AHMEDABAD: ફંગસના કારણે અતિગંભીર પ્રકારનાં 8-10 ઓપરેશન હાથ ધરાય છે
Trending Photos
અમદાવાદ : કોરોનાના કહેર બાદ હવે ફંગસ ઇન્ફેક્શને ગુજરાતનો ભરડો લીધો છે. જેના કારણે હોસ્પિટલમાં દાખલ થનારા મોટા ભાગનાં લોકોનું ઓપરેશન કરીને એક એક અંગ કાઢવું પડે છે. મ્યુકરમાઇકોસિસના 53 ટકાથી વધારે કેસમાં સર્જરી કરવી પડે છે. પહેલા હોસ્પિટલમાં દાંત જડબાની 6 જેટલી સામાન્ય સર્જરીને બદલે હાલમાં રોજની 8થી 10 સર્જરી કરવી પડે છે. જેના લીધે ઓપ્થોલ્મોલોજી અને ઇએનટી સર્જન સહિત 7 નિષ્ણાંત ડોક્ટર બહારથી બોલાવવાની સાથે વોર્ડમાં ડોક્ટર વધારવાની ફરજ પડી છે.
સિવિલના ડેન્ટલ સર્જન ડોક્ટર ઉત્સવ ભટ્ટે જણાવ્યું કે, મ્યુકર માઇકોસિસના કેસમાં વધારો થયો તે પહેલા હોસ્પિટલમાં દાંત અને જડબાના ફ્રેક્ચરની અઠવાડીયામાં 3 દિવસમાં 6 સર્જરી થતી હતી. જો કે આ ગંભીર ફંગસના કારણે હાલમાં 3-4 કલાક લાંબી ચાલતી અતિ જટીલ તેવી 8-10 સર્જરી કરવી પડે છે. છેલ્લા 15 દિવસમાં 100 જેટલા દર્દીઓની સારવાર થઇ ચુકી છે.
મ્યુકર માઇકોસિસના અત્યાર સુધીમાં 189 દર્દી સારવાર માટે આવી ચુક્યા છે. જે પૈકી 100 દર્દીઓની સર્જરી કરીને દાંત, જડબા કાઢવાની ફરજ પડી છે. તેમજ હાલમાં હેન્ડલ અને પેરાપ્લજીયા હોસ્પિટલમાં 100 દર્દી દાખલ છે. રોજની 8થી 10 સર્જરી થાય છે. જેના કારણે તેના અનુસાર ડોક્ટર્સની સંખ્યા પણ વધારવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે