અમદાવાદના સોની વેપારીઓમાં ભયનો માહોલ, 17-17 દિવસ બાદ પણ આ કેસમાં કોઈ અપડેટ નથી!

અમદાવાદમાં સોનીઓનો જીવ અધરતાલ છે કેમ કે 17 દિવસ પહેલા ખાડિયાના ફતાશાની પોળમાં વિકાસભાઈ સોનીની દુકાનમાં એક બુકાની ધારી લુંટારું હથિયારથી ફાયરિંગ કરી 56 લાખના મતાની લુંટ કરી ફરાર થઈ જાય છે.

અમદાવાદના સોની વેપારીઓમાં ભયનો માહોલ, 17-17 દિવસ બાદ પણ આ કેસમાં કોઈ અપડેટ નથી!

ઉદય રંજન/અમદાવાદ: અમદાવાદના ખાડિયામાં લુંટ વિથ ફાયરિંગ કેસમાં અમદાવાદ ક્રાઈમની સાથે આરોપીઓ સંતાકૂકડી રમી રહ્યા છે. 17 દિવસ બાદ પણ તપાસ એજન્સી અંધારામાં ફાંફાં મારી રહી છે. ત્યારે અમદાવાદના સોની વેપારીઓમાં ભયનો માહોલ છે. 

અમદાવાદમાં સોનીઓનો જીવ અધરતાલ છે કેમ કે 17 દિવસ પહેલા ખાડિયાના ફતાશાની પોળમાં વિકાસભાઈ સોનીની દુકાનમાં એક બુકાની ધારી લુંટારું હથિયારથી ફાયરિંગ કરી 56 લાખના મતાની લુંટ કરી ફરાર થઈ જાય છે. ત્યારબાદ પોલીસ ઘટના સ્થળ ધાડે ધડા ઉતારી દે છે અને તપાસ શરૂ કરે છે, પણ 17-17 દિવસ બાદ પણ આરોપીની ઓળખ સુધા પણ પોલીસ કરી શકતી નથી. ઇજાગ્રસ્ત વિકાસભાઈ સોની હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યા છે. 

ફાયરિંગમાં ગંભીર ઈજા થતા વિકાસ ભાઈ સોનીના અલગ અલગ ચાર ઓપરેશન કરવામાં આવ્યા છે. વિકાસભાઈ સોનીના પરિવારે મીડિયા સાથે વાત કરતા પોલીસને અરજ કરી હતી કે વહેલી તકે તેમનો કિંમતી મુદ્દામાલ પરત કરે અને આરોપીની ધરપકડ કરવામાં આવે. 

આંગડીયા પેઢી અને સોનીઓના વેપારીઓ વારંવાર લૂંટાય રહ્યા છે, ત્યારે જવેલર્સ એસોસિયેશનના પ્રમુખે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમદાવાદના આઇકોનિક રોડ એટલે કે સીજી રોડ પર અને માણેક ચોકની સોની બજારમાં ફરોક 100 કિલો સોનાના વ્યવહાર અને 100 કિલો સોનાની અવર જવર વેપારીઓ દ્વારા થતી હોય છે. ત્યારે અમદાવાદના આઇકોનિક રોડ સીજી રોડ પર મોટા ભાગના સીસીટીવી બંધ હાલતમાં હોવાથી એક ચિંતાનો વિષય બન્યો છે. 

સ્થાનિક પોલીસ અને સોનીઓ દ્વારા અનેક વખત બંધ સીસીટીવીને લઈને amcને રજુવાત કરી છતાં હજી સુધી સીસીટીવી શરૂ કરવામાં આવ્યા નથી. વર્ષ 2013 અને 2014માં જે રીતે વિશાલ ગોસ્વામીએ સોનીઓ પર ફાયરિંગ લુંટ અને હત્યાના ગુનાને એક બાદ એક અંજામ આપ્યા હતા અને સોનીઓમાં ફફડાટ બેસી જવા પામ્યો હતો. આવા દિવસોનું પુનરાવર્તન ન થાય એ ભીતિ સોનીઓને સતાવી રહી છે. હવે પોલીસ અને amc બંધ સીસીટીવી કેમેરાને લઈને શું પગલાં લે છે એ જોવું રહ્યું કે પછી તંત્ર હજી પણ કોઈ મોટા બાનાવની રાહ જોઈ રહી છે?
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news