અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના એડ્રેસનો પાક્કો પુરાવો ભારતના હાથ લાગ્યો
Trending Photos
અમદાવાદ :અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમ (Dawood Ibrahim) વિશે એકવાર ફરીથી ભારતીય એજન્સીઓના હાથમાં મોટી અને પાક્કી માહિતી લાગી છે. હાલમાં જ પટનાથી પકડાયેલ દાઉદના જૂના અને નજીકના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાએ જણાવ્યું કે, દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનના કરાંચીમાં રહે છે. લાકડાવાલા (Ejaz Lakdawala) એ પૂછપરછમાં દાઉદના કરાંચી સ્થિત બે એડ્રેસ તપાસ એજન્સીઓને આપ્યા છે. જે 6-એ, ખ્યાબન તંજીમ ફેઃ5, ડિફેન્સ હાઉસિંગ એરિયા, કરાંચી અને ડી-13, બ્લોક-4, ક્લિફ્ટન છે.
આરોપીએ તપાસ કરનારાઓએ એ પણ જણાવ્યું કે, દાઉદને પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ દ્વારા સુરક્ષા માટે સર્વશ્રેષ્ઠ કમાન્ડો આપવામાં આવ્યા છે. જે, પાડોશી દેશની સેનાના પ્રમુખ અને પીએમની માહિતી વગર શક્ય નથી. એટલુ જ નહિ, અનીસ અને છોટા શકીલ પણ ISIના સુરક્ષિત હાથોમાં છે. આઈએસઆઈ તેમની દરેક મુસાફરી માટે અલગ-અલગ દેશોમાં જવા માટે નકલી પાસપોર્ટ પ્રાપ્ત કરવામાં તેની મદદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, ગત 9 જાન્યુઆરીના રોડ અંડરવર્લ્ડની વિરુદ્ધ મુંબઈ પોલીસના હાથમાં મોટી સફળતા આવી હતી. મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પાકિસ્તાન અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહીમના નજીકના ગેંગસ્ટર એજાઝ લાકડાવાલાની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે તેને પટનાથી પકડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમને આ મોટી સફળતા એજાઝની દીકરીની ધરપકડ બાદ મળી હતી. તેની પાસેથી પોલીસને એજાઝ પટનામાં હોવાની માહિતી મળી, જેના બાદ તેને ઘેરી લેવાયો હતો. અદાલતે લાકડાવાને 24 જાન્યુઆરી સુધી પોલીસ રિમાન્ડમાં મોકલ્યો છે. લાકડવાલા ગત 20 વર્ષથી ફરાર હતો.
મુંબઈ (Mumbai police) ના પોલીસ કમિશનર સંજય બર્વેએ મીડિયાને જણાવ્યું કે, લાકડાવાલાની વિરુદ્ધ માત્ર મુંબઈમાં જ 25 કેસ દાખલ થયેલા છે. જ્યારે કે, રાજ્યમાં અન્ય 2 સ્થળોએ પર તેની વિરુદ્ધ કેસ દાખલ થયેલા છે. તો આ મામલાની ક્રાઈમ બ્રાન્ચની એન્ટી એક્સટોર્શન સેલ અન્ય રાજ્યોમાં પણ સંપર્ક કરી રહી છે કે, તેની વિરુદ્ધ અન્ય ક્યાંય કેસ દાખલ છે કે નહિ.
સંજય બર્વે અનુસાર, ગત 28 ડિસેમ્બરના રોજ લાકડાવાલાની દીકરી સાનિયા શેખની ધરપકડ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ તેની વિરુદ્ઘ બાકીના કેસોની તપાસ લાંબા સમયથી ચલાવી રહી હતી. એન્ટી એક્સટોર્શન સેલ સાનિયા શેખને લાંબા સમયથી ટ્રેસ કરી રહી હતી અને તે લાકડાવાલાના નામથી 5 કરોડ વસૂલ કરી રહી હતી. સાનિયાએ પૂછપરછમાં જણાવ્યું કે, લાકડાવાલા નેપાળ ભાગવાની ફિરાકમાં હતો. પૂછપરછમાં જ લાકડાવાલાનું લોકેશન ટ્રેસ થયું છે. તેના બાદ ગુપ્તચર મિશન અંતર્ગત એન્ટી એક્સટર્શન સેલની ટીમ પટનામાં રોકાયેલી હતી. જ્યાંથી સતત ટ્રેક કરવામાં આવી રહ્યો હતો. જેના બાદ તેની ધરપકડ કરાઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે