વડોદરા: જેલમાંથી જામીન છુટ્યા બાદ સરઘસ કાઢનારા આરોપીને પોલીસે ફરી જેલ ભેગો કર્યો

વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છુટેલા હત્યાના આરોપીએ 20 દિવસ અગાઉ પોતાના વિસ્તારમાં ઓડી કારમાં પોતાના મિત્રો સાથે રેલી કાઢીને પોલીસ તંત્રની આબરૂનાં લીરેલીરા ઉડાવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ મુદ્દે PCB દ્વારા જાહેર નામાના ભંગના ગુનામાં હત્યાના આરોપી સુરજ ઉર્ફે ચુઇ રમણલાલ કહારની ધરપકડ કરી હતી.

વડોદરા: જેલમાંથી જામીન છુટ્યા બાદ સરઘસ કાઢનારા આરોપીને પોલીસે ફરી જેલ ભેગો કર્યો

વડોદરા : વડોદરા સેન્ટ્રલ જેલમાંથી જામીન પર છુટેલા હત્યાના આરોપીએ 20 દિવસ અગાઉ પોતાના વિસ્તારમાં ઓડી કારમાં પોતાના મિત્રો સાથે રેલી કાઢીને પોલીસ તંત્રની આબરૂનાં લીરેલીરા ઉડાવ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો. આ મુદ્દે PCB દ્વારા જાહેર નામાના ભંગના ગુનામાં હત્યાના આરોપી સુરજ ઉર્ફે ચુઇ રમણલાલ કહારની ધરપકડ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, 23 ફેબ્રુઆરીના રોજ વાઘોડિયા રોડ કલાદર્શન ચાર રસ્તા પાસે કારને ઓવરટેક કરવા બાબતે કેવલ ઉર્ફે દેવલ જાદવને ઢોર મારમારીને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ બનાવમાં પાણીગેટ પોલીસે સુરજ ઉર્ફે ચુઇ રમણલાલ કહાર સહિત 6 લોકોની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તમામને કોર્ટમાં રજુ કર્યા હતા. તમામને જેલમાં મોકલી અપાયા હતા.

આ હત્યાના બનાવમાં કોર્ટે 4 જુનના દિવસે સુરજને જામીન મળ્યા હતા. આરોપી જામીન પર મુક્ત થયા બાદ તેના સાગરીતોએ ઓડી કાર લઇને જેલ પહોંચ્યા હતા. ત્યાંથી સરઘસ કાઢીને વારીયા વિસ્તારમાં સરઘસ કાઢ્યું હતું. જેના પગલે હરકતમાં આવેલી ક્રાઇમબ્રાંચે સુરજ કહાર સહિત તેના સાગરિતો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તેમની પાસેથી 3 મોબાઇલ જપ્ત કર્યા છે. કેટલાક આરોપી હિસ્ટ્રી શીટર પણ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news