ફરી એક વાર સામે આવ્યું રફતારનું તાંડવ, પૈસા-દારૂના નશામાં છાકટાં થયેલા નબીરાએ દંપતીને ઉડાવ્યું

અમદાવાદની સીમ્સ હોસ્પિટલ થી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારે સર્જેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર છે. આરોપી કારચાલક સત્યમ શર્મા સામે અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના કુલ ચાર ગુના નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે.

ફરી એક વાર સામે આવ્યું રફતારનું તાંડવ, પૈસા-દારૂના નશામાં છાકટાં થયેલા નબીરાએ દંપતીને ઉડાવ્યું

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદની સીમ્સ હોસ્પિટલ થી ઝાયડસ હોસ્પિટલ જવાના રસ્તા પર એક બીએમડબલ્યુ કારે સર્જેલા હિટ એન્ડ રન કેસમાં આરોપી પોલીસ પકડથી દૂર છે. તો બીજી તરફ આરોપી કારચાલક સત્યમ શર્મા સામે અત્યાર સુધીમાં અલગ અલગ પ્રકારના કુલ ચાર ગુના નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે.

જી હા આ ઘટના છે બુધવાર રાત્રિ ની. ત્યાં એક બીએમડબલ્યુ કાર ચાલકે અમિતભાઈ અને મેઘનાબેન ને અડફેટે લીધા હતા. ત્યારબાદ કાર એક ઝાડ સાથે અથડાઈ હતી. ત્યાં હાજર લોકો એ તપાસ કરતા કારમાંથી દારુની બોટલ મળી આવી હતી. જો કે ત્યારબાદ નબીરો કાર લઈ ઘટના સ્થળે થી દોઢ કિલોમીટર દૂર કોઈ અવાવરુ જગ્યાએ કાર મુકી ફરાર થઈ ગયો હતો. 

ઘટનામાં આકાર સત્યમ શર્માની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે કાર તેના પિતા શ્રી ક્રિષ્ના શર્મા ના નામે રજીસ્ટર હોવાનું પોલીસને જાણવા મળ્યું છે.ત્યારે આરોપી સત્યમ શર્મા પર અત્યાર સુધી માં ચાર ગુના નોંધાયેલ છે જેમાં પહેલો ગુનો 16-12-2022 ના રોજ સોલા પોલીસ સ્ટેશન માં પાન પાર્લર માં તોડફોડ કરવી માર મારવા ની ફરિયાદ નોંધાઈ હતી જેમાં ધરપકડ થઈ ચૂકી છે.

ત્યારે બીજી ફરિયાદ 25-02-2022 રોજ નશા ની હાલત માં કાર ચાલવી અને સાથે ચપ્પુ રાખવા ની ફરિયાદ નોંધાઈ બાદ ધરપકડ થઇ ચુકી છે ત્યારે ત્રીજી 02-03-2022 ના રોજ કાર બિનવારસી મૂકી ને ફરાર થઇ જાય ને કારમાં દારૂ મળવા આવા ની ફરિયાદ નોંધાઈ છે અને સાથે જ ટ્રાફિક પોલીસ માં બુધવાર રાત્રિ ની. ત્યાં એક બીએમડબલ્યુ કાર ચલાવી અકસ્માત સર્જાવી ફરિયાદ નોંધાય છે.

વાયરલ વિડીયો, દારૂની બોટલ આ બાબતે પિતા અજાણ હોવાનું રટણ કરી રહ્યા છે. પિતા એ અકસ્માત વખતે પુત્ર સાથે વાત કરી હોવાનું કહે છે અને બાદમાં કોઈ સંપર્ક ન હોવાનું કહે છે. જોકે આરોપી અવાર નવાર ઘરે કીધા વગર આ રીતે ગાડી ઓ લઈને ફરવાનો શોખ ધરાવતો હોવાનું પોલીસ માની રહી છે. તો સાથે જ પોલીસ માટે ગાડીની પાછળનું ઇન્સ્ટાગ્રામ આઈડી ખૂબ ઉપયોગી સાબિત થયું છે. અવાર નવાર સોશિયલ મીડિયા પર આવા સ્ટંટ કરતા લોકો વિડીયો અપલોડ કરતા હોય છે. તેઓની આ એક ભૂલ જ પોલીસને મદદરૂપ બની છે.

અનેક કિસ્સામાં પોલીસે સોશિયલ મીડિયા થકી જ આરોપી ઓ પકડ્યા છે. ત્યારે નબીરાઓની એક ભૂલ તે ઓને જેલના સળિયા પાછળ ધકેલી રહી હોવાનું નકારી શકાય નહિ. ત્યારે આ કેસના આરોપી સામે અગાઉ પણ બે ફરિયાદ થઈ હતી....જેમાં તેની ગાડીમાંથી છરી મળી આવતા પોલીસે તેની અન્ય વધુ એક કાર ડિટેઇન કરી હતી. તો સાથે તેણે એક પાન પાર્લરમાં મારામારી કરી તોડફોડ પણ કરી હતી. આમ આરોપી એ અગાઉ બે ગુના આચર્યા હતા અને હવે વધુ બે ગુના આચરતા ગુનેગારી માં તે અવ્વલ હોવાનું પણ પોલીસ માની રહી છે.

આરોપી માત્ર ગુના આચરવાની ટેવ વાળો જ નથી પણ સોશિયલ મિડીયામાં રીલ બનાવવા નો પણ શોખ ધરાવતો હોવાનું સામે આવ્યું છે. એક ચર્ચા મુજબ ગુના ઓ આચરવાની ટેવ ધરાવનાર આ આરોપી ધનાઢ્ય પરિવારમાંથી હોવાનું અને બીજેપીનો ખેસ ગાડીમાંથી મળી આવતા તે આરોપી સામે થી હાજર થાય તેવી પ્રબળ શક્યતા પોલીસ માની રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news