અમદાવાદમાં રિવરફ્રંટ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલા પોલીસકર્મીનું મોત

અમદાવાદ શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા છે. આજે ફરી અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક મહિલા પોલીસ કર્મીનું મોત થયું છે. 
 

અમદાવાદમાં રિવરફ્રંટ પાસે કાર અને એક્ટિવા વચ્ચે અકસ્માત, મહિલા પોલીસકર્મીનું મોત

ઉદય રંજન, અમદાવાદઃ અમદાવાદમાં સતત અકસ્માતોના બનાવો વધી રહ્યાં છે. શહેરમાં વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. કાર ચાલકે મહિલા પોલીસકર્મીને ઉડાદી દીધા છે. આ અકસ્માતમાં પોલીસમાં ફરજ બજાવતા શારદાબેન ડાભી નામના મહિલાનું નિધન થયું છે. અમદાવાદના રિવરફ્રંટ રોડ પર આ અકસ્માત થયો હતો. ટ્રાફિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અકસ્માતમાં મહિલા પોલીસકર્મીનું નિધન
અમદાવાદમાં સતત થઈ રહેલા અકસ્માતે લોકોની ચિંતા વધારી છે. આજે રિવરફ્રંટ પર વધુ એક અકસ્માત થયો છે. આ અકસ્માતમાં બંદોબસ્ત કરી પરત ફરી રહેલા મહિલા પોલીસકર્મીનું નિધન થયું છે. મહિલા પોલીસકર્મી એક્ટિવા પર જઈ રહ્યાં હતા ત્યારે કાર ચાલકે અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં શારદાબેન ડાભી નામના મહિલા પોલીસકર્મીનું મોત થયું છે. અકસ્માતની જાણકારી મળતા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી છે. 

Add Zee News as a Preferred Source

બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં થયા હતા બેના મોત
દહેગામથી નરોડા હાઈવે પર અકસ્માત સર્જાયો હતો. સફેદ કલરની ક્રેટા કારે ગમખ્વાર અકસ્માત સર્જ્યો હતો. કારે ડિવાઈડર કૂદી ગાડી રોંગ સાઈડ પર જઈને એકટીવા સવાર યુવકોને કચડ્યા હતા. ક્રેટા ચાલકે એકટીવાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news