જ્યારે બાગેશ્વર બાબાએ ZEE 24 Kalak ના પત્રકારને આપ્યો પડકાર, જાણો પછી ચિઠ્ઠી પર લખેલી વાત કેટલી સાચી પડી?
ZEE 24 kalak પર સચ કા સામનામાં LIVE બાબા બાગેશ્વરે ઝી 24 કલાકના પત્રકારને સ્ટેજ પર બોલાવ્યા હતા. બાબાએ બે પત્રકારોને ખુલ્લી ચેલેન્જ આપી હતી. ત્યારબાદ પત્રકાર અતુલ તિવારીએ સત્યના પારખા કર્યા.
Trending Photos
અતુલ તિવારી/અમદાવાદ: અમદાવાદના વટવામાં બાબા બાગેશ્વરનો દરબાદ શરૂ થયો છે, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે. વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાનો દિવ્ય દરબાર યોજાયો છે. વટવામાં બાબા બાગેશ્વરધામનો દિવ્ય દરબાર યોજાયો છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ દરબાદમાં કહ્યું ગુજરાતના પાગલો કેમ છો? હું હિંમત નગર ગયો હતો જેમાં મને વિલંબ થયો છે. મને ખબર નહોતી આટલી મોટી સંખ્યામાં પાગલો બેઠા છે. આ દરબાર સાંજે પાંચ વાગ્યે શરુ થવાનો હતો પરંતુ રાત્રે 8.30 વાગ્યે શરુ થયો હતો.
ZEE 24 kalak પર સચ કા સામનામાં LIVE બાબા બાગેશ્વરે ઝી 24 કલાકના પત્રકારને સ્ટેજ પર બોલાવ્યા હતા. બાબાએ બે પત્રકારોને ખુલ્લી ચેલેન્જ આપી હતી. ત્યારબાદ પત્રકાર અતુલ તિવારીએ સત્યના પારખા કર્યા. બાબા બાગેશ્વરે જણાવ્યું હતું કે, પત્રકાર જેને લાવશે તેની ચિઠ્ઠી ખોલશે. ત્યારબાદ ઝી 24 કલાકના પત્રકારે મેદાનમાંથી એક મહિલાને શોધીને વ્યાસપીઠ પર લઈને આવ્યા હતા. બાબાએ બે નંબરનો પરચો બતાવીને ખોલ્યો હતો. જેમાં મહિલાની તમામ સમસ્યાઓ અગાઉથી લખેલી હતી. જ્યારે બાબાએ મહિલાને પોતાની સમસ્યા વિશે પુછ્યું ત્યારે મહિલાએ પોતાની સમસ્યા માઈકમાંથી જાહેર ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ત્યાર પછી બાબા બાગેશ્વરે મહિલાની ઈચ્છાનું માન રાખીને તમામ વાત માઈક વગર મહિલા સાથે કરી હતી.
અમદાવાદના વટવામાં બાબા બાગેશ્વર સરકારનો દિવ્ય દરબાર ભરાયો. આ દરબારમાં ઝી 24 કલાકના પત્રકાર પણ હાજર હતા. બાબાએ પત્રકારોને ચેલેન્જ આપી કે તમે મેદાનમાં બેઠા લોકોમાંથી કોઈ પણ વ્યક્તિને મારી પાસે લાવો. તેમની માહિતી હું પહેલેથી જ ચિઠ્ઠીમાં લખીને રાખીશ. જે બાદ ઝી 24 કલાકના પત્રકાર અતુલ તિવારી મેદાનમાં બેઠા લોકો વચ્ચે ગયા અને એક અજ્ઞાત મહિલાને લઈને મેદાનમાંથી બોલાવીને લાવ્યા. જે બાદ બાબાએ મહિલા સાથે ઔપચારિક વાત કરી. ઝી 24 કલાકના પત્રકારે પહેલેથી જ મહિલાની સમસ્યા જાણી લીધી હતી. એ જ સમસ્યા બાબાએ લખેલી ચિઠ્ઠીમાં નીકળી. મહિલાના મનમાં જે સવાલો હતો તે બાબાએ પોતાના પરચામાં અગાઉથી જ લખેલા હતા. ઝી 24 કલાકના રિપોર્ટર અતુલ તિવારી જે મહિલાને લઈને બાબા બાગેશ્વરન વ્યાજપીઠ પર લઈને ગયા હતા તેનો સંપૂર્ણ વીડિયો અમે તમને દેખાડી રહ્યા છીએ. જુઓ વીડિયો...
મહત્વનું છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાનો દરબાર શરૂ થાય તે પહેલા સનાતન ધર્મ વિશે નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, હિન્દૂ હવે ભાગી રહ્યા નથી. તમારે ક્યાંય ભટકવાનું નથી, મારા ચક્કરમાં ના પડતા. હનુમાનજીને માનવાનું છોડો અથવા હનુમાનજી પર બધું છોડો. હું તમને મળી શકું કે નહીં તમારી અરજી બાગેશ્વર સરકારને જરૂર સંભળાય છે. અનેક કેમેરા પોલ ખોલવા આવ્યા પણ એમની ખૂલી ગઈ છે. હું ઈશ્વર કે સંત નથી, તમારી જેમ જ સામાન્ય માણસ છું. બાલાજીનો પ્રસાદ માત્ર આપી રહ્યો છું. મારે તમારાથી દાન, માન કે સન્માન નથી જોઈતું, તમારા દિલમાં માત્ર હનુમાન જોઈએ. હું ભારતના લોકોને ભગવાન પકડાવીને મરીશ. જેની દમ પર વિરોધીઓને લલકારું છું, એમના પર ભરોસો કરો, એમના થઈ જાઓ.
ZEE 24 Kalak ના કેમેરા સામે Bageshwar Baba ના દાવાની ખરાઈ, જુઓ ચિઠ્ઠી પર લખેલી વાત કેટલી પડી સાચી?
ધીરેન્દ્ર શાસ્ત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, હિંદુઓ પોતાનો ધર્મ પરિવર્તન ના કરે, કોઈ તાંત્રિકોના ચક્કરમાં ના પડો. ભારતમાં રહેવું હોય તો સીતા રામ કહેવું પડશે. જેને સમસ્યા હોય એ જલન રાખે હું જલવો કાયમ રાખીશ. દિલ્લીમાં સાક્ષી સાથે થયું, એવા અમાનવીય ઘટનાનો વિરોધી છું. અન્ય ધર્મમાં પડવાની જરૂર નથી, હનુમાનની શરણ લો, કોઈ કાંઈ નહીં કરી શકે. હું નેતા નથી, તમારી આંખોમાં આંસુ નથી જોવા માંગતો, કોઈ તાંત્રિકના ચક્કરમાં ના પડો, બસ બાલાજીના બની જાઓ. પરચો તો બહાનું છે, બાલાજી તમને બોલાવ્યા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, સનાતનના સંતો સિવાય દુનિયામાં કોઈ પાસે શક્તિ નથી કે બાગેશ્વરનો સામનો કરી શકે. કોઈ આમ તેમ બોલશે તો પેન્ટ ભીનું કરીને મોકલીશ. મારે દાન ના જોઈએ, આપો તો ના નહીં. કોઈ માગે તો ફ્રોડ સમજજો. કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીં આવ્યા છે, તમને બુસ્ટ મળે, સનાતનનો ઝંડો બધેય લગાવો. રાષ્ટ્રહિત માટે શક્તિની જરૂર પડશે તો મદદ કરીશ, અગાઉ એક બે વાર મદદ કરી છે.
ઉલ્લેખનીય છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી હતી. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
નોંધ:- ઝી 24 કલાક કોઇપણ પ્રકારના ચમત્કારને સપોર્ટ કરતું નથી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે