ઉલમાંથી ચુલમાં પડ્યાં: જો તમારા બાળકને આ લક્ષણ દેખાય તો સાવચેત થઇ જજો
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ : કોરોનાથી સાજા થતા બાળકોમાં MIS - C બીમારીના કિસ્સા જોવા મળી રહ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં MIS - C બીમારીના 10 કેસ નોંધાયા છે. MIS - C બીમારીના કારણે બે બાળકોના મોત થયા છે. કોરોનાથી સ્વસ્થ થયા બાદ બાળકો MIS - C ના શિકાર બની રહ્યા છે. શૂન્યથી 18 વર્ષના બાળકોમાં જોવા મળે છે MIS - C ના લક્ષણો જોવા મળે છે.
કોરોનાથી સાજા થયા બાદ બાળકને 3 દિવસથી વધુ તાવ આવે, શરીર પર લાલ ચકામાં દેખાય, બાળકની આંખો લાલ રહેતી હોય, આંખો પર સોજા આવે, બાળકને ઝાડા ઉલ્ટી થતા હોય, અચાનક શોક આવે તો તાત્કાલિક તજજ્ઞની સલાહ લેવી હિતાવહ હોવાનું નિષ્ણાંતો જણાવી રહ્યા છે. કેટલાક કિસ્સામાં બાળક કોરોનાગ્રસ્ત ના હોવા છતાય MIS - C બીમારીનું શિકાર થયું હોય તેવા કેસો પણ સામે આવ્યા છે.
જો કે આવા બાળકોના કોરોના સંદર્ભે થતા એન્ટીબોડી રીપોર્ટ પોઝીટીવ આવ્યા છે. હાલ અમદાવાદ સિવિલમાં MIS - C બીમારીનું 3 વર્ષીય શંકાસ્પદ બાળક સારવાર હેઠળ છે. MIS - C ના આતંક વચ્ચે આવ્યા અતિ ગંભીર સમાચાર આવ્યા છે. માત્ર એક દિવસના બાળકને MIS - C થયો હોવાનો રાજ્યમાં પ્રથમ કેસ સામે આવ્યો છે. ખાનગી હોસ્પિટલમાં બાળકને સારવાર માટે ખસેડવામાં આવ્યું છે.
જન્મના માત્ર 12 કલાકમાં જ બાળકને થઈ MIS - C બીમારી થતા ડોક્ટર જગતમાં ચિંતા. માતાને પ્રેગ્નન્સીના દોઢ મહિના પહેલા કોરોના થયો હતો જેના કારણે બાળકને જન્મતાની સાથે MIS - C થયો હતો. જન્મજાત બાળકને MIS - C થતાં તબીબો માટે પણ ચિંતાનો વિષય છે. હાલ એક દિવસનું બાળક જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યું છે. MIS - C થતાં બાળકને નવજાત શિશુના ICU માં ઓકસીજન ઉપર રાખવામાં આવ્યું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે