અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના સંબંધો ટીવીના પડદે છડેચોક થયા જાહેર 

હાલમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાને ઘણી જગ્યાઓ પર એકબીજાની સાથે જોવામાં આવ્યા છે

અર્જુન કપૂર અને મલાઇકા અરોરાના સંબંધો ટીવીના પડદે છડેચોક થયા જાહેર 

મુંબઈ : હાલમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરાને ઘણી જગ્યાઓ પર એકબીજાની સાથે જોવામાં આવ્યા છે. તેઓ ડિનર પર તો ક્યારેક અન્ય ઈવેન્ટ્સમાં બંને એકબીજા હાથમાં હાથ પરોવી જોવા મળે છે. જોકે અર્જુન કે મલાઈકા બેમાંથી કોઈએ પોતાના સંબંધો વિશે કંઈ જ કબૂલાત કરી નથી કે તેઓ રિલેશનશિપમાં છે. જોકે, હવે આ વાત પરથી પડદો ઉચકાઈ ગયો છે.

હાલમાં ક્રિકેટર્સ કે એલ રાહુલ અને હાર્દિક પંડ્યા કરણ જોહરના ચેટ શોમાં પહોંચ્યા ત્યારે કરણે અર્જુન અને મલાઈકાના રિલેશનશિપને કન્ફર્મ કરી દીધું. જ્યારે કરણે રાહુલને તેના બોલિવૂડ ક્રશ વિશે પૂછ્યું ત્યારે તેણે મલાઈકાનું નામ લીધું પણ સાથે-સાથે કહ્યું હવે તેને મલાઈકા પર ક્રશ રહ્યો નથી. આના પર કરણે તરત કહ્યું, ‘કેમ કે, તે અર્જુન કપૂરને ડેટ કરી રહી છે એટલે?’ બસ, પછી તો આ વાત બધાની સામે આવી ગઈ.

વર્ષ 2018માં બોલિવૂડમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા વચ્ચેના સંબંધો સૌથી વધુ ચર્ચામાં રહ્યા હતા. ગયા વર્ષે એવા પણ સમાચાર આવ્યા હતા જેણે આ બંનેના સંબંધોના રહસ્યો ઉઘાડા પાડ્યા હતા, તેમ છતાં બંનેમાંથી એક પણ વ્યક્તિએ તેમના આ સંબંધનો આધિકારિક રીતે જાહેરમાં ક્યારેય સ્વીકાર કર્યો નથી. હવે, નવા વર્ષની શરૂઆત સાથે જ આ કપલ ફીથી ચર્ચામાં છવાઈ ગયું છે. 

કપૂર પરિવારમાં થયેલી નવા વર્ષની પાર્ટીમાં અર્જુન કપૂર અને મલાઈકા અરોરા સાથે જોવા મળ્યા છે. આ પાર્ટીનો ફોટો શેર કરતા સંજય કપૂરે કેપ્શનમાં 'ફેમિલી' લખ્યું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news