ઇશા અંબાણીના લગ્ન બાદ કોકીલાબેન સોમનાથ દાદાના શરણે

સોમનાથ મહાદેના દર્શનાર્થે દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીના માતા કોકીલાબેન અંબાણી પહોચ્યા હતા. કોકીલાબેન દ્વારા સોમનાથ મંદિરના મધ્યાન્હ આરતી કરીને મહાદેવની પૂજા અર્ચના કરી હતી, મુકેશ અંબાણીના માતાએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી મહાપૂજાની સામગ્રી અર્પણ કરી હતી.

ઇશા અંબાણીના લગ્ન બાદ કોકીલાબેન સોમનાથ દાદાના શરણે

હેમલ ભટ્ટ/સોમનાથ: સોમનાથ મહાદેના દર્શનાર્થે દેશના સૌથી ધનીક મુકેશ અંબાણીના માતા કોકીલાબેન અંબાણી પહોચ્યા હતા. કોકીલાબેન દ્વારા સોમનાથ મંદિરના મધ્યાન્હ આરતી કરીને મહાદેવની પૂજા અર્ચના કરી હતી, મુકેશ અંબાણીના માતાએ સોમનાથ મહાદેવને ગંગાજળ અભિષેક કરી મહાપૂજાની સામગ્રી અર્પણ કરી હતી.

સોમનાથ મહાદેવનું સ્મૃતિ ચિન્હ આપીને મંદિરના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા દ્વારા કોકીલાબેનનું સન્માન કરવામાં આવ્યું હતું, મહત્વનું છે, કે અંબાણી પરિવાર ગુજરાતના મંદિરોના દર્શન કરે છે. ત્યારે ઇશા અંબાણીના લગ્ન થયા બાદ પહેલી વાર અંબાણી પરિવાર સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવ્યા હતા.

આર્થિક અનામતને હાર્દિકે ગણાવી કેન્દ્રની લોલીપોપ, ઋત્વીજે કહ્યુ ઐતિહાસિક નિર્ણય

નવા વર્ષની શરૂઆત થતા કોકીલાબેન અંબાણી દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી હતી. મહત્વનું છે, કે અંબાણી પરિવાર ગુજરાત સાથે સંકળાયેલો છે. અને તેના કારણે અવાર નવાર ગુજરાતના મંદિરો દ્વારકા,અંબાજી અને સોમનાથ મંદિરના દર્શન કરતા રહેતા હોય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news