ક્રાઈમ

જેલમાં ભેગા થયા એક એકથી ચઢિયાતા ખૂંખાર આરોપીઓ, નવી ટોળકી બનાવીને શરૂ કર્યું વાહન ચોરીનું નવુ કારનામુ

  • ગણતરીની સેંકડોમાં બનાવટી ચાવી બનાવી ગાડીની ચોરી કરતી આંતરરાજ્ય ટોળકીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી 
  • ગાડી ટાર્ગેટ કરી 5 મિનિટમાં બનાવટી ચાવી બનાવી ચોરીને અંજામ આપી ફરાર થઈ જતા હતા
     

Oct 20, 2021, 05:34 PM IST

ઓનલાઇન જુગાર રમવાની લત અમદાવાદી યુવાનોને લૂંટ કરવા સુધી લઈ ગઈ 

અમદાવાદના નિકોલમાં ફિલ્મી ઢબે થયેલ લૂંટ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે, ફરિયાદી જ પોલીસની તપાસમાં આરોપી બનીને સામે આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચે 10 કિલો ચાંદી કબ્જે કરીને વધુ તપાસ શરૂ કરી છે. 

Oct 20, 2021, 04:43 PM IST

હવે વલસાડમાં બહારથી આવીને ગુનો કરતા તત્ત્વોની ખેર નથી, પોલીસની નવી APP બધો રેકોર્ડ રાખશે

રાજ્યના છેવાડે આવેલા વલસાડ જિલ્લામાં બહારથી આવતા લોકો ઉપર નજર રાખવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. જિલ્લા બહારથી આવતા લોકો હવે હોટલમાં રોકાતા મુસાફરોની નોંધ ફરજિયાતપણે હોટેલ સંચાલકો દ્વારા જિલ્લા પોલીસના એપમાં કરવાની રહેશે તો શું છે આ એપ અને કેટલું ઉપયોગી બનશે આ એપ વલસાડ જિલ્લા માટે જોઈએ.

Oct 8, 2021, 08:27 AM IST

Shocking CCTV : સુરતમાં આઠમા માળે રમતું બે વર્ષનું બાળક નીચે પટકાતાં કરુણ મોત

શહેરના કતારગામ વિસ્તારમાં હૃદય કંપાવી નાખે એવી ઘટના સામે આવી છે, જેમાં આજે લક્ષ્મી રેસિડેન્સીના આઠમા માળેથી બે વર્ષનું બાળક નીચે પટકાયું અને તેનું કરુણ મોત નિપજ્યું હતું. રમતાં રમતાં બાળક નીચે પટકાવાની ઘટના CCTVમાં થઈ કેદ થઈ છે. જેમાં જણાઇ આવે છે કે, ફ્લેટના આગળના પેસેજમાં બાળક ગ્રિલ પાસે રમતું હતું અને આ દરમિયાન તે નીચે પટકાયું. આ ઘટના માતા-પિતા અને પરિવારજનો માટે લાલબત્તી સમાન કિસ્સો છે.

Oct 1, 2021, 10:17 AM IST

સુરતમાં શિક્ષકે ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીનીના અંગો પર હાથ ફેરવ્યો...

સુરતના કાપોદ્રા અશ્વનીકુમાર રોડની જગદગુરુ શ્રી વલ્લભાચાર્ય સ્કુલના ધો.7 માં અભ્યાસ કરતી 12 વર્ષીય કિશોરીની છેલ્લા એક મહિનાથી ચાલુ ક્લાસે છેડતી કરતા વિજ્ઞાન શિક્ષકની કાપોદ્રા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.

Oct 1, 2021, 09:38 AM IST

સ્ટાર્ટ અપના નામે સુરતમાં મોટી છેતરપીંડી, મફત ટેબલેટ યોજનાના નામે દોઢ કરોડ ખંખેરી લીધા

સુરતના વરાછા મિની બજાર ડાયમંડ વર્લ્ડ ટાવર ખાતે સ્ટાર્ટઅપ ઇન્ડિયા પોર્ટલ પ્રોગ્રામ હેઠળ યસ વર્લ્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારના વિદ્યાર્થીઓ પણ ટેબલેટ ખરીદીને અભ્યાસ કરી શકે તે માટે સરકારી યોજના હેઠળ રૂપિયા 4500નું ટેબલેટ રૂપિયા 1000માં આપવાની જાહેરાત કરી હતી. પરંતુ હવે આ કંપની સંચાલકો સામે 18 જેટલા ટ્યુશન ક્લાસીસના સંચાલકો પાસેથી 15 હજાર ટેબલેટનો ઓર્ડર મેળવીને એડવાન્સમાં રૂપિયા દોઢ કરોડ ખંખેરી લેવાની ફરિયાદ નોંધાઇ છે.

Sep 26, 2021, 03:25 PM IST

એક તરફી પ્રેમીનું પાગલપન, યુવતીના સ્કૂટીમાં GPS લગાવીને તેની પાસે પહોંચી જતો અને કિસ કરતો

વાપીમાં એકતરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ એવો પ્રેમ કર્યો કે, જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. તેમજ યુવતીને પ્રેમસંબંધ નહિ રાખે તો જાનથી મારવાની ધમકી પણ આપી છે. આ ઉપરાંત આ પ્રેમી વારંવાર સ્યુસાઇડની ધમકી આપી ઇમોશનલ અત્યાચાર કરતો હતો. આ પ્રેમીએ તો આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો. તેણે યુવતીના સ્કુટીમાં GPS લગાવ્યું હતુ, જેથી તે લોકેશન મેળવીને યુવતી જ્યાં હોય ત્યાં પહોંચી જતો અને તેને બળજબરીથી કિસ કરતો.

Sep 25, 2021, 07:59 AM IST

નવી કેબિનેટની રેસમાં ચર્ચામાં રહેલા ભરૂચના MLA દુષ્યંત પટેલનું Facebook ID હેક કરાયું

  • હેકર દ્વારા તેમનો ફોટો અને માહિતી મૂકી લોકો પાસે રૂપિયા ઉઘરાવવા માટેના મેસેજ કરાયા
  • દુષ્યંત પટેલ દ્વારા પોલીસને આ અંગે ફરિયાદ કરવામાં આવી 

Sep 18, 2021, 02:25 PM IST

ગરીબ દીકરીની જીવનભરની પૂંજી ચોરનાર આરોપીઓને આખરે સુરત પોલીસે પકડી પાડ્યા

સુરતના વરાછા વિસ્તારમાં રિક્ષામાં વૃદ્ધને બેસાડી રૂપિયા 3 લાખના સોનાના દાગીના અને રોકડ રૂપિયાની ચોરી કરનાર ગેંગના બે સાગરીતોને વરાછા પોલીસે ઝડપી પાડ્યા હતા. જેઓની પાસેથી ચોરીનો તમામ મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. અગાઉ આ ગેંગ સલાબતપુરા, લિંબાયત તથા રેલવે પોલીસના હાથે ઝડપાઇ ચૂક્યા છે. છતા તેઓ વારંવાર ગુનામાં આચરતા રહે છે. 

Sep 17, 2021, 01:34 PM IST

અમદાવાદની ત્રીજી આંખ સક્રિય બની : શહેરભરમાં લગાવાયેલા 4000 કેમેરા રાખશે વોચ   

ચોર, લૂંટારા અને આતંકીઓનું સોફ્ટ હંમેશાથી અમદાવાદ રહ્યું છે. આખા દિવસ દરમિયાન અમદાવાદ (Ahmedabad) ના અલગ અલગ ખૂણેના ગુનેગારો કોઈને કોઈ ગુના (crime) ને અંજામ આપતા હોય છે. ગુનેગારો ફરાર થવામાં પણ સફળ રહેતા હોય છે. ત્યારે હવે અમદાવાદના ખૂણે ખૂણા પર અમદાવાદ શહેર પર પોલીસની ત્રીજી આંખ સતત એલર્ટ મોડમાં રહે છે. 

Sep 17, 2021, 01:16 PM IST

પિતાની હેવાનિયતભરી હરકત, પત્ની પિયર જતી રહેતા એક વર્ષની દીકરીને કૂવામાં ફેંકી દીધી 

  • પાલનપુરના ધાણધામાં પત્ની રિસાઇને પિયર જતા રહેતા પિતાએ જ પોતાની ફૂલ જેવી દિકરીને કૂવામાં ફેંકી દીધી
  • પતિ- પત્નિ વચ્ચે ઝઘડો થતા પત્ની રિસાઇને તેના બહેન-બનેવીના ઘરે જતી રહી હતી, જેનુ પરિણામ બાળકીને ભોગવવુ પડ્યું 

Sep 11, 2021, 10:24 AM IST

વડોદરા : બે વિઘા જમીનના ટુકડા માટે પિશાચી પૌત્રએ દાદીની હત્યા કરી નાંખી

વડોદરા પાસેના વાઘોડિયાના છેવાડે આવેલા પોપડીપુરા ગામમા એકલવાયુ જીવન જીવતા 70 વર્ષની વૃધ્ધાની લાશ ગામના એક ઘરની બહાર મળી આવી હતી. પોલીસે મૃતદેહનું નિરીક્ષણ કરતા વૃદ્ધાના છાતીના ભાગે મુઢમાર અને ગળા પર ગળુ દબાવી મોત નિપજાવી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે વધુ એક ચોંકાવનારી હકીકત એ સામે આવી કે, બે વીધા જમીન માટે પૌત્રએ દાદીની હત્યા કરી હતી અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. 

Sep 9, 2021, 11:59 AM IST

વલસાડ : 61 કિલો ગાંજો ગુજરાતમાં વેચાય તે પહેલા જ પોલીસે પકડી લીધો, કારમાં લઈ જવાતો હતો

દક્ષિણ ગુજરાત એ ગુજરાતમાં ડ્રગ્સ ધૂસાડવાનુ પ્રવેશદ્વાર બની ગયુ છે. આ માર્ગથી ગુજરાતમાં ઘૂસાડાતો ડ્રગ્સ અનેકવાર પકડાઈ ચૂક્યો છે. ત્યારે વધુ એકવાર વલસાડમાંથી માતબર રકમનો ગાંજો પકડાયો છે. 

Sep 9, 2021, 07:49 AM IST

અરવલ્લી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટના 8 દિવસ બાદ પણ પોલીસ શોધી નથી શકી કે, ગ્રેનેડ આવ્યો ક્યાંથી?

તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા એક શખ્સ અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે શખ્સની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે કે, આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો. જોકે, આ કેસમાં પોલીસ હજી પણ એ માહિતીથી દૂર છે કે, આખરે આ ગ્રેનેડ આવ્યો ક્યાંથી. 

Sep 5, 2021, 11:16 AM IST

અરવલ્લી હેન્ડગ્રેનેડ બ્લાસ્ટમાં નવો વળાંક : મૃતકના ભાઈએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

તાજેતરમાં અરવલ્લી (Arvalli) જિલ્લાના શામળાજી નજીક આવેલા ગોઢકુલ્લા ગામના એક ઘરમાં ભેદી બ્લાસ્ટ થતા યુવક અને બાળકીનું મોત નિપજ્યું હતું. જ્યારે યુવકની પત્ની અને બે બાળકો સહીત પરિવારના ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે આ ભેદી ધડાકા (blast) મામલે મોટો ખુલાસો થયો છે. આ બ્લાસ્ટ હેન્ડ ગ્રેનેડથી થયો હતો. જોકે, આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે. હેન્ડ ગ્રેનેડ બ્લાસ્ટમાં મોતને ભેટનાર યુવકના નાનાભાઈએ ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો છે. તેણે ઝાડ સાથે લટકીને ગળેફાંસો ખાઈ લીધો છે. જેથી પરિવારે આક્ષેપ લગાવ્યો છે કે, પોલીસ તરફથી કરાયેલા સતત દબાણથી કંટાળીને આપઘાત કર્યો છે. 

Sep 3, 2021, 04:12 PM IST

વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો : મોબાઈલ માટે ઠપકો આપતા વિફરેલા દીકરાએ પિતાની હત્યા કરી

આજની જનરેશનના દરેક માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરત (Surat) માં મોબાઈલ ફોનમાં ગેમ માટે ઠપકો આપનાર પિતાની સગીર પુત્રે હત્યા (murder) કરી છે. મોબાઈલ ફોનમાં ગેમ રમવાની લતે ચઢી ગયેલા સગીર પુત્ર પાસેથી પિતાએ મોબાઇલ લઈ લીધો હતો. જેને લઈને ઝઘડો થતા સગીરે પિતા ઉપર હુમલો કરી તેમની હત્યા કરી છે. 

Sep 2, 2021, 03:37 PM IST

સુરત : પ્રેમી સાથે ભાગી ગયેલી પત્નીને પતિએ બરાબરનો પાઠ ભણાવ્યો, પોલીસ સ્ટેશનમાં જ રાખડી બંધાવી

ક્રાઈમ સિટી સુરતમાં રોજેરોજે ચોંકાવનારા બનાસ સામે આવે છે. ત્યારે સુરતના વરાછા વિસ્તારમાં ભાગી ગયેલી પરિણીતાના પતિએ બરાબરના પાઠ ભણાવ્યા છે. પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પતિએ પોલીસ સ્ટેશનની અંદર જ પ્રેમીને રાખડી બંધાવી હતી. 

Sep 2, 2021, 11:57 AM IST

ડબલ મર્ડરથી કંપી ઉઠ્યું બોટાદ : ઉશ્કેરાયેલા પતિએ પત્નીને રહેંસી નાંખી, વચ્ચે પડેલી ભાભીને પણ ન છોડી 

કહેવાય છે ને કે કાયમી ઘર કંકાસનુ પરિણામ સારુ આવતુ નથી. આવો જ એક કિસ્સો રાણપુર પંથકમાં પ્રકાશમાં આવ્યો છે. બોટાદના રાણપુર તાલુકાના ગુંદા ગામે પતિએ પોતાની પત્ની અને ભાભીને છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા (Murder) કરવામાં આવી છે. છરીના ઘા ઝીકી પતિએ પત્ની અને ભાભીને મોતને ઘાટ ઉતારી હત્યારો પતિ ફરાર થઈ ગયો હતો. આ ઘટનાથી નાનકડા ગુંદા ગામમાં શોક પ્રસરી જવા પામ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી અને બંને મહિલાની હત્યા કરનાર આરોપી (crime) ને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. 

Sep 1, 2021, 02:45 PM IST

નડિયાદ બાળકો વેચવાનું કૌભાંડ : સગર્ભા માટે રખાતી આયાની દીકરીના બાળકનો સોદો 2 લાખમાં કર્યો હતો  

નડીયાદમાં બાળક વેચવાના કૌભાંડમાં રોજેરોજે નવા ધડાકા થઈ રહ્યાં છે. ત્યારે ત્રણ મહિલાઓની ગેંગ દ્વારા આચરવામા આવેલા આ કૌભાંડમાં વધુ એક મોટો ધડાકો થયો છે. ત્રણ મહિલાની ગેંગે અમદાવાદમાં પણ બાળક વેચ્યું હોવાનો ખુલાસો થયો છે. બાળક વેચવા માટે તેમણે ગર્ભવતી મહિલાને ડિલિવરી કરવા રખાતી આયાનો ઉપયોગ કર્યો હતો. આયા નૂરબાનુના ઉપયોગથી બાળકનો સોદો કરાયો હતો. આયા નૂરબાનુની દીકરીને જ સરોગસી માતા બનાવી હતી અને તેનું જ બાળક બે લાખ રૂપિયામાં વેચી માર્યું હતું. ત્યારે બાળકને ખરીદનાર દંપતીની નડિયાદ SOGએ શોધ શરૂ કરી છે. 

Aug 25, 2021, 02:00 PM IST

ખેડા : એક સમયે MBBS ની સ્ટુડન્ટ માયા કેવી રીતે બની બાળકોનો સોદો કરતી કૌભાંડી, જુઓ અહેવાલ

 ખેડા એસઓજીએ નકલી ગ્રાહકો મોકલીને આ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. માયા સાથે બાળકોનો સોદો કરતી બીજી ત્રણ મહિલાઓ પણ પકડાઈ છે. એમબીબીએસના ત્રીજા વર્ષનો અભ્યાસ અધૂરો મૂકીને માયા કેવી રીતે બાળકોનો સોદો કરતી થઈ ગઈ તે પોલીસ તપાસમાં સામે આવ્યું

Aug 21, 2021, 10:24 AM IST