હરણી બોટ દુર્ઘટના બાદ તંત્રની આંખ ઊઘડી; આ 20 શાળા બંધ કરવા નોટિસ, 10 હજાર બાળકોનું ભાવિ અધ્ધરતાલ
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાદ હવે કડકાઈથી કામગીરી કરી રહ્યા છે. કોર્પોરેશનના દરેક વોર્ડ ઓફિસના નાયબ કાર્યપાલક ઇજનેરોએ શિક્ષણ સમિતિ સંચાલિત 20 જેટલી સ્કૂલોને જર્જરિત હોવાના કારણે નોટિસ આપી બંધ કરવાના આદેશ કર્યા છે. જેને લઇ શિક્ષણ સમિતિના શાસકો અને અધિકારીઓ દોડતા થયા છે. શિક્ષણ સમિતિની 20 સ્કૂલોમાં અંદાજિત 10 હજાર બાળકો અભ્યાસ કરે છે ત્યારે તેમના ભવિષ્ય સામે સવાલો ઉઠ્યા છે.
Trending Photos
રવિ અગ્રવાલ/વડોદરા: હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશનના સત્તાધીશો અધિકારીઓ સફાળા જાગ્યા છે. શિક્ષણ સમિતિની વર્ષોથી જર્જરિત સ્કૂલમાં ભણતા બાળકોની સુરક્ષાની મોડે મોડે ચિંતા કરવામા આવી છે. કોર્પોરેશને શિક્ષણ સમિતિની 20 જેટલી સ્કૂલો જર્જરિત હોવાથી નોટિસ આપી બંધ કરવાના આદેશ આપતાં બાળકોનું ભવિષ્ય જોખમાયું છે.
વડોદરા કોર્પોરેશનના અધિકારીઓ હરણી લેક ઝોન બોટ દુર્ઘટના બાદ હવે કડકાઈથી કામગીરી કરી રહ્યા છે. કોર્પોરેશનના દરેક વોર્ડ ઓફિસના નાયબ કાર્યપાલક ઇજનેરોએ શિક્ષણ સમિતિ સંચાલિત 20 જેટલી સ્કૂલોને જર્જરિત હોવાના કારણે નોટિસ આપી બંધ કરવાના આદેશ કર્યા છે. જેને લઇ શિક્ષણ સમિતિના શાસકો અને અધિકારીઓ દોડતા થયા છે. શિક્ષણ સમિતિની 20 સ્કૂલોમાં અંદાજિત 10 હજાર બાળકો અભ્યાસ કરે છે ત્યારે તેમના ભવિષ્ય સામે સવાલો ઉઠ્યા છે…કોર્પોરેશનના અધિકારીઓએ શિક્ષણ સમિતિને નોટિસ પાઠવી પોતાની જવાબદારીમાથી હાથ અધ્ધર કરી લીધા છે. જેને લઈ શાસનાધિકારીએ સર્વ શિક્ષા અભિયાનના એન્જિનિયરને સાથે રાખી જર્જરિત સ્કૂલોનું ઈન્સ્પેક્શન શરુ કર્યું છે. સાથે જ સ્કૂલોના પ્રિન્સિપાલોને 7 દિવસના બાળકોને બેસાડવા માટેની વૈકલ્પિક જગ્યાઓ શોધી કાઢવા માટે આદેશ કર્યા છે. બાળકોને અન્ય બિલ્ડીંગમાં અથવા ભાડાના મકાનમાં ખસેડવામાં આવશે…સાથે જ જર્જરિત સ્કૂલોમાં જરૂરી સમારકામ હાથ ધરવામાં આવશે.
કઈ કઈ સ્કૂલને બંધ કરવા નોટિસ આપી છે તેની વાત કરીએ તો.. લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા, મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા,મહારાણા પ્રતાપ હિન્દી પ્રાથમિક શાળા, સંત જલારામ પ્રાથમિક શાળા, મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા, પુજ્ય રંગ અવધુત પ્રાથમિક શાળા, શ્રી માધવરાવ ગોળવલકર મરાઠી પ્રાથમિક શાળા, ડૉ. હેડગેવાર પ્રાથમિક શાળા , વીર સાવરકર ગુજરાતી, હિન્દી પ્રાથમિક શાળા , રામકૃષ્ણ પરમહંસ પ્રાથમિક શાળા, નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા, મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા, રમણલાલ.એન.શાહ પ્રાથમિક શાળા, કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, મંજુલાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા, નગર પ્રાથમિક કન્યા શાળા, પ્રતાપ મરઘાની પોળ, કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા, રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા , માં સરસ્વતી પ્રાથમિક શાળા અને સરદારસિંહ રાણા પ્રાથમિક શાળાનો સમાવેશ થાય છે.
નિઝામપુરામાં આવેલી મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળાની હાલત ખુબ બદ્દતર છે. સ્કૂલના બિલ્ડીંગના પિલ્લરના સળિયા દેખાવા લાગ્યાં, સાથે જ વર્ગખંડમાં સિલીંગના પોપડા ઊખડી ગયાં છે. તો દિવાલના પોપડા પણ ઊખડી સળિયા દેખાવા લાગ્યાં છે…સ્કૂલને ભયજનક પણ જાહેર કરવામાં આવી છે છતાં અન્ય કોઇ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાથી બાળકોને જીવના જોખમે જર્જરિત સ્કૂલોમાં ભણાવવામાં આવી રહ્યા છે. ત્યારે સ્કૂલમાં ભણતા બાળકો અને પ્રિન્સીપાલ તેમને સ્કૂલમાં ડર લાગે છે તેવી આપવીતી વ્યક્ત કરી રહ્યા છે. સ્કૂલના બાળકો નવી સ્કૂલ બનાવવામાં આવે તેવી માંગની કરી રહ્યા છે…જ્યારે વાલીઓ પણ પોતે ગરીબ હોવાથી આવી સ્કૂલમાં બાળકોને ભણાવવું પડી રહ્યું છે તેવી મજબૂરી વ્યકત કરી રહ્યા છે…જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલએ કહ્યું કે જર્જરિત બિલ્ડીંગને લઇ અનેકવાર વોર્ડ ઓફિસમાં રજૂઆત કરી છતાં કોઇ કામગીરી કરાતી નથી.
સમગ્ર મામલે પાલિકાના વિપક્ષ નેતા અમીબેન રાવતે શાસકો અને અધિકારીઓને આડેહાથ લીધા છે. જેમાં ભાજપના શહેર પ્રમુખ શિક્ષણ સમિતિમાં રિવ્યૂ કરવા જતા હતા તો તેમણે શું કાળજી રાખી તે સવાલો ઉઠાવ્યા છે. જર્જરિત શાળાઓ માટે કેમ ગ્રાન્ટ ના ફાળવી, 20 હજાર બાળકોના ભવિષ્યનું શું તેવો પણ સવાલ ઉઠાવ્યો…અમી રાવતે વૈકલ્પિક વ્યવસ્થા કરીને બિલ્ડિંગો નવી બનાવવી જોઈએ તેવી માંગ પણ કરી છે.
મહત્વની વાત છે કે રાજ્ય સરકાર સ્માર્ટ ક્લાસની મોટી મોટી વાતો કરે છે પણ બાળકોને સુરક્ષિત સ્કૂલની બિલ્ડીંગ જ નથી આપી શકતી ત્યારે બિલ્ડીંગ પડી જશે તો આ સ્માર્ટ ક્લાસ શું કામ લાગશે તે સવાલ ઉઠવા પામ્યો છે. ત્યારે સરકારે બાળકોને સ્માર્ટ ક્લાસના બદલે પહેલા સુરક્ષિત બિલ્ડીંગ આપવી ખુબ જરૂરી છે.
આ સ્કૂલોને જર્જરિત જાહેર કરી બંધ કરવા નોટિસ અપાઈ
૧. લોકમાન્ય તિલક પ્રાથમિક શાળા, નવાયાર્ડ
૨. મહારાણી લક્ષ્મીબાઈ પ્રાથમિક શાળા, નિઝામપુરા
૩. મહારાણા પ્રતાપ હિન્દી પ્રાથમિક શાળા, ફતેગંજ
૪. સંત જલારામ પ્રાથમિક શાળા, રાવપુરા
૫. મહર્ષિ અરવિંદ પ્રાથમિક શાળા, નિઝામપુરા
૬. પુજ્ય રંગ અવધુત પ્રાથમિક શાળા, નિઝામપુરા
૭. શ્રી માધવરાવ ગોળવલકર મરાઠી પ્રાથમિક શાળા
૮. ડૉ. હેડગેવાર પ્રાથમિક શાળા (સવાર, બપોર)
૯. વીર સાવરકર ગુજરાતી, હિન્દી પ્રાથમિક શાળા (સવાર,બપોર)
૧૦. રામકૃષ્ણ પરમહંસ પ્રાથમિક શાળા
૧૧. નેતાજી સુભાષચંદ્ર બોઝ પ્રાથમિક શાળા (સવાર, બપોર)
૧૨. મગનભાઈ શંકરભાઈ પ્રાથમિક શાળા
૧૩. રમણલાલ.એન.શાહ પ્રાથમિક શાળા
૧૪. કવિવર રવિન્દ્રનાથ ટાગોર પ્રાથમિક શાળા, લાડવાડા
૧૫. મંજુલાબેન ખુશાલચંદ પ્રાથમિક શાળા, રંગોળી મેદાન
૧૬. નગર પ્રાથમિક કન્યા શાળા, પ્રતાપ મરઘાની પોળ
૧૭. કવિ પ્રેમાનંદ પ્રાથમિક શાળા, ગાજરાવાડી
૧૮. રાજારામ મોહનરાય પ્રાથમિક શાળા
૧૯. માં સરસ્વતી પ્રાથમિક શાળા
૨૦. સરદારસિંહ રાણા પ્રાથમિક શાળા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે