AAP vs BJP નું શિક્ષણ યુદ્ધ ચરમસીમાએ પહોંચ્યું, દિલ્હીના શિક્ષણમંત્રીએ ગુજરાતના શિક્ષણમંત્રીને પડકાર ફેંક્યો, કહ્યું-આવો ચર્ચા કરીએ
દિલ્હીના શિક્ષણમંત્રી Manish Sisodia એ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો
Trending Photos
- શિક્ષણ મામલે દિલ્હીના શિક્ષણમંત્રીએ ગુજરાતના શિક્ષણમંત્રીને ફેંક્યો પડકાર
- ગુજરાત અને દિલ્હીના શિક્ષણના સ્તર પર જાહેરમાં ચર્ચા કરવાનો આપ્યો પડકાર
ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં આખરે ચૂંટણીનો ગરમાવો જોવા મળ્યો છે. શિક્ષણ મામલે આમ આદમી પાર્ટી અને ભાજપ સામસામે આવી ગયા છે. દિલ્હીના શિક્ષણમંત્રી મનીષ સિસોદિયાએ ગુજરાતના શિક્ષણમંત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. બંનેમાંથી કયા રાજ્યની શિક્ષણ વ્યવસ્થા મજબૂત છે તે અંગે ચર્ચા કરવાનો પડકાર મનીષ સિસોદિયાએ ફેંક્યો છે. ગુજરાત ભાજપે દિલ્હીના શાળાઓ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી સામે ઉઠાવ્યા હતા, જેના જવાબમાં મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને જિતુ વાઘાણીને ચર્ચા માટે પડકાર ફેંક્યો છે.
જીતુ વાઘાણી કહે એ સમયે ચર્ચા કરવા તૈયાર
મનીષ સિસોદિયાએ ટ્વીટ કરીને કહ્યું કે, કાલથી બીજેપી ગુજરાત દિલ્હી સ્કૂલોની વિરુદ્ધ ટ્વીટ કરી રહી છે. ગુજરાતમાં આપના વધતા પ્રભાવ અને પંજાબ ચૂંટણીના પરિણામોથી તમે ગુસ્સે થયા છો. ભાજપ શિક્ષણની વાત ન કરે તો જ સારું છે. જિતુ વાઘાણી કહે એ જગ્યા પર અને એ દિવસે ચર્ચા કરવા હું તૈયાર છું. શિક્ષણનું ગુજરાત મોડલ સારું કે દિલ્હી મોડલ તે અંગે ચર્ચા કરીએ. સ્થળ અને સમય તમે કહો એ.
कल से @BJP4Gujarat दिल्ली स्कूलों के ख़िलाफ़ ट्वीट कर रही है। गुजरात में “आप” के बढ़ते प्रभाव और पंजाब चुनाव नतीजों से आपको बौखलाहट हो रही है
भाजपा शिक्षा की बात ना ही करे तो अच्छा है। मैं गुजरात के शिक्षामंत्री @jitu_vaghani जी को डिबेट के लिए चैलेंज करता हूँ। स्थान व समय आपका https://t.co/wTmInNInjP
— Manish Sisodia (@msisodia) March 24, 2022
કેજરીવાલની એજ્યુકેશન સિસ્ટમ ફેલ ગઈ - ભાજપ
શિક્ષણ માત્રે આપ અને ભાજપ સામસામે આવી ગયુ છે. ભાજપ દ્વારા દિલ્હીની શિક્ષણનીતિ પર અનેક સવાલો ઉઠાવીને ટ્વીટ કરવામાં આવી રહી છે. બીજેપી ટ્વીટ કરીને પૂછ્યુ કે, AAP સરકારે 20,000 ગેસ્ટ ટીચર્સને શા માટે છૂટા કર્યાં? અન્ય એક ટ્વીટમાં કહ્યુ કે, કેજરીવાલજીની એજ્યુકેશન સિસ્ટમ ફેલ ગઈ છે. કેજરીવાલ સરકાર વોકેશનલ ટ્રેનર્સનું શોષણ કરે છે. કેજરીવાલજીના નેતૃત્વમાં શિક્ષકો બેઠાં ધરણા પર...! તો બીજી તરફ દિલ્હી બીજેપીએ ટ્વીટ કરીને દિલ્હીમાં શિક્ષણ નીતિ પર સવાલો ઉઠાવ્યા છે. ટ્વીટમાં કહ્યું કે, આપની સરકારે લોકોને છેતર્યા છે. એક તરફ બેરોજગાર ભથ્થુ ન આપ્યું, ન તો ગેસ્ટ ટીચર્સને પગાર મળ્યો, ન તો આંગણવાડી કર્મચારીઓનુ માનદ વેતન વધ્યું, મતલબ પ્રચાર ઉપરાંત તમે કંઈ ન કરી શક્યા. દર વર્ષે તમારી પાસે અને શિક્ષા મંત્રી પાસે ગેસ્ટ ટીચર્સ પહોંચે છે, પરંતુ તમે માત્ર રાજનીતિમાં વ્યસ્ત રહો છે. આ શોષણ માટે કેજરીવાલ જવાબદાર છે.
શાળામાં ગીતાના શિક્ષણ મામલે આવ્યા હતા આમને-સામને
તાજેતરમાં ગુજરાતમાં ગીતાના અભ્યાસક્રમના ગુજરાત સરકારના નિર્ણય મુદ્દે આમ આદમી પાર્ટીએ વાંધો ઉઠાવ્યો હતો. દિલ્લીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે, શાળાઓમાં શા માટે ગીતા ભણાવવામાં આવે? કામ રાવણ જેવું અને વાત ગીતાની કરો છે. જે લોકો ગીતાની વાત કરે છે તેઓ પોતાના જીવનમાં પણ ગીતાના સારનો અમલ કરે. ગીતાના વચનો અમલમાં લાવવાની સલાહ સાથે સિસોદિયાએ શાળાઓમાં ગીતાના શિક્ષણ સામે વાંધો ઉઠાવ્યો હતો. ત્યારે ગીતા પરના નિવેદન પર મનીષ સિસોદીયાને મંત્રી જગદીશ પંચાલે કરારો જવાબ આપ્યો છે. જગદીશ પંચાલે કહ્યુ કે, મનીષ સિસોદીયા ગીતાનું મહત્વ જાણતા નથી. ગીતા એ હિન્દુ સંસ્કૃતિનું સૌથી મહત્વનું પુસ્તક છે. સ્વામી વિવેકાનંદ વિશ્વ પ્રવાસે પણ ગીતા લઈને ગયા હતા. આગામી દિવસોમાં મનીષ સિસોદીયાને ગીતા વિશે ખ્યાલ આવશે. ગુજરાતની જનતા 2022માં મનીષ સિસોદીયાને જવાબ આપશે.
ઉલ્લેખનીય છે કે, મનીષ સિસોદીયા પંજાબ ચૂંટણી જીત બાદ સતત ગુજરાતમાં શિક્ષણ પર સવાલો કરી રહ્યાં છે. તેમણે તાજેતરમા એક ટ્વીટમાં કહ્યુ હતું કે, ગુજરાતમાઁ ભાજપ શાસન દરમિયાન શિક્ષણની આવી હાલત છે. સ્કૂલોમાં 28,212 શિક્ષકો તેમજ હેડ ટીચરની અછત છે. કોલેજમાં 6903 પ્રોફસરની અછત છે. સ્કૂલોમાં 18000 ક્લાસરૂમ ઓછા છે. 6000 સરકારી સ્કૂલો મર્જરના નામે બંધ કરી દેવાઈ છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું શિક્ષણ મોડલ આવે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે