સુરતમાં ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળ પર જ 2ના મોત

નેશનલ હાઈ-વે 8 પર ઉભેલા ટ્રેક્ટર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક અને રોડ પર ઉભેલા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું

સુરતમાં ટ્રેક્ટર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, ઘટનાસ્થળ પર જ 2ના મોત

સુરત: નેશનલ હાઈ-વે 8 પર ઉભેલા ટ્રેક્ટર અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. ટેમ્પો ચાલક અને રોડ પર ઉભેલા રાહદારીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. આ અકસ્માતના પગલે ત્રણ જેટલા ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. સુરતના નેશનલ હાઇવે પર અકસ્માત થત રસ્તાઓ પર ટ્રાફીકની સમસ્યા થતા પોલીસ દ્વારા ટ્રાફીક દૂર કરવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી હતી. 

ઈંટ ભરેલો ટેમ્પા અને ટ્રેક્ટર વચ્ચે ટક્કર
નેશનલ હાઈ વે પર વાલેસા પાટીયા નજીક ઈંટ ભેરેલા ટેમ્પો અને ટ્રેક્ટર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો. રોડ પર ઉભેલા ટ્રેક્ટરમાં ટેમ્પો ઘૂસી ગયો હતો. અકસ્માતના પગલે ટેમ્પો ચાલક અને રોડ પર ઉભેલા એક રાહદારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અકસ્માતના પગલે ત્રણ જેટલાને ગંભીર ઈજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખેસડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા પાલોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news