ગુજરાતમાં બેંકોના ઇતિહાસનો સૌથી મોટો ગોટાળો, દેશમાં આવો ગોટાળો ક્યારે નથી થયો
- ABG Shipyard એ કર્યો 22,842 કરોડ રૂપિયાનો ગોટાળો
- CBI દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરવામાં આવી
- જહાજ નિર્માણ અને સમારકામ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે કંપની
- અનેક બેંકોના હજારો કરોડ રૂપિયા ફસાયા છે, આંકડો વધવાની શક્યતા
Trending Photos
- ABG Shipyard એ કર્યો 22,842 કરોડ રૂપિયાનો ગોટાળો
- CBI દ્વારા આ અંગે ફરિયાદ દાખલ કરીને તપાસ આદરવામાં આવી
- જહાજ નિર્માણ અને સમારકામ ક્ષેત્ર સાથે સંકળાયેલી છે કંપની
- અનેક બેંકોના હજારો કરોડ રૂપિયા ફસાયા છે, આંકડો વધવાની શક્યતા
અમદાવાદ : દેશના બેંકિંગ ઇતિહાસનો સૌથી મોટો ગોટાળો પ્રકાશમાં આવ્યો છે. હવે આ કેસમાં સીબીઆઇ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ABG શિપયાર્ડની વિરુદ્ધ આ કેસ દાખલ કરાયો છે. આરોપ છે કે આશરે 22 હજાર કરોડ રૂપિયાનો ગોટાળો થયો છે. સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, ABG શિપયાર્ડ અને તેના નિર્દેશકો વિરુદ્ધ 28 બેંકોની સાથે 22,842 કરોડ રૂપિયાના ગોટાળો કરવાના આરોપમાં ફરિયાદ દાખલ કરી છે. કંપની જહાજ નિર્માણ અને જહાજના સમારકામ ક્ષેત્ર સાથે જોડાયેલી છે. તેનું શિપયાર્ડ દહેજ તથા સુરતમાં આવેલું છે.
એબીજી શિપયાર્ડ અને તેના નિર્દેશકો પર કથિત રીતે 28 બેંકો પાસેથી 22,842 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ લાગ્યો છે. કેન્દ્રીય તપાસ પંચનું કહેવું છે કે, એબીજી શિપયાર્ડ અને તેના ડાયરેક્ટર્સ ઋષી અગ્રવાલ, સંથનમ મુથુસ્વામી અને અશ્વિની અગ્રવાલે બેંકો પાસેથી 22 હજાર કરોડ રૂપિયાથી વધારે નાણાનો ગોટાળો આચર્યો છે.
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ફરિયાદ અનુસાર કંપનીએ તેની પાસેથી 2925 કરોડ રૂપિયાની લોન લીધી છે. જ્યારે ICICI પાસેથી 7089 કરોડ, IDBI પાસેથી 3634 કરોડ, બેંક ઓફ બરોડા પાસેથી 1614 કરોડ, પીએનબી પાસેથી 1244 કરોડ અને IOB પાસેથી 1228 કરોડ રૂપિયાની રકમ બાકી છે.
સીબીઆઇ આ મામલે હવે આગળની તપાસ શરૂ કરી છે. તમામ સંબંધિત દસ્તવેજોને શોધવામાં આવી રહ્યા છે. તેની પહેલા હીરા વેપારી નીરવ મોદી દ્વારા પંજાબ નેશનલ બેંકની સાથે 14 હજાર કરોડ રૂપિયાનો ગોટાળાનો કેસ ખુબ જ ચર્ચામાં રહ્યો હતો. નીરવ મોદીની દેશ અને વિદેશમાં ખુબ જ સંપત્તીઓ જપ્ત પણ કરવામાં આવી ચુકી છે. તેને લંડનથી પ્રત્યાર્પિત કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. તો વિજય માલ્યા પર પણ 9 હજાર કરોડ રૂપિયાના બેંક ગોટાળાને કેસ પણ અવાર નવાર સમાચોર સામે આવતા રહે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે