Gujarat Election 2022 ADR રિપોર્ટઃ ગુજરાત ચૂંટણીમાં ઉમેદવારોનો રિપોર્ટ જાહેર, જાણો કોણે કેટલું કામ કર્યું અને કોના પર કેટલા દાગ?

Gujarat Election 2022: એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ જાહેર કરાયો છે. 

Gujarat Election 2022 ADR રિપોર્ટઃ ગુજરાત ચૂંટણીમાં ઉમેદવારોનો રિપોર્ટ જાહેર, જાણો કોણે કેટલું કામ કર્યું અને કોના પર કેટલા દાગ?

Gujarat Election 2022: સપના શર્મા, અમદાવાદ: ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ રિપોર્ટ જાહેર કરાયો છે. Adr દ્વારા પ્રથમ તબક્કાના ઉમેદવારોનો રિપોર્ટ જાહેર કર્યો છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટીક રિફર્મ દ્વારા રિપોર્ટ જાહેર કરાયો છે. જેમાં ઉમેદવારોનો ગુનાહિત ઇતિહાસનો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત અને મિલકતનો રિપોર્ટ જાહેર કરાયો છે. 

પ્રથમ તબક્કાની 89 વિધાનસભાના 788 ઉમેદવારોના સોગંદનામાંનું વિશ્લેષણ કરાયું છે. 788 ઉમેદવારો માંથી 167 ઉમેદવારો (21 ટકા) ગુનાઓ ધરાવે છે. 167 ઉમેદવારમાંથી 100 (13 ટકા) સામે ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. 2017માં પ્રથમ તબક્કામાં ઉભા રહેલા 923 ઉમેદવારોમાંથી 137 ઉમેદવાર (15 ટકા) ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. જ્યારે 2017માં 78 ઉમેદવાર (8 ટકા) ગંભીર ગુનાહિત ઇતિહાસ ધરાવતા હતા. 2017 કરતા 2022માં ગંભીર ગુનાઓના ઉમેદવાર વધુ છે. 211 ઉમેદવારો કરોડપતિ હોવાનું સામે આવ્યું છે. પ્રથમ તબક્કાના 27 ટકા ઉમેદવાર કરોડપતિ છે. જે 2.88 કરોડ ઉમેદવારોની સરેરાશ મિલકત થાય છે.

ગંભીર ગુનાવાળા ઉમેદવારો (પક્ષવાર): 
AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%), INC ના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), BJPના 89 11 (12%) અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે. મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર કુલ 9 ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે.

મર્ડરને લગતા ગુનાઓ 
3 ઉમેદવારો સામે IPC -302 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણથી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે, એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 2017 માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી.

પક્ષ પ્રમાણે ગુનાહિત ઇતિહાસ ધરાવતા ઉમેદવાર પર એક નજર કરીએ તો...

  • Aap ના 88 ઉમેદવારો માંથી 32 ઉમેદવારો (36 ટકા) સામે ગુના દાખલ છે. 
  • કોંગ્રેસના 89 ઉમેદવારોમાંથી 31 (35 ટકા) સામે ગુના દાખલ 
  • જ્યારે ભાજપના 89 ઉમેદવારો માંથી 14 ઉમેદવાર (16 ટકા) સામે ગુના દાખલ 
  • Btpના 14 ઉમેદવારોમાંથી 4 ઉમેદવાર(29ટકા) ઉમેદવાર સામે ગુના દાખલ

પક્ષપ્રમાણે ઉમેદવારોની સંપત્તિ

  • મોટા ભાગના પક્ષો વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપે છે, 
  • મુખ્ય પક્ષોની વાત કરીએ તો BJP ના 89 ઉમેદવારોમાંથી 79 (98 ટકા ) કરોડપત્તિ છે
  • જ્યારે INE ના 89 ઉમેદવારોમાંથી 65 (73 ટકા ) કરોડપતિ છે
  • AAP ના 88 ઉમેદવારોમાંથી ૩૩ (38%) ટકા ઉમેદવાર કરોડ ઉપર સંપત્તિ ધરાવે છે.

સરેરાશ મિલકત: 

  • પ્રથમ તબક્કામાં ચૂંટણી લડતા ઉમેદવારોની સરેરાશ મિલકત 2.88 કરોડ છે. 2017માં એ 2.16 કરોડ હતી. 
  • સરેરાશ મિલકત પક્ષ પ્રમાણે BJP ના કુલ 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 13.40 કરોડ થાય છે, 
  • જ્યારે INCના 89 ઉમેદવારોની સરેરાશ મિલકત 8.38 કરોડ
  • AAPના 88 ઉમેદવારોની સરેરાશ મિલકત 1.99 કરોડ છે
  • ભારતીય ટ્રાઇયબલ પાર્ટીના 14 ઉમેદવારોની સરેરાશ મિલકત 23.39 કરોડ છે.

ગંભીર ગુનાવાળા ઉમેદવારો પર પક્ષ પ્રમાણે એક નજર

  • AAP પક્ષના કુલ 88 ઉમેદવારોમાંથી 26 (30%) સામે ગંભીર ગુનાઓ દાખલ 
  • કોંગ્રેસના કુલ 89 ઉમેદવારોપૈકી 18 (20%), સામે ગંભીર ગુનાઓ 
  • BJPના 89 11 (12%) અને BTP ના 14 ઉમેદવારો પૈકી 1 (7%) ઉમેદવારો ગંભીર ગુનાઓ વાળા છે.
  • મહિલાઓ સામેના ગુનાઓ ધરાવતા ઉમેદવાર પર એક નજર 
  • કુલ 9 મહિલા ઉમેદવારની સામે મહિલાઓ સામે અત્યાચારના ગુનાઓ દાખલ છે 

મર્ડરને લગતા ગુનાઓ – 3

  • મહિલા ઉમેદવારો સામે IPC -302 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, જ્યારે 12 ઉમેદવારની સામે IPC 307 મુજબના ગુનાઓ દાખલ થયેલા છે, તેવું ઉમેદવારોએ જાહેર કર્યું છે. 25 વિધાનસભા મતક્ષેત્રોમાં ત્રણથી વધુ ઉમેદવારો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે,એટલે એમને રેડ એલર્ટ મતક્ષેત્રો કહેવામા આવ્યા છે. 
  • 2017માં રેડ અલર્ટ મતક્ષેત્રોની સંખ્યા 21 (24%) હતી
  • ભ્રસ્ટાચારની નાબુદીની જાહેરાત સાથે આવેલી આમ આદમી પાર્ટીના જ ઉમેદવારોમાં સૌથી વધુ ક્રિમિનલ કેસ
  • જયારે ભાજપના ઉમેદવારો સામે સૌથી ઓછા ક્રિમિનલ કેસ

રિપોર્ટ મુજબ પક્ષ વધુ પૈસા ધરાવતા ઉમેદવારોને ટિકિટ આપતાં હોવાનું ફલિત થયું.

  • ભાજપના 79, INCમાંથી 65 અને આપના 33 ઉમેદવારો કરોડપતિ
  • રાજકોટ પશ્ચિમના અપક્ષ ઉમેદવાર ભુપેન્દ્રભાઈ ભવાનભાઈ પટોડિયાએ તેમની મિલકત ઝીરો હોવાનું દર્શાવ્યું.
  • 788 ઉમેદવારોમાંથી 37 ઉમેદવારોએ પાન નંબર જાહેર કર્યા નથી
  • 492 (62)% ઉમેદવારોઈ તેમના સોગંધનામામાં 5 થી 12 ધોરણ સુધીનુંઅભ્યાસ કર્યો હોવાનું જાહેર કર્યું
  • 185(23)% ઉમેદવારો ગ્રેજ્યુએટ
  • 21 ઉમેદવારો ડિપ્લોમા હોલ્ડર છે
  • માત્ર 53 ઉમેદવારોને લખતા વાંચતા આવડે છે
  • 37 ઉમેદવારો નિરક્ષર
  • 277(35)% ઉમેદવારો 25 થી 40 ઉંમર સુધીના...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news