અમદાવાદની હોસ્પિટલની એક ભુલથી સ્વસ્થ યુવાન થયો પથારીવશ, કોર્ટે 8 લાખ વળતર માટે આપ્યો આદેશ

ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને સામાન્ય બીમારી હતી. તેઓ ચાંદખેડા વિસ્તારમાં આવેલી શ્રીજી હાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આ હોસ્પિટલમાં ડૉક્ટરની ભુલને કારણે આ વ્યક્તિની બંન્ને કિડની ફેઇલ થઇ ગઇ હતી. એટલું જ નહી આ કિડની ફેલ થવા છતા તેને જાણ પણ ન કરાઇ આખરે આ વ્યક્તિએ પોતાના પિતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના 6 વર્ષ અગાઉની છે. જેમાં આ અંગે આ વ્યક્તિએ શ્રીજી હોસ્પિટલ પર કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે 6 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે હોસ્પિટલને ફરિયાદીને 8 લાખ રૂપિયા ચુકવવા વળતર માટેનો આદેશ કર્યો છે. 
અમદાવાદની હોસ્પિટલની એક ભુલથી સ્વસ્થ યુવાન થયો પથારીવશ, કોર્ટે 8 લાખ વળતર માટે આપ્યો આદેશ

અમદાવાદ : ચાંદખેડા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને સામાન્ય બીમારી હતી. તેઓ ચાંદખેડા વિસ્તારમાં આવેલી શ્રીજી હાર્ટ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. આ હોસ્પિટલમાં ડૉક્ટરની ભુલને કારણે આ વ્યક્તિની બંન્ને કિડની ફેઇલ થઇ ગઇ હતી. એટલું જ નહી આ કિડની ફેલ થવા છતા તેને જાણ પણ ન કરાઇ આખરે આ વ્યક્તિએ પોતાના પિતાની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવી અને પોતાનો જીવ બચાવ્યો હતો. આ ઘટના 6 વર્ષ અગાઉની છે. જેમાં આ અંગે આ વ્યક્તિએ શ્રીજી હોસ્પિટલ પર કન્ઝ્યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે 6 વર્ષ બાદ ચુકાદો આપ્યો છે. કોર્ટે હોસ્પિટલને ફરિયાદીને 8 લાખ રૂપિયા ચુકવવા વળતર માટેનો આદેશ કર્યો છે. 

આ કેસમાં ફરિયાદી સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું એક શિક્ષક છું. મારે ટ્રાવેલ્સનો નાનો ધંધો હતો. મને એક બે વાર તાવ આવ્યો. જેથી મે રિપોર્ટ કરાવ્યા જેમાં મને ટાઇફોઇડ હતો. વધારે તકલીફ થતા ચાંદખેડાની શ્રીજી હાર્ટ હોસ્પિટલમાં ગયા હતા. ત્યાં ડોક્ટરે મને ચેક કર્યો અને ત્યાં દાખલ કર્યો હતો. ત્યાં દાખલ કર્યા બાદ તકલીફમાં વધારો થયો હતો. મારુ બ્લડપ્રેશર વધી ગયું. જો કે અમને મેડિકલ ક્ષેત્રની કોઇ માહિતી નહોતી એટલે અમે કાંઇ જ કરી શક્યા નહોતા. 

4 દિવસ બાદ બ્લડ રિપોર્ટમાં સીરમ ક્રિએટનીન 2થી વધીને 4 થઇ ગયું હતું. ત્યાર બાદના રિપોર્ટમાં 8 થયું દિવસે દિવસે મારી તબિયત લથડવા લાગી હતી. ડોક્ટરે કહ્યુ કે, કોઇ સિનિયર ડોક્ટરને બોલાવો. 7 દિવસ બાદ મને ખુબ જ સિરિયસ હાલત થતા એપોલો હોસ્પિટલનાં ડોક્ટરને રિપોર્ટ દેખાડતા તેઓએ શ્રીજી હોસ્પિટલનાં ડોક્ટરને ઠપકો આપ્યો અને કિડની ડેમેજ હોવાનું જણાવ્યું હતું. 

ત્યાર બાદ અમે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા. ત્યાં મારી બંન્ને કિડની ફેઇલ હોવાનું સામે આવ્યું. મારા પિતાના કારણે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું. જો કે મારી બિમારીમાંથી રાહત ન મળી. મારી આંખો અને મગજ પર અસર થઇ. હું 1 વર્ષથી પથારીવશ છું. આવા ડોક્ટર્સ વિરુદ્ધ કાર્યવાહી થાય તે ખુબ જ જરૂરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news