી શકે છે.

ટી નટરાજન આઈપીએલમાં શાનદાર ફોર્મમાં છે, તેના બોલ રમવા કોઈ ખેલાડી માટે સરળ નથી. જ્યારે તે પોતાની લયમાં હોય ત્યારે કોઈ પણ બેટિંગક્રમને ધ્વસ્ત કરી શકે છે. તેની પાસે તે કલા છે કે કોઈ પણ પીચ પર વિકેટ ઝડપી શકે છે. આઈપીએલ 2022માં નટરાજને ખુબ જ શાનદાર રમત દેખાડીને પ્રશંસકોને મંત્રમુગ્ધ કર્યા છે.

બની શકે છે બુમરાહનો નવો સાથી
મોહમ્મદ શમીએ પોતાની છેલ્લી ટી20 મેચ નવેમ્બર 2021માં નામીબિયા વિરુદ્ધ રમી હતી. ત્યારબાદ તેણે શ્રીલંકા અને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ સીરિઝમાંથી પણ બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો. એવામાં સેલેક્ટર્સ આઈપીએલ બાદ એશિયા કપ અને ટી20 વર્લ્ડકપ 2022 માટે મોહમ્મદ શમીના સ્થાને ટી નટરાજનને સામેલ કરી શકેછે. નટરાજન બિલકુલ જસપ્રીત બુમરાહના અંદાજમાં બોલિંગ કરે છે. તેઓ બુમરાહની સાથે ફાસ્ટ બોલિંગની જવાબદારી સંભાળી શકે છે.

હૈદરાબાદની ટીમ માટે કર્યો કમાલ
આઈપીએલ 2022માં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે રમતા ટી નટરાજનને 9 મેચમાં 17 વિકે ઝડપી છે અને તે આઈપીએલમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડીઓના લિસ્ટમાં ત્રીજા નંબરે છે. નટરાજન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમ માટે મુખ્ય આધારભૂત ખેલાડી છે. તે ડેથ ઓવર્સમાં ખુબ જ કાતિલ બોલિંગ કરે છે.

ટી નટરાજને ટીમ ઈન્ડિયાના ત્રણેય ફોર્મટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ટી નટરાજને ટીમ ઈન્ડિયા માટે 1 ટેસ્ટ મેચ,4 ટી 20 આંતરરાષ્ટ્રીય મેચ અને 2 વનડે આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. નટરાજને ટેસ્ટમાં 3 વિકેટ, ટી20માં7 વિકેટ અને વનડેમાં 3 વિકેટ ઝડપી છે. હવે આઈપીએલ 2022માં પોતાના શાનદાર ફોર્મના કારણે ફરીથી ટીમ ઈન્ડિયામાં વાપસી કરી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news