AAP ના ચૂંટણી ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

AAP Gujarat Mission 2022 : વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, પરંતુ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં નવો ચીલો ચાતર્યો છે. ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ ગઈ છે. આપ પાર્ટીએ આજે વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી. વધુ 10 ઉમેદવારના નામ જાહેર 
 

AAP ના ચૂંટણી ઉમેદવારોનું ત્રીજું લિસ્ટ જાહેર, જાણો કોને ક્યાંથી અપાઈ ટિકિટ

ગૌરવ પટેલ/અમદાવાદ :આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં મિશન 2022 નું બ્યુગલ ફૂંકી દીધું છે. વિધાનસભાની ચૂંટણીને હજી વાર છે, ત્યારે તે પહેલા જ આમ આદમી પાર્ટી એક્ટિવ થઈ રહી છે. એક તરફ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં નિયમિત આપીને ચૂંટણીનો માહોલ જાળવી રહ્યાં છે. ત્યારે આપ પાર્ટીએ આજે વિધાનસભાની બેઠકો પર પોતાના ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આપ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ગુજરાતની 10 બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ જાહેર કર્યાં.

નવા જાહેર કરેલા ઉમેદવારના નામ 

  • કલ્પેશ પટેલ - વેજલપુર બેઠક
  • કૈલાસ ગઢવી - માંડવી કચ્છ
  • પ્રફુલ વસાવા - નાંદોદ
  • દિનેશ કાપડિયા - દાણીલીમડા
  • ડો. રમેશ પટેલ- ડીસા
  • વિજય ચાવડા - સાવલી
  • બીપીન ગામેતી - ખેડબ્રહ્મા
  • જીવન જીંગુ - પોરબંદર
  • અરવિંદ ગામીત - 

આ પણ વાંચો : ઓ બાપ રે... યુવતીના કાનમાં ઘૂસી ગયો સાપ, તમારા રુંવાડા ઉભા કરી દેશે આ વીડિયો   

વહેલા ઉમેદવારો જાહેર કરવાનું કારણ
ગોપાલ ઈટાલિયાએ કહ્યુ કે, સૌના સાથથી સૌએ સાથે નિર્ણય કરીને અમે પહેલી યાદી બનાવી છે. પાર્ટી દ્વારા જે ઉમેદવારો જાહેર કરાયા છે તેમાં તમામ સમાજ, ગ્રામીણ અને શહેરમાંથી સમાવેશ થાય તે ધ્યાન રખાયુ છે. આપ પાર્ટી યુનિક અને ટ્રેન્ડ સેટ કરનારી પાર્ટી છે. આપે ચૂંટણીના લાંબા સમય પહેલા ઉમેદવારોનુ લિસ્ટ જાહેર કરીને રાજનીતિમાં નવી પ્રથા અમલમાં મૂકી છે. વહેલા લિસ્ટ જાહેર કરવાનો પાર્ટીનો હેતુ એ છે કે, જે ઉમેદવારને ટિકિટ મળી છે તેને મતદારો સાથે સંપર્ક સાધવાનો યોગ્ય પ્રયાસ મળે. જે ઉમેદવારને ટિકિટ મળે તે પોતાના મત વિસ્તારના વધુમાં વધુ લોકો સુધી પહોંચે, પોતાનો પરિચય આપે, પોતાની વાત પહોંચાડે, મતદારો પણ ઉમદેવારોને જાણે અને તેમની સાથે સંપર્ક બનાવે, બંનેને પૂરતો સમય મળે તે આશયથી અમે વહેલા ઉમેદવારોની જાહેરાત કરી છે. 

આ પણ વાંચો : હચમચાવી દે તેવી સામૂહિક આત્મહત્યા, પોલીસ કોન્સ્ટેબલ પત્ની અને 3 વર્ષની દીકરી સાથે 12 માં માળથી કૂદી ગયા

મહત્વનું છે કે, ગુજરાત પ્રવાસે સત આવી રહેલા અરવિંદ કેજરીવાલે વિવિધ જાહેરાતો કરી રહ્યાં છે. તો ગુજરાતની જનતાને વિવિધ ગેરેન્ટી આપી રહ્યાં છે. પણ કરી છે..જેમાં અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં 10 લાખ સરકારી નોકરીની ગેરંટી આપી.. જે યુવાનોને નોકરી નહી મળે તેમને 3 હજાર બેરોજગાર ભથ્થું પણ આપવાની કેજરીવાલે ગેરંટી આપી છે. સાથે જ જો ગુજરાતમાં AAPની સરકાર બનશે તો મફતમાં 300 યુનિટ વીજળી આપવાની પણ કેજરીવાલે જાહેરાત કરી છે. શિક્ષણ ક્ષેત્રે પણ અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં જાહેરાત કરી છે. અગાઉ AAP પાર્ટીએ 19 ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news