loot

સાવધાન ગુજરાત, પાડોશી રાજ્યની ટોળકીએ સોનીને લૂંટી લીધો

મધ્ય પ્રદેશનું જામ્બુવા તેની ગુનાખોરી માટે પ્રખ્યાત છે. આ જિલ્લાના 4 આદિવાસી યુવાનોએ ગુજરાતમાં આવીને ગુનાખોરી કરવાની શરૂઆત કરી. ત્યાં જ રાજકોટ પોલીસે તમામને પકડી લીધા. આ આદિવાસીઓએ ધોરાજીના ઝાંઝમેરમાં સોનીનો ધંધો કરતા સોની વેપારીને લૂંટી લીધા હતા. રાજકોટ LCB એ આ લૂંટારાને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. પોલીસે પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. 

Jan 16, 2022, 08:50 AM IST

ડાકુઓ કરતા પણ ખૂંખારુ લૂંટારુ ગેંગ પકડાઈ, દક્ષિણ ગુજરાતમાં મચાવ્યો હતો હાહાકાર

વલસાડ જિલ્લા એલસીબી પોલીસે વલસાડ જિલ્લા ઉપરાંત પડોશી રાજ્ય મહારાષ્ટ્ર છેવાડાના વિસ્તારમાં ચોરી લૂંટ ધાડ જેવા અનેક ગંભીર ગુનાઓને અંજામ આપતી એક ખૂંખાર લૂંટારુ ટોળકીના 2 માસ્ટર માઇન્ડ સાગરીતોને ઝડપી સળિયા પાછળ ધકેલી દીધા છે. 6 થી વધુ ગંભીર ગુનાઓના ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ત્યારે ઉમરગામના સંજાણમાં થયેલ એક હત્યાનો ગુનો ઉકેલાયો છે.

Jan 12, 2022, 11:03 AM IST

નકલી લૂંટ બતાવીને ફસાયો બેંક કર્મચારી, પોલીસે આકરા તેવર બતાવતા પોપટની જેમ બધુ બોલી ગયો

વલસાડ જિલ્લાના બગવાડા નજીકથી રોકડ રકમ એકઠી કરી અને બેંકમાં જમા કરાવવાની જવાબદારી ધરાવતી એક ખાનગી એજન્સીના કર્મચારી પાસેથી રૂપિયા 28 લાખથી વધુની લૂંટની દાખલ થયેલી ફરિયાદનો વલસાડ જિલ્લા પોલીસે ગણતરીના કલાકોમાં જ ઉકેલી કાઢયો છે. આ મામલામાં પોલીસે લૂંટ (loot) નું તરકટ રચનાર ખુદ ફરિયાદી અને તેના બે સાગરીતોની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા છે. લૂંટ થયેલી 28 લાખથી વધુ રૂપિયાની રોકડ રકમ પણ પોલીસે કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસર (crime news) ની કાર્યવાહી હાથ ધરી છે. 

Oct 27, 2021, 11:10 AM IST

ઓનલાઇન જુગાર રમવાની લત અમદાવાદી યુવાનોને લૂંટ કરવા સુધી લઈ ગઈ 

અમદાવાદના નિકોલમાં ફિલ્મી ઢબે થયેલ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જ પોલીસની તપાસમાં આરોપી બનીને સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 10 કિલો ચાંદી કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

Oct 20, 2021, 04:43 PM IST

અમદાવાદ હાઈવે પર ધાડ પાડતી ટોળકી ઝબ્બે, ટ્રકચાલકને બંધક બનાવી ચલાવી હતી લૂંટ

અમદાવાદ ગ્રામ્ય એલ.સી.બી પોલીસે ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ અપહરણ સહિત લૂંટ ધાડના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યોછે. આ કેસમા 4 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે જ રૂપિયા 18 લાખથી પણ વધુનો મુદ્દમાલ કબજે કરી લેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય એલસીબી પોલીસે લૂંટમાં ગયેલ ટ્રક અને પાન મસાલાના 45 બોક્સ પણ કબજે કરી લીધા છે.

Sep 10, 2021, 03:20 PM IST

આ સુંદર ચહેરા પર ન જતા, કામવાળી પર ભરોસો રાખતા પહેલા વડોદરાની લૂંટનો આ કિસ્સો જરૂર વાંચો

  • બંગલામાં લૂંટ ચલાવવાના બનાવમાં 19 વર્ષીય કામવાળી ડિમ્પલ સોનીએ લૂંટની યોજનાને અંજામ આપવા માસ્ટર પ્લાન બનાવ્યો
  • બંગલામાં કોઇ ઓળખી ના જાય તે માટે ડિમ્પલે જેન્ટસના કપડાં પહેર્યા હતા. લૂંટ ચલાવ્યા બાદ બૂમરાણ મચતાં તેઓ ભાગી છૂટયા
  • લૂંટના દિવસે બપોરે ડિમ્પલ ડ્રેસ પહેરીને જાણે કાંઇ જાણતી ન હોય  તે રીતે કામે આવી ગઇ હતી

Aug 3, 2021, 12:10 PM IST

રાજકોટમાં વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેન લૂંટવાનો પ્રયાસ, CCTV માં કેદ થઈ આખી ઘટના

  • રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં સ્કૂટર પર આવેલા ચોરે એકલી જતી વૃદ્ધાને ટાર્ગેટ બનાવી હતી 
  • અછોડાતોડે સૌથી પહેલા મહિલાનુ ગળુ દબાવ્યું, બાદમાં ચેન તોડવાનો પ્રયાસ કર્યો 

Mar 24, 2021, 03:16 PM IST

ઈનકમટેક્સ અધિકારી છીએ, કહીને લઈ ગયા આંગડિયા પેઢીના કર્મચારીને પછી બની ચોંકવનારી ઘટના

લૂંટારુઓ લૂંટ માટે પોતાની અવનવી મોડસ ઓપરેન્ડી અપનાવતા થયા છે અને અનેક લોકો આવા લૂંટારુઓના નિશાને પણ આવી જ જાય છે. તાજેતરમાં લૂંટારુઓએ એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી આંગડિયા પેઢીના કર્મચારીને ના માત્ર લૂંટી લીધા પણ અપહરણ પણ કર્યું હતું. 

Feb 24, 2021, 11:27 PM IST

સુરતમાં જંગલરાજ: બિન્દાસ્ત આવેલા લૂંટારુઓએ ગેસ એજન્સીમાં ધોળા દિવસે ચલાવી લૂંટ

જિલ્લામાં લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ સહિતના અનેક ગુના નોંધાઈ રહ્યાં છે પોલીસ ગણતરીના દિવસોમાં પણ આરોપીઓને પકડી રહી છે પણ અહીં તો સુરત ગ્રામ્યમાં પણ જાણે કે ગુનાખોરીએ માજા મૂકી છે. ઓલપાડના સાયણ ગામમાં ધોળે દિવસે ભરબજારમાં લૂંટારુઓએ પોતાના કારનામાને અંજામ આપ્યો છે.  સુરતના ઓલપાડના સાયણ ગામના એચપી ગેસ કંપનીના ગોડાઉનમાં આવેલા લૂંટારુઓએ 38 હજારથી વધુની રોકડની લૂંટ ચાલી હોવાની પોલીસ ફરિયાદ નોંધાયા. ભરત ગાંધીની ડિલરશીપ હેઠળ આ ગેસ એજન્સી ચાલી રહી છે અને તેમના ભત્રીજા કેયૂર ગાંધી આ સમયે ત્યાં હજાર હતાં. આસપાસના ગામોમાં ગેસ સિલિન્ડરની ગ્રાહકોને ડિલિવરી આપીને બપોરે સિલિન્ડરમાં થયેલી રોકડનો હિસાબ થઈ રહ્યો હતો ત્યારે જ ક્યાંકથી ત્રણ શખ્સો દોડી આવ્યા. બુકાનીધારી શખ્સોએ ભરત ગાંધીને બાનમાં લેવાનો પ્રયાસ કર્યો અને આ જ જપાજપી વચ્ચે કેયૂર ગાંધી પણ વચ્ચે પડ્યા પણ લૂંટારુ લૂંટ કરવામાં સફળ રહ્યાં. કેયુર ગાંધીના માથા પર લાકડી મારી 38 હજારથી વધુની રોકડ લઈ લૂંટારા ફરાર થઈ ગયા. 

Feb 11, 2021, 11:15 PM IST

Porbandar Police નું ખાસ ઓપરેશન, આરોપીને પકડવા પોલીસને બદલવો પડ્યો વેશ

મધ્ય પ્રદેશના આદિવાસી વિસ્તારમાં આરોપીના વતન બયડામાં પોલીસ પહોંચી પરંતુ ઓળખ છતી થાય તો આરોપીના નાસવાનો ડર ઉભો હતો.

Feb 10, 2021, 06:21 PM IST

Valsad માં એકલા રહેતા વૃદ્ધને લૂંટારુઓએ ટાર્ગેટ કર્યાં, આંખમાં કેમિકલ નાંખી લૂંટ કરી

  • હાલમાં પોલીસ તમામ શકમંદોને પૂછપરછ કરી રહી છે અને નજીકના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ પણ ચેક કરી રહી છે. પરંતુ વૃદ્ધના નિવેદન બાદ જ આ સમગ્ર ઘટનામાં પ્રકાશ પડી શકે એમ છે. 

Jan 30, 2021, 04:23 PM IST

Morbi : હાઈવે પર વાહનચાલકોને રોકીને લૂંટ મચાવતી ટોળકી આખરે પકડાઈ

  • અમરેલી ગામના પાટિયા પાસે પંચરની દુકાન છે, ત્યાં ટાયરને રસ્તા ઉપર આડા મૂકીને વાહનોને રોકવામાં આવ્યા હતા
  • 10 થી વધુ વાહન ચાલકોની સાથે માથાકૂટ કરીને, માર મારીને, ટ્રકના કાચ તોડીને, લૂંટ ચલાવનારા ત્રીજા આરોપીને પકડવાનો બાકી છે

Jan 24, 2021, 03:02 PM IST

દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે રોબરીને ડામવામાં રહ્યા સફળ

કાળી અંધારી રાતમાં જો તમે ગોધરા તરફથી ઇન્દોર હાઇવે ઉપર થઇ દાહોદ જતા હોવ અને ભથવાડા ટોલપ્લાઝા પાસે કોઇ પોલીસ જવાન તમારી પાસે આવીને કહે કે અમે કહીએ પછી આગળ જજો

Jan 19, 2021, 02:48 PM IST

સુરતમાં બિહારરાજ આવતા પહેલા પોલીસ એક્શનમાં આવી, ત્રણ દિવસમાં જ્વેલર્સ લૂંટના આરોપીને પકડ્યો

  • સંદીપને રૂપિયાની જરૂરિયાત હોય તેણે કતારગામ ધનમોરા રોડ પર આવેલ પ્રસંગ જવેલર્સમાં સોનાના દાગીનાની લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો
  • સુરત શહેર પણ ગુનાખોરીનો અડ્ડો બની ગયો છે. સુરતમાં ગુંડારાજ પ્રસરી રહ્યું છે

Jan 7, 2021, 12:59 PM IST

સુરતમાં ગુંડારાજ, બેખોફ બનીને ફરી રહ્યાં છે લૂંટારુઓ, ધોળે દિવસે જ્વેલરી શોપમાં ઘૂસ્યા

સુરતના કતારગામ વિસ્તારમાં ધોળે દિવસે લૂંટના ઈરાદે 2 ઈસમોએ જ્વેલર્સને નિશાન બનાવ્યું હતું. જ્વેલર્સના માલિક અને કર્મચારી પર ચપ્પુથી હુમલો કરીને લૂંટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે સ્થાનિક લોકોએ હુરિયો બોલાવતા લૂંટ નિષ્ફળ નીવડી હતી અને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. જોકે, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. જેના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. 

Jan 3, 2021, 11:34 AM IST

આફ્રિકામાં ફરી એકવાર ગુજરાતી પર હુમલો, નિગ્રો લૂંટારુઓએ ભરૂચના યુવકને બંદૂક બતાવી લૂંટી લીધો

વેન્ડાની વસ્તી માત્ર 70 હજારની છે, પણ અહીં ગુજરાતીઓ જ 20 હજાર છે

Sep 5, 2020, 04:14 PM IST
Loot at Vaghodia Vadodara PT2M22S

વડોદરાના વાઘોડિયામાં અપહરણ વિથ લૂંટની ઘટના

વડોદરાના વાઘોડિયામાં અપહરણ વિથ લૂંટની ઘટના બની છે. અહીં 3 વ્યક્તિઓએ અપહરણ કરી લૂંટ ચલાવી હતી. અહીં યુવાન પાસેથી 10 હજાર રોકડા તેમજ ગાડી લઈ લૂંટારાઓ ફરાર થયા છે. ગત મોડી રાત્રે ફિલ્મી ઢબે આ ઘટના બની છે.

Mar 13, 2020, 12:20 PM IST
Bank looted at Anand PT3M4S

આણંદની બંધન બેન્કમાં લૂંટ

આણંદની બંધન બેન્કમાં લૂંટ

Feb 23, 2020, 05:20 PM IST
Rs 13.5 lakh robbed from a money exchanger in Alkapuri area of Vadodara PT5M34S

વડોદરામાં મની એક્સચેન્જ કરતો વેપારી લૂંટાયો, 13.50 લાખની લૂંટ થઈ

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં મની એક્સચેન્જ કરતા વેપારી પાસેથી 13.5 લાખ રૂપિયાની લૂંટ થઈ છે. આ ઘટનાને પગલે પોલીસે નાકાબંધી કરીને લૂંટારૂઓને શોધવા શહેરમાં ચારેતરફ નાકાબંધી કરી છે. બાઈક પર આવેલા ત્રણ લૂંટારુઓ વેપારી પાસેથી 10 હજાર ડોલર, 7000 પાઉન્ડની લૂંટ કરીને ભાગી છૂટ્યા હતા. કસ્ટમ અધિકારીની ઓળખ આપી લૂંટને અંજામ આપી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે.

Feb 8, 2020, 10:45 PM IST
Loot caught on CCTV at Banaskantha PT3M12S

બનાસકાંઠાના દાંતીવાડાના સાંતરવાડા ગામની દૂધ મંડળીમાં લાખોની ચોરી

બનાસકાંઠાના દાંતીવાડાના સાંતરવાડા ગામની દૂધ મંડળીમાં ચોરીની ઘટના નોંધાઈ છે. અજાણ્યા શખ્સોએ દૂધ મંડળીનું તાળું તોડી અંદર પડેલી તિજોરીમાંથી 1,59,600 રૂપિયાની ચોરી કરી હતી અને પછી પલાયન થઈ ગયા હતા. દૂધ મંડળીમાં ચોરી કરતા બે અજાણ્યા શખ્સો CCTV કેમેરામાં કેદ થયા છે. પાંથાવાડા પોલીસે CCTV ફુટેજના આધારે તપાસ હાથ ધરી છે.

Feb 8, 2020, 04:40 PM IST