કેન્દ્રીય બજેટના બીજા દિવસે શેર બજારમાં ફૂલગુલાબી તેજી, સોનાના ભાવમાં તો તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

શેર બજારમાં આજે શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 515 પોઈન્ટ ઉછળીને હાલ 72873.80 પોઈન્ટના સ્તરે જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 176 પોઈન્ટ ઉછળીને 21873.80 પોઈન્ટની સપાટીએ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગોલ્ડમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે.

કેન્દ્રીય બજેટના બીજા દિવસે શેર બજારમાં ફૂલગુલાબી તેજી, સોનાના ભાવમાં તો તોતિંગ ઉછાળો, જાણો લેટેસ્ટ રેટ

શેર બજારમાં આજે શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. એક બાજુ જ્યાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ 515 પોઈન્ટ ઉછળીને હાલ 72873.80 પોઈન્ટના સ્તરે જોવા મળ્યો છે. જ્યારે નિફ્ટી 176 પોઈન્ટ ઉછળીને 21873.80 પોઈન્ટની સપાટીએ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ગોલ્ડમાં પણ જબરદસ્ત તેજી જોવા મળી છે. બજેટના એક દિવસ બાદ બજારમાં ફૂલગુલાબી તેજી જોવા મળી રહી છે. 

બજેટના દિવસે કન્ફ્યૂઝ હતું બજાર?
બજેટના એક દિવસ બાદ માર્કેટમાં આ તોફાની તેજી ચોંકાવનારી એટલા માટે પણ છે કારણ કે જ્યારે ગુરુવારે સંસદમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા હતા ત્યારે બજાર ખુબ કન્ફ્યૂઝ જોવા મળી રહ્યું હતું. ક્યારેક લીલા નિશાન પર તો ક્યારેક લાલ નિશાન પર પહોંચી જતું હતું. પરંતુ આજે જે રીતે તેજી જોવા મળી રહી છે તે જોતા એવું લાગે છે કે બજારને પણ હવે બજેટ સમજમાં આવી ગયું છે. 

એક સમયે 73000 પાર ગયો સેન્સેક્સ
આજે બંને ઈન્ડેક્સ સવારે લીલા નિશાનમાં ખુલ્યા હતા. બજાર ખુલતા જ ગણતરીની મિનિટોમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જનો ઈન્ડેક્સ સેન્સેક્સ 900 અંક જેટલો ઉછળીને 73089ના સ્તરે પહોંચ્યો હતો. નિફ્ટી પણ 300થી વધુ અંકોના ઉછાળા સાથે 22126ના સ્તરે પહોંચી ગયો હતો. જે તેનું નવું હાઈ લેવલ છે. 

બજેટના દિવસે લાલ નિશાનમાં
આ અગાઉ બજેટના દિવસે બજારની ચાલ અસમંજસ ભરેલી જોવા મળી હતી. ક્યારેક એક્દમ ચડીને કારોબાર થતો જોવા મળ્યો હતો તો ક્યારેક લાલ નિશાનમાં આવી જતું હતું. આખો દિવસ આ સિલસિલો જોવા મળ્યો. કારોબારના અંતે બીએસઈનો સેન્સેક્સ 505 પોઈન્ટ તૂટીને 71645.30 પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 121 અંક તૂટીને 21697 પર બંધ થયો હતો. 

સોનામાં પણ ભારે ઉછાળો
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association)ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું આજે 554 રૂપિયા ઉછળીને 63153 રૂપિયાના સ્તરે જોવા મળ્યું છે. ગઈ કાલે સોનું 176 રૂપિયા તૂટીને 62599 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. જ્યારે 916 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનું 507 રૂપિયાના વધારા સાથે 57341 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી હાલ પ્રતિ કિલો 943 રૂપિયા વધીને 71777 રૂપિયાની સપાટીએ પહોંચી છે. 

ખાસ નોંધ: અત્રે જણાવવાનું કે ઈન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પડતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news