ગુજરાત બાદ પેજ સમિતિના 'બ્રહ્માસ્ત્ર'નો લોકસભામાં ઉપયોગ કરશે ભાજપ! જાણો કેટલો સફળ થશે?

ભાજપને મળેલી 156 બેઠકોની ભવ્ય જીતના સારથી નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનુ નવસારી જિલ્લા ભાજપે ભવ્ય અભિવાદન કર્યુ હતુ. સાથે જ 2024માં પેજ સમિતિના બ્રહ્માસ્ત્ર થકી નવસારી લોકસભા જીતવાનો સંકલ્પ પણ કર્યો હતો. 

ગુજરાત બાદ પેજ સમિતિના 'બ્રહ્માસ્ત્ર'નો લોકસભામાં ઉપયોગ કરશે ભાજપ! જાણો કેટલો સફળ થશે?

ઝી બ્યુરો/ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ભાજપને મળેલી 156 બેઠકોની ભવ્ય જીતના સારથી નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનુ નવસારી જિલ્લા ભાજપે ભવ્ય અભિવાદન કર્યુ હતુ. સાથે જ 2024માં પેજ સમિતિના બ્રહ્માસ્ત્ર થકી નવસારી લોકસભા જીતવાનો સંકલ્પ પણ કર્યો હતો. 

ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં નવસારી લોકસભા બેઠક પર ભવ્ય જીત મેળવવામાં કારગર સાબિત થયેલા પેજ સમિતિના બ્રહ્માસ્ત્રનો ઉપયોગ ભાજપને ફળ્યો હતો. પેજ સમિતિની રણનીતિથી ગુજરાતમાં 182 બેઠકો જીતવામાં પાટિલના દાવા સામે કોંગ્રેસની આંતરિક રણનીતિ અને આમ આદમી પાર્ટીના પ્રચારને કારણે ભાજપ વધુ બેઠક મેળવે એવી સ્થિતિ રાજકીય પંડિતોને દેખાતી ન હતી. 

પરંતુ ચુંટણી પરિણામમાં 156 બેઠક ભાજપે મેળવી સૌને આશ્ચર્યમાં મૂકયા હતા. જેમાં પાટીલે માધવસિંહ સોલંકીએ 34 વર્ષ પૂર્વે ખામ થિયરી અને સમાજો વચ્ચે ભાગલા પાડી 149 બેઠકો જીત્યાના આક્ષેપો કરી, ભાજપે સૌના સાથ સૌના વિકાસના સૂત્ર સાથે 156 બેઠકો પર જીત મેળવી રકોર્ડ બનાવ્યો હોવાનો ગર્વ લીધો હતો. પેજ સમિતિ નવસારી લોકસભાની તાકાત છે, જે સમગ્ર ગુજરાતે જોઈ ને હવે આગામી લોકસભા ચુંટણીમાં ભાજપ પેજ સમિતિના બ્રહ્માસ્ત્રને લાગુ કરવા જઈ રહી છે. ત્યારે ભાજપની જીતના સારથી નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને આતશબાજી, ફૂલોના વરસાદ તેમજ મોમેંટો આપીને પોંખ્યા હતા.

સમારોહમાં સી. આર. પાટીલે આગામી લોકસભા ચુંટણીમાં ગુજરાતની 26 બેઠકો જંગી લીડથી જીતવા સંકલ્પ સાથે કોંગ્રેસ અને આપના ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થાય એવી મહેનત કરવાની અપીલ કરી હતી. સાથે જ નવસારી લોકસભામાં ચુંટણી પૂર્વે એકપણ બાળક કુપોષિત ન રહે તેમજ નવસારી લોકસભા ટીબી મુક્ત બને એવા પ્રયાસો કરવા આહ્વાન કર્યુ હતુ. આ સાથે જ રાજ્યની 26 લોકસભા બેઠકો પર પ્રભારીની નિયુક્તિ કરવાનો પ્રારંભ નવસારીથી કર્યો, જેમાં તાપી જિલ્લાના પ્રભારી અશોક ધોરાજિયાને નવસારી લોકસભા બેઠકના પ્રભારી નીમ્યાની જાહેરાત કરતા સૌએ તેમને વધાવી લીધા હતા!
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news